Home » National News » Latest News » National » Mahabharat 2019 Groud Reoport Kolkata On Mamta Benerjee And BJP

મમતાએ ડાબેરીઓને પછાડ્યા તે જ રીતે ભાજપ પોતાનો પાયો મજબૂત કરી રહ્યો છે

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 12:33 AM

ભાજપ વિરુદ્ધ તૃણમૂલ અને ડાબેરીઓ સાથે નહીં આવે, કોંગ્રેસ ગમે તે કરવા તૈયાર

 • Mahabharat 2019 Groud Reoport Kolkata On Mamta Benerjee And BJP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કોલકાતા: અહીં ભાડાની બધી ટેક્સીઓ પર નો રિફ્યુઝલ લખ્યું છે એટલે કે ઈનકાર નહીં. જે કહ્યું કરો. તે મમતા બેનરજીએ લખાવ્યું છે. ખરેખર આ યાત્રીઓની સુવિધા માટે છે પરંતુ આ સરકાર અને તૃણમૂલ કોંગ્રેસના સંપૂર્ણ મિજાજની પણ એટલી જ સાક્ષી પૂરે છે કે તેનાથી ઈનકાર કે અવગણના જરાય સાંખી લેવાય નહીં. તેણે સ્થાનિક એકમની ચૂંટણીમાં જાહેરમાં જણાવ્યું કે કેવી રીતે લોકોને પોતાની વાતથી સંમત કરી લેવાય છે. જોકે એક છત્ર રાજ્યમાં એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપમાં આંતરિક સમજૂતી છે?

  જાણકારો કહે છે કે ભાજપ, બંગાળમાં આ રણનીતિ પર આગળ વધે છે કે પહેલાં મમતાથી કોમરેડોનું રાજ સમાપ્ત કરાવો પછી મમતાને ટારગેટ કરીને પોતાના માટે જગ્યા બનાવો. ભાજપની લાઈન સફળ છે. 34 વર્ષ સતત રાજ કરનારા કોમરેડોને ત્રીજા-ચોથા પગથિયે ધકેલી દેવા મજાકની વાત નથી. માકપાના મહાસચિવ સીતારામ યેચુરી કહે છે કે બંને જાણીજોઈને એવું કરી રહ્યા છે. તેમની વચ્ચે ગુપ્ત સમજૂતી છે. મમતાના પરિજનો પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ? ચીટફંડ કંપનીના કૌભાંડ જેવા અનેક મામલા છે પરંતુ કેન્દ્રીય એજન્સીઓ શું કરી રહી છે?

  માકપા નેતા એ.બી. વર્ધન પણ આ જ વાત કહે છે.- ભાજપ સાથે સમજૂતી હેઠળ તૃણમૂલ તેને બંગાળમાં ભારે ચાલાકીથી મજબૂત બનાવી રહી છે. જોકે ભાજપના રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય આરોપો નકારે છે અને કહે છે કે તે પોતાનો દોષ અમારા માથે ઢોળે છે. લોકોએ કોમરેડોને તેમના કામને કારણે નકાર્યા છે. તૃણમૂલના પ્રદેશ મહાસચિવ પાર્થ ચેટરજી કહે છે કે માકપા નેતા ભાજપને એટલા માટે મજબૂત બતાવી રહ્યા છે કેમ કે તેમની સ્થિતિ સારી નથી. તે આ વાતથી બોખલાઈ ગયા છે કે માકપા સમર્થક ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. બશીરહાટમાં સાંપ્રદાયિક હિંસા, રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરી મામલે પણ આ જ વાત કહેવાય છે.

  લોકસભા બેઠકોની દૃષ્ટિએ ચોથા સૌથી મોટા રાજ્યમાં શું ચાલી રહ્યું છે

  ભાજપ-સંઘ આમ આગળ વધી રહ્યા છે
  ભાજપે લોકસભા ચૂંટણી માટે એજન્ડા જારી કર્યો છે- ‘ઇબાર બાંગ્લા’ (આ વખતે બંગાળ.) તે આ મનોભાવમાં એમ જ નથી આવ્યો. મમતા સામે ભાજપ-સંઘ લગભગ એવા જ રસ્તા અજમાવી રહ્યા છે કે જેનાથી ક્યારેક મમતાએ ડાબેરીઓની સરકાર હટાવવા માટેનો પાયો મજબૂત કર્યો હતો. તેઓ અહીં સતત વિસ્તરી રહ્યા છે, મજબૂત થઇ રહ્યા છે.

  સંઘ: શાખાઓ 7 વર્ષમાં 3 ગણી વધી

  અહીં આરએસએસ મજબૂત થઇ રહ્યું છે. 7 વર્ષમાં તેની શાખાઓ ત્રણ ગણી વધી છે. 2011માં 580 શાખા હતી, હવે 1700થી વધુ છે. મિદનાપોર, બીરભૂમ, મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં શાખાઓ વધી છે. તેનાથી 2019માં ભાજપને ફાયદો થઇ શકે છે. 2014માં તેને માત્ર 2 બેઠક મળી હતી. સીપીએમ જેટલી.

  2019 માટે 4 મોટા પક્ષોની રણનીતિ : હાલની સ્થિતિ અને ભાષા

  ‘અમારો નારો મોદી હટાવો, દેશ બચાવો; તૃણમૂલ હટાવો, બંગાળ બચાવો. બન્ને એક સિક્કાના બે પાસાં.
  - યેચુરી (સીપીએમ)
  ‘હવે નિશાન ભાજપ છે. અમે ભાજપ વિરુદ્ધ નાના પક્ષોની એકતાની તરફેણમાં છીએ પણ સીપીએમ સાથે તાલમેલ નહીં થાય.
  - પાર્થ (તૃણમૂલ કોંગ્રેસ)
  ‘મમતા વડાપ્રધાન બનવાનું સપનું છોડે. લોકોએ ડાબેરીઓથી બચવા તૃણમૂલનો સહારો લીધો. હવે તેનાથી કંટાળી ગયા છે.
  - વિજયવર્ગીય (ભાજપ)
  ‘બધા ભાજપને રોકવાની પહેલ કરે. હાઇકમાન્ડનો નિર્ણય માનીશું. સ્થાનિક મુદ્દા કે સ્થિતિ ધ્યાનમાં નહીં રાખીએ.
  - અધીર ચૌધરી (કોંગ્રેસ)

  27% મુસ્લિમો મમતા અને ભાજપ બંને માટે મુદ્દો

  બંગાળમાં અંદાજે 27% મુસ્લિમો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ કહે છે, મમતા બેનર્જી આ મુસ્લિમોને તુષ્ટ કરવાના ઉપાય કરે છે. વાત મોહર્રમના દિવસે મા દુર્ગાની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધની હોય કે સંઘના વડા, ભાજપ પ્રમુખના કાર્યક્રમોને મંજૂરી ન આપવાની હોય, ભાજપ આને મોટા મુદ્દા બનાવતો રહ્યો છે.

 • Mahabharat 2019 Groud Reoport Kolkata On Mamta Benerjee And BJP
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ