મહાભારત 2019 ગ્રાઉન્ડ રિપોર્ટ: મોદી સમક્ષ ત્રણ મોટા પડકાર

સપા-બસપાનું સંભવિત ગઠબંધન, જાટ અનામત, ભાજપ સાંસદોથી નારાજગી

Lucknow | Updated - May 19, 2018, 03:44 AM
ભાજપ સાંસદોથી નારાજગી- ફાઈલ
ભાજપ સાંસદોથી નારાજગી- ફાઈલ

લખનઉ: ચૂંટણીથી ઠીક 1 વર્ષ પહેલાં ભાસ્કરે ઉત્તરપ્રદેશના 75માંથી 40 જિલ્લામાં મતદાતાઓના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. સામે આવ્યું કે ભાજપ સાંસદો પ્રત્યે લોકોની નારાજગી પાર્ટી માટે મોટી મુશ્કેલી બની શકે છે. જોકે મોટા ભાગના લોકો મોદીની કાર્યશૈલીથી ખુશ છે.

* ​સૌથી વધુ લોકસભા સીટવાળા અને રાજકીયરૂપે મહત્ત્વપૂર્ણ ઉત્તરપ્રદેશથી 52 ગ્રાઉન્ડ રિપોર્ટની શરૂઆત

પશ્ચિમ યુપીમાં 5 સાંસદો ગુમ એવાં પોસ્ટર લાગી ચૂક્યાં છે- રવિ શ્રીવાસ્તવ


લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ યુપીમાં સૌથી મોટો મુદ્દો જાટોને અનામત હોઈ શકે છે. બાગપણ, મેરઠ, શામલીથી લઈને મુરાદાબાદ અને અમરોહાના ચૌધરી સુરેન્દ્ર સિંહ કહે છે કે 2014માં પણ અમને વાયદો કરાયો પરંતુ કંઈ ના થયું. સાથે બેઠેલા ચૌધરી પવનસિંહ કહે છે કે ખેડૂતોની વાત કોઈ સાંભળતું જ નથી. ચૂંટણી આવે છે ત્યારે નેતા આવે છે. સહારનપુરમાં ભીમ આર્મીનો મુદ્દો ચર્ચામાં છે. ભીમ આર્મીના જિલ્લાધ્યક્ષના ભાઈનું શંકાસ્પદ મોત થયું. આરોપ છે કે હત્યા ઠાકુરોએ કરી છે. આ મુદ્દાથી દલિત વોટર ભાજપથી નારાજ છે.

18% જાટ 5થી 6 લોકસભા સીટ પ્રભાવિત કરી શકે. અનેક જિલ્લામાં વસતી 40% સુધી છે.


5 લોકસભા સીટો પર તો ‘સાંસદ ગુમ છે’ નાં પોસ્ટર પણ લાગી ચૂક્યાં છે. સાંસદથી નારાજગી સંભલ-અલીગઢમાં પણ જોવા મળી. મથુરાનાં સાંસદ હેમામાલિનીથી પણ લોકો નારજા છે. મુરાદાબાદના સપાના પ્રદેશ સચિવ ડી.પી. યાદવ કહે છે કે આ વખતે ચૂંટણી રાષ્ટ્રવાદી ભાવના સાથે સાથે દલિતોના મુદ્દે, સહારાનપુરમાં થયેલી હિંસાને લઇને લડાશે.

અવધમાં વિકાસની જરૂર અને રોજગાર મોટો મુદ્દો છે- આદિત્ય તિવારી


ફૈજાબાદની પ્રજા કહે છે કે યોગી અહીં વિકાસ પર ધ્યાન આપી રહ્યા છે. જનતાની માગણી છે કે 2019ની ચૂંટણી બ્યૂગલની શરૂઆત અયોધ્યાથી થાય. રામમંદિરનો મુદ્દો ફરી ઊઠશે. જોકે લોકો તેના પર વધારે વાત કરવા નથી માગતા. અહીં વાત વિકાસ પર વધારે થઈ. અવધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મનોજ દીક્ષિત કહે છે કે અયોધ્યામાં રોકાવા લાયક કોઈ સારી હોટલ નથી. લોકો આવે છે સાંજે ફૈજાબાદ જતા રહે છે.

25% દલિત સામાન્ય વર્ગ- 16% , પછાત જાતિ- 35% અને મુસ્લિમ 18% છે અને 6% અન્ય છે.


નરેન્દ્ર દેવ કૃષિ યુનિ.ના પ્રોફેસર ડો. ડી.કે.દ્વિવેદી કહે છે કે અવધ ઉપજાઉ જમીન તથા સહજ ભૂમિગત જળવાળું ક્ષેત્ર છે પરંતુ અહીં ફળ-શાકભાજી માટે મોટું બજાર નથી. નાનપારાના ડો.નિશિથ સાહુ કહે છે કે અયોધ્યા,બહરાઈચ, ગોંડા-બલરામપુરની ગણતરી પછાત વિસ્તારોમાં જ થાય છે. અહીં રાજનાથના ગૃહક્ષેત્ર લખનઉમાં તેમનાથી વધારે મોદી મેજિક દેખાયો. સપાના રાજ્યસભા સાંસદ જાવેદ અલી કહે છે કે સપા-બસપાનું ગઠબંધન ફક્ત નેતાઓનું નહીં પ્રજાનું ગઠબંધન છે. પ્રજા તેને સ્વીકારી રહી છે.

આગળ વાંચો: પૂર્વાંચલમાં લોકો ઈચ્છે છે કે યોગી આદિત્યનાથ ખુદ લડે- અમિત મુખર્જી

સપા-બસપાનું સંભવિત ગઠબંધન- ફાઈલ
સપા-બસપાનું સંભવિત ગઠબંધન- ફાઈલ

પૂર્વાંચલમાં લોકો ઈચ્છે છે કે યોગી આદિત્યનાથ ખુદ લડે- અમિત મુખર્જી 

 

મોદી ખુદ પૂર્વાંચલની વારાણસી સીટથી સાંસદ છે. મોદી અને મનોજ સિંહાના ક્ષેત્ર ગાજીપુરને છોડી મોટા ભાગના લોકસભા ક્ષેત્રોમાં પ્રજા સાંસદથી નારાજ છે. ચંદૌલી લોકસભા ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેનું ક્ષેત્ર છે. લોકો કહે છે કે સાંસદ 4 વર્ષમાં ક્યારેય પ્રજાને નથી મળ્યા. 

 

25% નિષાદજાતિના વોટર જેમની પૂર્વાંચલ જ નહીં યુપીની 35 સીટો પર મહત્ત્વની ભૂમિકા છે.


ગોરખપુરની પ્રજા યોગીને સાંસદ તરીકે જોવા માગે છે. રેલવે સ્ટેશન સામે હોટલ ચલાવતા શ્યામદાસ કહે છે કે અહીં યોગી ઉપરાંત કોઈ પણ લોકસભા ચૂંટણી લડશે તો ગોરખપુર સીટ ફરી ભાજપ હારી જશે. નિષાદ જાતિના વોટર યોગીને જ વોટ કરવા માગે છે. ગોલ બજારમાં દુકાન ચલાવનારા નંદગોપાલ કહે છે કે યોગી નહીં લડે તો દેવરિયા, મહારાજગંજ, બસતી, સિદ્ધાર્થનગર, સહિત 9 બેઠકો પર ભાજપની વિજય સરળ નહીં હોય. સપા સાંસદ પ્રવીણ નિષાદ કહે છે કે અમે ફરી એકવાર ચૂંટણી જીતીશું. 4 લાખ નિષાદ વોટર છે. દર વર્ષે 20 થી 30 જિલ્લા પૂરમાં ડૂબી જાય છે. ઈન્સેફેલાઈટિસથી 12 જિલ્લામાં એક લાખથી વધુ મોત થઈ ચૂકી છે.

 

ગઠબંધન અંગે પાર્ટીઓમાં ચર્ચા

 

સપા પ્રવક્તા એમએલસી સુનીલ સાજન કહે છે કે સપા-બસપા ગઠબંધન થશે. જ્યારે પૂર્વ સપા મંત્રી રાજકિશોર સિંહ કહે છે કે સીટ વહેંચણીનો વિવાદ નહીં થાય. આ મામલે બસપાના પ્રદેશ અધ્યક્ષ રાઅચલ રાજભર કહે છે કે ગઠબંધન પર અંતિમ નિર્ણય બહેનજી કરશે. ભાજપ પ્રવક્તા શલભમણિ ત્રિપાઠી કહે છે કે પ્રજા ગઠબંધનના સ્વાર્થને જાણે છે. કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂત કહે છે કે ગત ચાર વર્ષમાં મોદી સરકારે જે પણ કર્યુ તે કામ કોંગ્રેસ  સરકારના સમયના છે. મોદી સરકારમાં જીરો ટોલરન્સના દાવા પોકળ સાબિત થયા છે.

 

આગળ વાંચો: ઉત્તરપ્રદેશ એક નજરે

જાટ અનામત- ફાઈલ
જાટ અનામત- ફાઈલ

ઉત્તરપ્રદેશ એક નજરે

- વસતી- 22.07 કરોડ

- લોકસભા સીટ-80
- ભાજપ-68
- અપના દળ-2
- સપા-7
- કોંગ્રેસ-2
- ખાલી સીટ-1

 

(કૈરાના સીટ સાંસદ હુકુમ સિંહના નિધન બાદખાલી થઇ છે)

 

બુંદેલખંડ : રોજગાર, પલાયન, પાણીનો મુદ્દો

 

બુંદેલખંડમાં ઝાંસી, જાલૌન, હમીરપુર અને બાંદા ચાર સીટ છે. ઝાંસી કેન્દ્રીય વિદ્યાલયના પ્રોફેસર ડો. સુનલી તિવારી કહે છે કે અહીં માઈનિંગનું કામ જોરશોરથી ચાલે છે. તેમ છતાં રોજગારની તક ઘટીરહી છે. પલાયનની સમસ્યા વધી રહી છે. ઉમા ઝાંસીથી સાંસદ છે અને તેમણે અહીંના પરંપરાગત જળ સ્ત્રોત બચાવવાની વાત કહી હતી પરંતુ 4 વર્ષ થઈ ગયા પણ શરૂ જ નથી થયું. પહુજ નદીને દત્તક લીધી હતી તેની સ્થિતિ 4 વર્ષ બાદ પણ દયનીય છે.

X
ભાજપ સાંસદોથી નારાજગી- ફાઈલભાજપ સાંસદોથી નારાજગી- ફાઈલ
સપા-બસપાનું સંભવિત ગઠબંધન- ફાઈલસપા-બસપાનું સંભવિત ગઠબંધન- ફાઈલ
જાટ અનામત- ફાઈલજાટ અનામત- ફાઈલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App