દેશ-વિદેશમાં નામથી વેચાય છે સાડી બ્રાંડ, હવાની અસરથી રંગમાં થાય છે જાદુઈ ફેરફાર

રંગ બદલવાનું કારણ એ છે હાઈડ્રો સોડા, કાસ્ટિક સોડા રંગના મિશ્રણ બાદ જ્યારે ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે છે તો રિએક્ટ કરે છે

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 04:02 PM
સૌથી પહેલાં રંગમાં દોરા નાંખવામાં આવે છે
સૌથી પહેલાં રંગમાં દોરા નાંખવામાં આવે છે

આમ તો દરેકે કાંચિડાને રંગ બદલતાં જોયો હશે પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હવાની સાથે દોરો પણ રંગ બદલે છે. દેવી અહિલ્યાબાઈ હોલ્કરમાં 250 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા મહેશ્વરી સાડીનો બિઝનેસ ઘણો જ વિકસિત થયો છે. અહીં પહેલાં કેટલાંક વણકરો જ મહેશ્વરી સાડી બનાવતાં હતા.

મહેશ્વર (ઈન્દોર): આમ તો દરેકે કાંચિડાને રંગ બદલતાં જોયો હશે પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે હવાની સાથે દોરો પણ રંગ બદલે છે. દેવી અહિલ્યાબાઈ હોલ્કરમાં 250 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા મહેશ્વરી સાડીનો બિઝનેસ ઘણો જ વિકસિત થયો છે. અહીં પહેલાં કેટલાંક વણકરો જ મહેશ્વરી સાડી બનાવતાં હતા. પરંતુ હવે 5000થી વધુ વણકર છે, જેઓ મહેશ્વરી સાડી બનાવે છે. આ સાડીની ખાસ વાત એ છે કે તેમાં વપરાતું કોટન અને સિલ્કના દોરા પર અનેક પ્રકારનાં રંગોથી કલર કરીને સાડી બનાવવામાં આવે છે.

આ રીતે બનાવે છે 250થી વધુ રંગની સાડીઓ


- રંગકામ કરનારા માસ્ટર રમેશ કેવટે જણાવ્યું કે, કોટન અને સિલ્ક બે પ્રકારનાં દોર મહેશ્વરી સાડીમાં ઉપયોગ કરવામાં આવે છે.
- વિશેષ રૂપથી લગભગ સવા 2 કિલો દોરામાં શેડ આપવા માટે 5 ગ્રામથી લઈને 200 ગ્રામ સુધી પાક્કા વેટ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. 250થી વધુ રંગોમાં આવી રીતે જ સાડી તૈયાર થાય છે.

હાઇડ્રો સોડા, કાસ્ટિક સોડાના રંગ તેમજ ઓક્સિજનનું રિએકશન


- રમેશના જણાવ્યા મુજબ, રંગ બદલવાનું કારણ એ છે હાઈડ્રો સોડા, કાસ્ટિક સોડા રંગના મિશ્રણ બાદ જ્યારે ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે છે તો રિએક્ટ કરે છે. જેનાથી તેના રંગમાં કેમિકલ ચેન્જ થાય છે. એટલે કયા રંગનું કપડું બનાવવાનું છે તે ઘણું જ અનુભવનું કામ છે.

ચેતવણી...


ઘરમાં પાણી, હાઈડ્રોસોડા, કાસ્ટિક સોડા અને રંગોને ઉકાળીને આવું ન કરો. આ હાનિકારક સાબિત થઈ શકે છે. મહેશ્વરમાં રંગદારી કરતાં લોકો વ્યવસાયિક અને અનુભવી કારીગરો હોય છે.

વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

પીળા રંગના ટબમાં દોરાને ડૂબાડ્યાં બાદ વારંવાર તેને બ હાર કાઢવામાં આવે છે
પીળા રંગના ટબમાં દોરાને ડૂબાડ્યાં બાદ વારંવાર તેને બ હાર કાઢવામાં આવે છે
હવાના સંપર્કમાં આવતાં પીળો રંગ લાલ રંગમાં પરિવર્તિત થાય છે
હવાના સંપર્કમાં આવતાં પીળો રંગ લાલ રંગમાં પરિવર્તિત થાય છે
લગભગ અડધા કલાક સુધી સુકવવામાં આવ્યાં બાદ દોરાનો રંગ સંપૂર્ણપણે બદલાય જાય છે
લગભગ અડધા કલાક સુધી સુકવવામાં આવ્યાં બાદ દોરાનો રંગ સંપૂર્ણપણે બદલાય જાય છે
અંતે આ રીતે તૈયાર થાય છે સાડી
અંતે આ રીતે તૈયાર થાય છે સાડી
X
સૌથી પહેલાં રંગમાં દોરા નાંખવામાં આવે છેસૌથી પહેલાં રંગમાં દોરા નાંખવામાં આવે છે
પીળા રંગના ટબમાં દોરાને ડૂબાડ્યાં બાદ વારંવાર તેને બ હાર કાઢવામાં આવે છેપીળા રંગના ટબમાં દોરાને ડૂબાડ્યાં બાદ વારંવાર તેને બ હાર કાઢવામાં આવે છે
હવાના સંપર્કમાં આવતાં પીળો રંગ લાલ રંગમાં પરિવર્તિત થાય છેહવાના સંપર્કમાં આવતાં પીળો રંગ લાલ રંગમાં પરિવર્તિત થાય છે
લગભગ અડધા કલાક સુધી સુકવવામાં આવ્યાં બાદ દોરાનો રંગ સંપૂર્ણપણે બદલાય જાય છેલગભગ અડધા કલાક સુધી સુકવવામાં આવ્યાં બાદ દોરાનો રંગ સંપૂર્ણપણે બદલાય જાય છે
અંતે આ રીતે તૈયાર થાય છે સાડીઅંતે આ રીતે તૈયાર થાય છે સાડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App