ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Maharashtra Congress accused that 18500 cups tea gulped by CM Office terms it scam

  મહારાષ્ટ્રમાં ચા સ્કેમઃ રોજ 18,500 કપ ચા પીતા રહ્યા CM, તેમના મહેમાન

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 12:25 PM IST

  દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયના ચા-પાણીના ખર્ચમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 577 ટકાનો વધારો થવાનો ગંભીર આરોપ
  • મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે આરટીઆઇ પાસેથી મળેલી જાણકારીના આધારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ચા-પાણીનું કૌભાંડ થવાનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે આરટીઆઇ પાસેથી મળેલી જાણકારીના આધારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ચા-પાણીનું કૌભાંડ થવાનો આરોપ લગાવ્યો છે. (ફાઇલ)
   મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયના ચા-પાણીના ખર્ચમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 577 ટકાનો વધારો થવાનો ગંભીર આરોપ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે લગાવ્યો છે. જોકે, સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમાં ફક્ત ચા જ નહીં પરંતુ અન્ય ખર્ચાઓ પણ સામેલ છે.

   આ છે કોંગ્રેસનો આરોપ
   - મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે આરટીઆઇ પાસેથી મળેલી જાણકારીના આધારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ચા-પાણીનું કૌભાંડ થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, "મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષ 2015-16માં ચા-પાણી પર 57 લાખ 99 હજાર અને વર્ષ 2016-17માં 1 કરોડ 20 લાખ ચા-પાણી પર ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે 2017-18માં આ ખર્ચ છેલ્લા બે વર્ષોની સરખામણીમાં 577 ટકા વધીને 3 કરોડ 34 લાખ રૂપિયા થઇ ગયો છે."
   - નિરૂપમનો આરોપ છે કે આ રીતે મહારાષ્ટ્રમાં ખેડૂતો જ્યાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યાં જ મુખ્યમંત્રી કાર્યાલયમાં દરરોજ લગભગ 18, 500 રૂપિયાની ચા પીવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હકીકતમાં આ એક બહુ મોટું ચા-પાણીનું કૌભાંડ મુખ્યમંત્રી કાર્યાલયમાં ચાલી રહ્યું છે.
   સીએમ ઓફિસે આપી આ સ્પષ્ટતા
   - મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક નિવેદન જાહેર કરીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમના આરોપોને ખોટા ઠેરવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નિરૂપમ જે ખર્ચનો ઉલ્લેખ કરી રહ્યા છે, હકીકતમાં તે ફક્ત મુખ્યમંત્રી સચિવાલયનું નથી, પરંતુ મંત્રાલય, સહ્યાદ્રિ અતિથિગૃહ, વર્ષા નિવાસસ્થાન, નાગપુરના રામગિરી અને હૈદરાબાદ હાઉસનો સંયુક્ત ખર્ચ છે.
   - આ સાથે એવી દલીલ પણ કરવામાં આવી છે કે મંત્રાલય અને મુખ્યમંત્રી સચિવાલય આવનારા લોકોની સંખ્યામાં હાલના દિવસોમાં ભારે વધારો થયો છે. તેમાં દેશ-વિદેશના શિષ્ઠમંડલ, વિભિન્ન ઉદ્યોગસમૂહોના પ્રતિનિધિઓ, અલગ-અલગ ક્ષેત્રના સન્માનિત લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી બેઠકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેનાથી પહેલા વિભાગવાર થતી બેઠકોમાં થતો ચા-પાણીનો ખર્ચ સંબંધિત વિભાગ આપતો હતો, પરંતુ હવે તમામ બેઠકોનો ખર્ચ મુખ્યમંત્રી સચિવાલય દ્વારા આપવામાં આવે છે. જેના કારણે આતિથ્યખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે.
  • મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક નિવેદન જાહેર કરીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમના આરોપોને ખોટા ઠેરવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક નિવેદન જાહેર કરીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમના આરોપોને ખોટા ઠેરવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)
   મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયના ચા-પાણીના ખર્ચમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 577 ટકાનો વધારો થવાનો ગંભીર આરોપ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે લગાવ્યો છે. જોકે, સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમાં ફક્ત ચા જ નહીં પરંતુ અન્ય ખર્ચાઓ પણ સામેલ છે.

   આ છે કોંગ્રેસનો આરોપ
   - મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમે આરટીઆઇ પાસેથી મળેલી જાણકારીના આધારે મુખ્યમંત્રી કાર્યાલયમાં ચા-પાણીનું કૌભાંડ થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, "મુખ્યમંત્રી કાર્યાલયમાં વર્ષ 2015-16માં ચા-પાણી પર 57 લાખ 99 હજાર અને વર્ષ 2016-17માં 1 કરોડ 20 લાખ ચા-પાણી પર ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે 2017-18માં આ ખર્ચ છેલ્લા બે વર્ષોની સરખામણીમાં 577 ટકા વધીને 3 કરોડ 34 લાખ રૂપિયા થઇ ગયો છે."
   - નિરૂપમનો આરોપ છે કે આ રીતે મહારાષ્ટ્રમાં ખેડૂતો જ્યાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યાં જ મુખ્યમંત્રી કાર્યાલયમાં દરરોજ લગભગ 18, 500 રૂપિયાની ચા પીવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હકીકતમાં આ એક બહુ મોટું ચા-પાણીનું કૌભાંડ મુખ્યમંત્રી કાર્યાલયમાં ચાલી રહ્યું છે.
   સીએમ ઓફિસે આપી આ સ્પષ્ટતા
   - મુખ્યમંત્રી કાર્યાલયે તાત્કાલિક નિવેદન જાહેર કરીને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમના આરોપોને ખોટા ઠેરવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે નિરૂપમ જે ખર્ચનો ઉલ્લેખ કરી રહ્યા છે, હકીકતમાં તે ફક્ત મુખ્યમંત્રી સચિવાલયનું નથી, પરંતુ મંત્રાલય, સહ્યાદ્રિ અતિથિગૃહ, વર્ષા નિવાસસ્થાન, નાગપુરના રામગિરી અને હૈદરાબાદ હાઉસનો સંયુક્ત ખર્ચ છે.
   - આ સાથે એવી દલીલ પણ કરવામાં આવી છે કે મંત્રાલય અને મુખ્યમંત્રી સચિવાલય આવનારા લોકોની સંખ્યામાં હાલના દિવસોમાં ભારે વધારો થયો છે. તેમાં દેશ-વિદેશના શિષ્ઠમંડલ, વિભિન્ન ઉદ્યોગસમૂહોના પ્રતિનિધિઓ, અલગ-અલગ ક્ષેત્રના સન્માનિત લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી બેઠકોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેનાથી પહેલા વિભાગવાર થતી બેઠકોમાં થતો ચા-પાણીનો ખર્ચ સંબંધિત વિભાગ આપતો હતો, પરંતુ હવે તમામ બેઠકોનો ખર્ચ મુખ્યમંત્રી સચિવાલય દ્વારા આપવામાં આવે છે. જેના કારણે આતિથ્યખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Maharashtra Congress accused that 18500 cups tea gulped by CM Office terms it scam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top