ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અન્નામુદ્રકના 18 ધારાસભ્યોની અયોગ્યતા વિશે ફરી આવશે ચૂકાદો| Madras High Court Delivers Verdict On Disqualification Of 18 AIADMK MLAs

  AIADMKના 18 અયોગ્ય MLAs પર HCનો ખંડિત આદેશ, નવા જજ લેશે નિર્ણય

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 04:16 PM IST

  ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્પીકરે આ ધારાસભ્યોની માન્યતા રદ કરી હતી
  • AIADMKના 18 અયોગ્ય MLAs પર HCનો ખંડિત આદેશ, નવા જજ લેશે નિર્ણય
   AIADMKના 18 અયોગ્ય MLAs પર HCનો ખંડિત આદેશ, નવા જજ લેશે નિર્ણય

   ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે અન્નામુદ્રકના 18 ધારાસભ્યોની અયોગ્યતા વિશે ખંડિત નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ ઈન્દિરા બેનર્જીએ સ્પીકરના નિર્ણયને યથાવત રાખ્યો હતો જ્યારે બેન્ચમાં સામેલ બીજા જજ એમ સુંદર આ નિર્ણય સાથે સહમત નહતા. હવે આ કેસ મદ્રાસ હાઈકોર્ટના સૌથી સીનિયર જજ એચ રમેશને મોકલવામાં આવશે. હવે એચ.રમેશ ધારાસભ્યોની યોગ્યતા વિશે નિર્ણય લેશે.

   અયોગ્ય ગણાવવામાં આવેલા ધારાસભ્યો શશિકલાના ભત્રીજાના ગ્રૂપના

   - અયોગ્ય ઠેરવવામાં આવેલા દરેક ધારાસભ્યો શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનના ગ્રૂપના છે. તેમણે વિશ્વાસમત પહેલાં જ મુખ્યમંત્રી કે. પલાનીસામી સામે બળવો કર્યો હતો. ત્યારપછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્પીકરે તેમની વિધાનસભા સભ્યતા રદ કરી દીધી હતી. આ નિર્ણય વિરુદ્ધ તેમણે હાઈકોર્ટમાં અજી કરી હતી. કોર્ટે આ કેસમાં નિર્ણય આવ્યો ત્યાં સુધી 18 સીટ પર પેટા ચૂંટણી કરાવવાનો અથવા વિધાનસભામાં વિશ્વાસમત પરિક્ષણ કરાવવા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

   તમિલનાડુ વિધાનસભાનું ગણીત


   કુલ સીટ- 234 ચૂંટાયેલા+ 1 (નોમિનેટેડ)
   અન્નામુદ્રક- 217
   અયોગ્ય ઠેરવવામાં આવેલા ધારાસભ્યો- 18
   વિપક્ષ- 99

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અન્નામુદ્રકના 18 ધારાસભ્યોની અયોગ્યતા વિશે ફરી આવશે ચૂકાદો| Madras High Court Delivers Verdict On Disqualification Of 18 AIADMK MLAs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `