• Home
  • National News
  • Latest News
  • National
  • સરકાર બની ગઈ છે પરંતુ ચાલુ છે જુગાડ: કુમાર વિશ્વાસ| Mahabharat 2019 Satire Series By Kumar Vishwas

સરકાર બની ગઈ છે પરંતુ જુગાડ ચાલુ છે: કુમાર વિશ્વાસ

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસની વ્યંગાત્મ શ્રેણીનો પ્રથમ લેખ

divyabhaskar.com | Updated - May 21, 2018, 11:22 AM
પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસની વ્યંગાત્મ શ્રેણીનો પ્રથમ લેખ
પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસની વ્યંગાત્મ શ્રેણીનો પ્રથમ લેખ

અમ્મા આટલી ઈમાનદારી અને સત્યાવાદિતા શરમનજક છે. તેમની આ વાત સાંભળીને પ્રભાવિત થયા વગર મે કહ્યું, હવે કોઈ પણ પાર્ટીને બહુમત ન મળે તો તેમાં ગવર્નર સાહેબ શુ કરી શકે ભાઈ? તમે પણ નકામા, 'લોકતંત્ર જોખમમાં છે' તેવા ફોબિયામાં જીવી રહ્યા છો.

રાજકારણ ધૂર્તોની પ્રિય શરણ સ્થળ છે. એવુ સાહિત્યના અંગ્રેજ ખલિફા શેક્સપિયરનું કહેવું છે. પણ મારી શું માન્યતા છે અને રોજબરોજના રાજકારણ પર શુ ટીપ્પણી છે તે હું તમારી સાથે શેર કરું તેવી અગ્રણી સમાચાર પત્ર ભાસ્કર જૂથની ઈચ્છા છે. છતાં ઈચ્છા-અનિચ્છાએ મારી ટીપ્પણી પહેલાં જ મારે મારા જે બાલસખાની મહાજ્ઞાની ટીપ સાંભળવી જ પડે છે. એ છે 'હાજી પંડિત'! ચોંકશો નહીં, કારણકે તે માત્ર નિર્લેપ અને તટસ્થભાવથી રાજનૈતિક ટિપ્પીણી કરે છે, રાજનીચિજ્ઞ નહીં. તેથી મારા બાળપણના અન્ય કોઈ રાજનીતિજ્ઞ મિત્રની જેમ તેમ દગાખોર કે અવસરવાદી નથી.

હાજી પંડિતના દાદા મોટે-અશક્ત, ઔલાદ-વ્યસ્ત ધનિકોને અંગ્રેજોના જમાનામાં તીર્થ-યાત્રા કરાવતા હતા. હાડી પંડિતના પિચા બસેસર પંડિતના ઘરે છાપરા, ચાર ખુર્શી, એક ટેબલ અને લોખંડના એક બોર્ડ પર છૂટક પેઈન્ટર દ્વારા લખવામાં આવ્યું હતું કે, 'શ્રી બૃજ તીર્થ-યાત્રા સંસ્થાન'માં જુગાડ-જનિત વ્યવસ્થા. અમારા કસ્બામાં 'તીરથ કંપની' કહેવા છે. હવે તમારી જીજ્ઞાસાનો સૂંચકઆંક નેતાઓની લાલસાની જેમ હદ બહાર થઈ જાય તે પહેલાં આવું છું તેમના ચોંકાવનારા નામ 'હાજી પંડિત' પર. હકીકતમાં તેમના પિતાના તીર્થ-યાત્રા વેપારમાં આવેલી અચાનક અરુચીના કારણે પંડિતને કિશોરાવસ્થામાં જ પિતાજીનો ધંધો સંભાળવો પડ્યો હતો. હાજી પંડિતનું પુરૂ નામ કૃષ્ણગોપાલ કૌશિક છે. પ્રખંડ કનૈયા ભક્ત માએ દૂધમાં ઘોળાયેલા કેસરના કાશ્મીરી રંગવાળા બાળકનું નામ પણ સાંવરે રાખી દીધું હતું. યુવાનીના સમયમાં શેરી અને સંબંધીઓમાં હાજી પંડિત 'કાન્હા-કૃષ્ણ-ગોપાલ-કીરસન-ગુપાલ' જેવા સંબોધનથી ઓળખાવા લાગ્યા. પરંતુ મુસ્લિમ ગ્રાહકોને સફળતાપૂર્વ હજ કરવા લઈ જવાની તેમની પ્રવૃતિઓના કારણે સર્વથા નવું નામ આપી દીધું જે હરિદ્વારની હોટલથી લઈને ગંગાસાગરની ધર્મશાળાઓમાં અને દિલ્હીના હજ ટર્મિનસથી લઈને સાઉદીમાં ભારતીય હાજીઓના ટેન્ટ સુધી 'હાજી પંડિત' તરીકે ઓળખાવા લાગ્યા. તેમની ટીપ્પણીઓનો ઉલ્લેખ એટલા માટે કારણકે રજા રાખ્યા વિના સવારે દુકાન ખોલવા જતા અને સાંજે દુકાન મંગલ કરીને પરત થતા સમયે હાજી પંડિત મારા ઘરે જ હોય. એ વાતથી અજાણ કે હું ઘરે છું કે નહીં. હું મળું, શ્રીમતીજી કે પુત્રી. તેઓ પિતાજી-માતાજીને રસ્તામાં મળી જાય કે મારા માળી, રસોઈયા-મેનેજર-ગાર્ડની કુંડળી જોઈ આપતા. ઘરમાં હાજર કોઈ પણ પ્રાણી હાજીભાઈથી ઓછામાં ઓછું એક કલાક તો પ્રવચન પીડિત થાય જ છે.આજે સવારે તેઓ આવી ચડ્યા અને બોલવા લાગ્યા, સસુર કર્ણાટકનું નાટક ચૂંટણી પછી પણ એટલું જ રંગીન છે, જેટલું પહેલાં ભાગમાં હતું. હવે જોવાનું છે કે, આ નૌટંકી ઉન્નીસના લોકસભામાં આવતા આવતા અઢાર પર્વોના મહાભારતમાં ન ફેરવાઈ જાય તો કહેજો. અને એક તમે છો મહાકવિ (મને શરમનો અહેસાસ કરાવવા તેમની પાસે મારા માટે જે પણ સંબોધન હતા તેમાંથી મહાકવિ એક અચૂક તીર છે), દેખીને પણ જોતા નથી.

અમ્મા આટલી ઈમાનદારી અને સત્યાવાદિતા શરમનજક છે. તેમની આ વાત સાંભળીને પ્રભાવિત થયા વગર મે કહ્યું, હવે કોઈ પણ પાર્ટીને બહુમત ન મળે તો તેમાં ગવર્નર સાહેબ શુ કરી શકે ભાઈ? તમે પણ નકામા, 'લોકતંત્ર જોખમમાં છે' તેવા ફોબિયામાં જીવી રહ્યા છો. ત્યારે તેઓ બોલ્યા, વાત તો તમારી પણ સાચી છે યાર, કર્ણાટકમાં સત્તાની છોકરી અનૈતિક નીકળી તો ભાજપીઓ સિટી મારવા લાગ્યા અને કોંગ્રેસ શું ખઈને પથ્થર મારતી, જે પોતે આઠ વર્ષમાં સો વાર લોકતંત્ર અને તેની નૈતિકતાને રસ્તા ઉપર બેસાડી ચૂકી છે. અને તમારાવાળાઓની તો હિંમત-ઔકાતને આ જ કોંગ્રેસનો 100 કરોડી અજગર ખાઈ ગઈ છે. મે કહ્યું- હવે તો બહુમતી પરીક્ષણ પણ થઈ ગયું. સવાર સવારમાં શું કરવા આખી દુનિયાને ગાળો આપો છો. તેમણે કહ્યું - બહુમતનું તો કહેશો જ નહીં, બિચારા રાહુલને વહુ તો મળતી નથી, બહુમતી પણ જેમ-તેમ જુગાડથી મળી છે અને બીજો છે તે ન વહુની સાંભળે ને બહુમતની. હશે, આપણે શું? જઉં છું. જરા હું પણ મારી દુકાન સજાવી લઉં, કર્ણાટરમાં તો મોટા મોટા શાહોએ તેમની દુકાનો ખોલી જ લીધી છે, ત્યારે તમે આ શેર સાંભળો મહાકવિ-

મતદાર વિચારે છે કે એમએલની કરી લીધી પસંદગી,
વોટર યે સોચતા હૈ કિ એમએલએ જો ચુના,
ઉનકા કબાડ હૈ યા ઇનકા કબાડ હૈ?
ઉન્નીસ કે નાટક કા રિહર્સલ હૈ કર્ણાટક,
સરકાર બન ગઈ હૈ પર જારી જુગાડ હૈ!
મેં રાહતનો શ્વાસ લીધો, તમે પણ લો!

X
પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસની વ્યંગાત્મ શ્રેણીનો પ્રથમ લેખપ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસની વ્યંગાત્મ શ્રેણીનો પ્રથમ લેખ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App