ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Major Leetul Gogoi who tied stone pelter with jeep arrested from Srinagar hotel with girl

  'હ્યુમન શીલ્ડ'થી ચર્ચામાં આવેલા મેજરની પહેલા અટકાયત, પછી છૂટકારો

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:32 AM IST

  આર્મીના મેજર લીતુલ ગોગોઈની ગંભીર આરોપો હેઠળ અટકાયત કરવામાં આવી છે
  • મેજર લીતુલ ગોગોઈ (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેજર લીતુલ ગોગોઈ (ફાઇલ)

   શ્રીનગર: અહીંના ડલગેટ વિસ્તારમાં આવેલી ધ ગ્રાન્ડ મમતા હોટલમાંથી આર્મીના મેજર લીતુલ ગોગોઈની અટકાયત કરવામાં આવી હતી. જોકે થોડીવાર પછી મેજરને છોડી દેવામાં આવ્યા. મેજર ગોગોઈ પર આરોપ છહતો કે ડ્યૂટી ફરી જોઇન કરતા પહેલા આ આર્મી ઓફિસર એક છોકરી સાથે રાત વીતાવવાના હતા. એવું કહેવામાં આવે છે કે છોકરી સગીર હતી, પરંતુ જમ્મુ-કાશ્મીર પોલીસના નિવેદનમાં છોકરી સગીર હોવાની કોઇ વાત નથી. ઉલ્લેખનીય છે કે મેજર ગોગોઈ આર્મીના એ અધિકારી છે જેમણે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજી કરનારા એક યુવકને જીપ આગળ બાંધીને તેનું સરઘસ કાઢ્યું હતું.

   મેજર ગોગોઈને હોટલમાં ન આપી એન્ટ્રી

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, મેજર ગોગોઈને હોટલના સ્ટાફે કહ્યું કે તેઓ યુવતી સાથે રૂમમાં એન્ટ્રી નહીં કરી શકે. આ વાત પર સ્ટાફ અને ગોગોઈના ડ્રાઇવર વચ્ચે વિવાદ થઇ ગયો.

   - હોટલના બીજા કર્મચારીઓએ તાત્કાલિક મેજર અને તેમના ડ્રાઇવરને પકડી લીધા અને પોલીસ બોલાવી લીધી.
   - જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે હોટલ ગ્રાન્ડ મમતાથી કોલ આવ્યા પછી આર્મી ઓફિસર ગોગોઈ, એક સગીરા અને એક ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે.
   - હોટલના માલિક મન્સૂર અહેમદે જણાવ્યું કે આર્મી મેજરે ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવ્યું હતું અને શ્રીનગર એરપોર્ટ પરથી હોટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું, "ગોગોઇએ રજિસ્ટ્રેશન ફોર્મ પર બે લોકોનાં નામ લખ્યાં હતાં. હોટલ મેનેજમેન્ટે તેમને બે આધારકાર્ડ આપવા જણાવ્યું, તેમાંથી એક લોકલ કાશ્મીરી છોકરીનું હતું, જે સગીર હતી."
   - હોટલનો રૂમ આસામથી ગોગોઈના નામ પર બુક કરવામાં આવ્યો હતો. તેઓ 24મેના રોજ ચેકઆઉટ કરવાના હતા. પોલીસે જણાવ્યું કે પોલીસદળ સ્થળ પર પહોંચ્યું અને મેજર સહિત તમામ લોકોને લઇને પોલીસ સ્ટેશન લઇ આવ્યું.
   - પોલીસ અધિકારી જણાવે છે કે તપાસ હેઠળ હોટલના સીસીટીવી ફૂટેજ અને મેજરનું હોટલ રિઝર્વેશન ફોર્મ માંગવામાં આવ્યું છે.

   આ શરમજનક ઘટના છે- ફારૂખ ડાર

   - પોલીસે કહ્યું કે પૂછપરછમાં જાણ થઇ કે તે છોકરી સેનાના અધિકારીને મળવા આવી હતી. સેનાના અધિકારીની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી અને તેમનું નિવેદન નોંધવા માટે તેમને તેમની યુનિટને સોંપી દેવામાં આવ્યા.

   - છોકરીનું નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
   - આ આખા મામલે ફારૂખ ડારે કહ્યું, 'અમારી આસપાસ આ બધું શું થઇ રહ્યું છે? આ શરમજનક ઘટનાથી મેજરનો અસલી ચહેરો સામે આવી ગયો.'
   - પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે કાશ્મીરના પોલીસ ડાયરેક્ટર જનરલ એસપી પાણીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ પોલીસ અધિક્ષક (નોર્છ ઝોન) કરશે.

   મેજરે સોર્સ મીટિંગનો કર્યો દાવો

   પોલીસ અધિકારીએ કહ્યું કે મેજરે દાવો કર્યો છે કે આ એક 'સોર્સ મીટિંગ' હતી. જ્યારે તે છોકરીએ રડતા-રડતા પોલીસને કહ્યું કે તે મેજર ગોગોઈના ડ્રાઇવરને ઓળખતી

   હતી અને તેની સાથે શ્રીનગર આવી હતી.

  • મેજર ગોગોઈએ કાશ્મીરના પથ્થરબાજ યુવકને જીપ સાથે બાંધ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેજર ગોગોઈએ કાશ્મીરના પથ્થરબાજ યુવકને જીપ સાથે બાંધ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Major Leetul Gogoi who tied stone pelter with jeep arrested from Srinagar hotel with girl
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `