ભિવંડીની એક હોટલમાં યૌન શક્તિ વધારવાના ઇન્જેકશનથી યુવતીનું મોત, પ્રેમી ફરાર

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક યુવતીને યૌન શક્તિ વધારવાના ઇન્જેક્શન લેવું ભારે પડી ગયું. દવાના ઓવરડોઝથી યુવતીનું મોત.

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 07:03 AM
ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનના હદની છે જ્યાં કલ્યાણ નાકાના અશોકા હોટલમાં એક 28 વર્ષીય યુવતી પોતાના પ્રેમીની સાથે આવી હતી (સિમ્બોલિક ઈમેજ)
ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનના હદની છે જ્યાં કલ્યાણ નાકાના અશોકા હોટલમાં એક 28 વર્ષીય યુવતી પોતાના પ્રેમીની સાથે આવી હતી (સિમ્બોલિક ઈમેજ)

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક યુવતીને યૌન શક્તિ વધારવાના ઇન્જેક્શન લેવું ભારે પડી ગયું. દવાના ઓવરડોઝ થઈ જવાથી યુવતીનું મોત થયું છે. તેની લાશ એક હોટલના રૂમમાંથી મળી આવી છે. આ પહેલા યુવતીની હાલત બગડતા તેનો પ્રેમી તેને ત્યાં છોડીને ફરાર થઈ ગયો.

નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રના ભિવંડીમાં એક યુવતીને યૌન શક્તિ વધારવાના ઇન્જેક્શન લેવું ભારે પડી ગયું. દવાના ઓવરડોઝ થઈ જવાથી યુવતીનું મોત થયું છે. તેની લાશ એક હોટલના રૂમમાંથી મળી આવી છે. આ પહેલા યુવતીની હાલત બગડતા તેનો પ્રેમી તેને ત્યાં છોડીને ફરાર થઈ ગયો. હવે પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

હોટલમાં રૂમ બુક કર્યો, યૌન શક્તિ વધારવાના લીધા ઇન્જેક્શન

- ઘટના ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનના હદની છે જ્યાં કલ્યાણ નાકાના અશોકા હોટલમાં એક 28 વર્ષીય યુવતી પોતાના પ્રેમીની સાથે આવી હતી.
- બંનેએ એક રૂમ બુક કરાવ્યો હતો અને ત્યાં રોકાયા હતા.
- મળતી માહિતી મુજબ, આ દરમિયાન યુવતીએ યૌન શક્તિ વધારવાના ઇન્જેક્શન લીધા.

રૂમનો દરવાજો ખોલીને જોયું તો યુવતી બેહોશ પડી હતી


- ત્યારબાદ અચાનક તેની તબીયત ખરાબ થઈ ગઈ. યુવતીની હાલત બગડતી જોઈ તેનો પ્રેમી હોટલનો રૂમ છોડીને ફરાર થઈ ગયો.
- થોડા સમય બાદ હોટલના કર્મચારી તેની રૂમમાં પહોંચ્યા. તેણે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો.
- ત્યારે કર્મચારીએ દરવાજો ખોલીને અંદર જોયું તો ત્યાં યુવતી બેહોશ પડી હતી.

થોડા સમય ભાનમાં આવતા યુવતીએ જણાવ્યું નામ-સરનામું


- કર્મચારીએ આ વાતની જાણ મેનેજરને કરી. ત્યારબાદ યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
- જ્યાં ઈલાજ દરમિયાન યુવતીને થોડો સમય ભાન આવ્યું તો તેણે ડોક્ટર્સને પોતાનું નામ અને સરનામું જણાવ્યું.
- પરંતુ થોડા સમય બાદ તેણે દેહ છોડી દીધો.

યુવતી અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડની રહેવાસી હતી


- હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને આ વાતની જાણકારી પોલીસને આપી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીનું શબ કબજે લીધું.
- મૃતક અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડની રહેવાસી હતી. જ્યારે તેનો પ્રેમી યુવક કલ્યાણનો રહેવાસી છે.
- બંને એક સાથે જ ભિવંડી આવ્યા હતા. હવે પોલીસ મામલાની તપાસ કરી રહ્યા છે.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ જુઓ

મૃતક અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડની રહેવાસી હતી. જ્યારે તેનો પ્રેમી યુવક કલ્યાણનો રહેવાસી છે (સિમ્બોલિક ઈમેજ)
મૃતક અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડની રહેવાસી હતી. જ્યારે તેનો પ્રેમી યુવક કલ્યાણનો રહેવાસી છે (સિમ્બોલિક ઈમેજ)
X
ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનના હદની છે જ્યાં કલ્યાણ નાકાના અશોકા હોટલમાં એક 28 વર્ષીય યુવતી પોતાના પ્રેમીની સાથે આવી હતી (સિમ્બોલિક ઈમેજ)ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનના હદની છે જ્યાં કલ્યાણ નાકાના અશોકા હોટલમાં એક 28 વર્ષીય યુવતી પોતાના પ્રેમીની સાથે આવી હતી (સિમ્બોલિક ઈમેજ)
મૃતક અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડની રહેવાસી હતી. જ્યારે તેનો પ્રેમી યુવક કલ્યાણનો રહેવાસી છે (સિમ્બોલિક ઈમેજ)મૃતક અમૃતનગરના રશીદ કમ્પાઉન્ડની રહેવાસી હતી. જ્યારે તેનો પ્રેમી યુવક કલ્યાણનો રહેવાસી છે (સિમ્બોલિક ઈમેજ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App