Home » National News » Latest News » National » TamilNadu Vedanta Sterlite copper unit news and updates

તૂતીકોરિનમાં ફરી હિંસાઃ 1નું મોત, 3 ઘાયલ, દેખાવકારોએ બસ સળગાવી

Divyabhaskar.com | Updated - May 23, 2018, 03:14 PM

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે તૂતીકોરિનમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટરના નિર્માણ પર રોક લગાવી

 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  બુધવારે પ્રદર્શનકારીઓએ એક બસ સળગાવી હતી

  ચેન્નાઈઃ તામિલનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટનો હિંસાત્મક વિરોધ પ્રદર્શન બુધવારે સવારે ફરી જોવા મળ્યો. હોસ્પિટલની બહાર જ લોકોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. જેમાં એકનું મોત નિપજ્યું છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બેકાબૂ બનેલી ભીડે એક બસ પણ સળગાવી દીધી છે. મંગળવારે થયેલી હિંસામાં 12 લોકોના મોત થયા હતા. તો આ વિરોધ પ્રદર્શન મુદ્દે પણ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે ભાજપ અને RSS પર નિશાન સાધ્યું છે, જ્યારે ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ કોંગ્રેસ નેતા ચિદમ્બરમને આ મુદ્દે જવાબ આપવાનું કહ્યું છે. જ્યારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે તુતીકોરિનમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝના નવા કોપર સ્મેલ્ટરના નિર્માણ પર રોક લગાવી દીધી છે. તો આ વચ્ચે તામિલનાડુ સરકારે તુતીકોરિન હિંસાની તપાસ માટે રિટાયર્ડ જજ અરૂણા જગદીશનની નિમણૂંક કરી છે.

  વેદાંતના વિરોધ વચ્ચે રાજકારણ શરૂ


  - તુતીકોરિનમાં મંગળવારે પ્રદર્શનકારીઓ પર થયેલાં ફાયરિંગ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે.
  - એક તરફ તામિલનાડુના મોટા નેતાઓ જેવાં કે સ્ટાલિન, વાઈકો, થિરૂમવાલન, માર્યા ગયેલા લોકોના પરિવારને મળી શકે છે.
  - DMKએ 25 મેનાં રોજ 12 લોકોના મોતના વિરોધમાં ઓલ પાર્ટી પ્રોટેસ્ટનું એલાન કર્યું છે.
  - તો અભિનેતામાંથી રાજકારણી બનેલા મક્કલ નિધિ મઈઅમના ચીફ કમલ હાસન તુતીકોરિન પહોંચ્યા હતા જ્યાં તેઓ હોસ્પિટલ પહોંચી ઘાયલ થયેલાં પ્રદર્શનકારીઓના ખબર અંતર પૂછ્યા હતા.
  - આ ઉપરાંત માર્યા ગયેલાં લોકોના પરિવારને મળી સાંત્વના આપી હતી.
  - કમલહાસને કહ્યું કે, "આપણ જાણવું જ જોઈએ કે આ ફાયરિંગના ઓર્ડર કોણે આપ્યાં હતા. આ માંગણી હું નથી કરી રહ્યો પરંતુ ભોગ બનનારના પરિવારના લોક કરી રહ્યાં છે. માત્ર નાણાંકિય સહાયની જાહેરાત કરવી તે કોઈ સમસ્યાનું સમાધાન નથી. હકિકતે આ ઈન્ડસ્ટ્રીઝને બંધ કરવી જોઈએ જે ત્યાંના લોકો માગ કરી રહ્યાં છે."

  રાહુલે પણ કર્યું ટ્વીટ


  - રાહુલ ગાંધીએ આ વિરોધ પ્રદર્શનના બહાને BJP અને RSS પર નિશાન સાધ્યું છે.
  - રાહુલે તામિલમાં ટ્વિટ કરી કહ્યું કે, "તામિલોની હત્યા કરવામાં આવી કેમકે તેઓએ RSSની વિચારધારાને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો."
  - રાહુલે આગળ લખ્યું કે, "RSS અને મોદીની ગોળીઓથી તામિલોની ભાવનાઓને કચડી ન શકાય. તામિલ ભાઈઓ અને બહેનો અમે તમારી સાથે છે."
  - અંગ્રેજીમાં કરાયેલી એક ટ્વીટમાં રાહુલે કહ્યું કે, "સ્ટલાઈટ પ્રોટેસ્ટ દરમિયાન પોલીસે લોકોને મારવાની ઘટના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનું એક ક્રુર ઉદાહરણ છે."
  - કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, "અન્યાય વિરૂદ્ધ પ્રદર્શન કરવાને કારણે આ નાગરિકોની હત્યા કરવામાં આવી. મારી સંવેદનાઓ માર્યા ગયેલાં લોકોના પરિવાર સાથે છે."

  સ્વામીએ સાધ્યું ચિદમ્બર પર નિશાન


  - ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સ્ટરલાઈટ પ્રોટેસ્ટને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ પર નિશાન સાધ્યું છે.
  - સ્વામીએ કહ્યું કે, "સ્ટરલાઈટ પ્રદર્શન મામલે પી. ચિદમ્બરમે જવાબ આપવો જોઈએ. તેઓ ઘણાં વર્ષો સુધી કંપનીમાં પેઈડ ડાયરેકટર રહ્યાં છે. તમામ દસ્તાવેજો પણ છે. તેઓએ હવે સ્ટરલાઈટ તરફથી બોલવું જોઈએ."

  કેન્દ્રએ માંગ્યો રિપોર્ટ


  - આ વચ્ચે ગૃહ મંત્રાલયે તામિલનાડુ સરકાર પાસે સમગ્ર મામલા અંગેનો રિપોર્ટ માંગ્યો છે.
  - સ્ટરલાઈટ કંપની વિરૂદ્ધ પ્રદર્શનોમાં 12 લોકોએ જીવ ગુમાવ્યાં હતા જ્યારે અનેક ઘાયલો થયા હતા.
  - હાલ તો તુતીકોરિમાં કલમ 144 લગાવવામાં આવી છે. અને વિસ્તારમાં 2000થી વધુ પોલીસ ટીમ તૈનાત છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  ટોળાને કાબૂમાં લેવા પોલીસનો મોટો કાફલો તુતીકોરિનમાં તૈનાત છે
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  તુતીકોરિનમાં કલમ 144 લાગુ હોવા છતાં બુધવારે સવારે ફરી લોકો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસ અને લોકો વચ્ચે બુધવારે પણ અથડામણ થઈ હતી
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  રોષે ભરાયેલાં લોકોએ જનરલ હોસ્પિટલની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો સળગાવી દીધાં હતા
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  તુતીકોરિનમાં થયેલી હિંસાનો વિરોધ
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  રાહુલ ગાંધીએ ટ્વીટ કરી તુતીકોરિન ઘટનાની નિંદા કરી હતી
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  રાહુલ ગાંધીએ તામિલમાં ટ્વીટ કરી આ ઘટના માટે ભાજપ-RSS પર નિશાન સાધ્યું હતું
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાજપ સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ તુતીકોરિન મામલે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને આડે હાથ લીધા હતા
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  અભિનેતામાંથી રાજકારણી બનેલા મક્કલ નિધિ મઈઅમના ચીફ કમલ હાસને મૃતકના પરિવારજનો અને ઘાયલોને મળ્યા હતા
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘાયલોના ખબર અંતર પૂછતાં કમલ હાસન
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માત્ર નાણાંકિય સહાયની જાહેરાત કરવી તે કોઈ સમસ્યાનું સમાધાન નથી. હકિકતે આ ઈન્ડસ્ટ્રીઝને બંધ થવી જોઈએ- કમલ હાસન
 • TamilNadu Vedanta Sterlite copper unit news and updates
  હોસ્પિટલની બહાર ભારે ભીડ જોવા મળી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ