Home » National News » Latest News » National » MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today

7 રાજ્યોમાં ખેડૂત આંદોલનઃ રસ્તા પર ફેંકી શાકભાજી, દૂધ સપ્લાય રોક્યો

Divyabhaskar.com | Updated - Jun 01, 2018, 01:40 PM

નારાજ ખેડૂતોએ જાહેરાત કરી કે, તેઓ ન દૂધ વેચશે ન ફળ અને શાકભાજી

 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  મહારાષ્ટ્રના પુનામાં ખેડૂતોએ દૂધના ટેન્કરોમાંથી દૂધ રસ્તા પર વહાવી દીધું.

  ભોપાલ: પંજાબ અને મધ્ય પ્રદેશ સહિત દેશના સાત રાજ્યોએ એક જૂનથી એટલે કે આજથી ખેડૂત આંદોલન શરૂ કરી દીધું છે. કિસાન યુનિયને તેમની માગણીઓ માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધ 10 દિવસનું ખેડૂત આંદોલન જાહેર કરી દીધુ છે. તે સાથે જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોએ શાકભાજી અને દૂધને શહેરની બહાર ન મોકલવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતોનું આ આંદોલન સરકાર દ્વારા ટેકાના ભાવના વાયદાને જલદી પુરૂ કરવા માટે છે.

  Live Updates


  - પુણેના ખેડશિવાપુર ટોલ પ્લાઝા પર ખેડૂતોએ 40 હજાર લિટર દૂધ રસ્તા પર ઢોળી દીધું.
  - મંદસૌરમાં આંદોલન શરૂ કરતા પહેલાં ખેડૂતો મંદિર પહોંચ્યા અને ભગવાનને દૂધનો અભિષેક કર્યો હતો.
  - રાષ્ટ્રીય કિસાન મહાસંઘે 130 સંગઠનો સાથે વિરોધ પ્રદર્શન અને હડતાળની જાહેરાત કરી દીધી છે.
  - ઝબુઆમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ખેડૂતોને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે.
  - મંદસૌરમાં સમગ્ર શહેરમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે જેથી ખેડૂત આંદોલન દરમિયાન શાંતિ રહી શકે.

  - પંજાબના ફરિજકોટમાં ખેડૂતોનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અહીં ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ પ્રદર્શીત કર્યો છે.
  - મંદસૌરમાં ખેડૂતો દ્વારા વધેલા દૂધમાંથી મીઠાઈ બનાવીને ગામના લોકો અને ખેડૂતોને વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો.

  MPમાં 11 ઝોનના આઈજીને વધારાની ફોર્સ આપવામાં આવી

  મધ્ય પ્રદેશમાં ખેડૂતોએ બંધના આંદોલનની જાહેરાત કરી છે. આ બંધ આજથી શરૂ થયો છે અને અંદાજે 10 દિવસ સુધી આંદોલન ચાલવાની શક્યતા છે. એક વર્ષ પહેલાં આ સમયે જ મધ્ય પ્રદેશમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. આ વખતે કોઈ દુર્ઘટના ન થાય તે માટે મોટાભાગના ટોલ પ્લાઝા ઉપર પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. 11 ઝોનના આઈજીને વધારાની ફોર્સ આપવામાં આવી છે. દિલ્હી દતા દુધને મંદસૌરમાં જ રોકી લેવામાં આવ્યું છે. રતલાલમાં 144 કલમ લગાવવામાં આવી હતી અને તેને 3 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. આ સિવાય મંદસૌર, નીમચની સાથે માલવા, બુંદેલખંડ અને મહાકૌશલના ખેડૂતોને સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

  20 ઝોનમાં વહેચાયું છે મંદસૌર, હાઈવેના 10 સેક્ટરમાં ભાગ પાડીને ફોર્સ તહેનાત કરવામાં આવી


  - આઈજી ઈન્ટેલિજન્સ મકરંદ દેઉસ્કરના જણાવ્યા પ્રમાણે મંદસૌર પોલીસે 20 ઝોનમાં શહેરની વહેંચણી કરી દીધી છે. 100 જગ્યા કેમેરા લગાવવામાં આવ્યા છે. મંદસૌર, રતલામ, નીમચને જોડનાર હાઈવેને 10 સેક્ટરમાં વહેંચીને ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
  - બીજી બાજુ આંદોલનના પહેલા દિવસે કિસાન કોંગ્રેસ કમિટી ધિરાણના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતોના ખેતરની માટી લઈને રતલામ પહોંચશે. ત્યારપછી આ કલશ યાત્રાને આજુબાજુના ગામમાં ફેરવવામાં આવશે. આ યાત્રા 6 જૂનના રોજ મંદસૌર પહોંચશે.

  આંદોલન દરમિયાન તોડફોડની આશંકા


  - ઈન્ટેલિજન્સને એવા ઈનપૂટ મળ્યા છે કે, આંદોલન દરમિયાન 6 જૂનના રોજ મંદસૌરમાં તોડફોડની આશંકા છે. તે માટે રાજ્યની પોલીસે સીમા પર ચેકિંગ પોઈન્ટ લગાવી દીધા છે. ચેકિંગ પોઈન્ટ પર રાજ્યમાં પ્રવેશ કરનાર ખેડૂતો પર નજર રાખવામાં આવશે. સ્ટેટ અને નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવશે.
  - બીજી બાજુ આંદોલનને દબાવવા માટે પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસ, અને કાર્યવાહીના કારણે ખેડૂતો વધારે ઉગ્ર થઈ ગયા છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર, ઉજ્જૈન, ગ્વાલિયર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ સંગઠવ મંજૂરી વગર ધરણાં કે પ્રદર્શન કરી શકે નહીં.


  સરકારની તૈયારી- સીએમએ મોડી રાતે પોલીસ ઓફિસરો સાથે કરી બેઠક


  - મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે રાતે અંદાજે 10 વાગે રાજ્યના અગ્રણી પોલીસ ઓફિસરો સાથે બેઠક કરી હતી. તેમાં આંદોલનને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ ઓફિસરોને કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતોને કોઈ તકલીફ ન થવી જોઈએ.
  - આ પહેલાં મુખ્ય સચિવ બીપી સંહે ગુરુવારે 15 જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. તેમાં અપ્રત્યક્ષ રીતે મુખ્ય સચિવે દરેક કલેક્ટર અને એસપીને કહ્યું હતું કે, અનાજ-કઠોળ ખીદતી વખતે ખેડૂતોને કોઈ પ્રકારની તકલીફ ન થવી જોઈએ. મંડીઓમાં ખેડૂતોની લાઈન ન લાગે તે પણ ધ્યાન રાખજો.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  હરિયાણામાં રસ્તા પર શાકભાજી ફેંકીને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન.
 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પંજાબમાં ખેડૂતોએ રસ્તાઓ પર દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો.
 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફેતહાબાદમાં ખેડૂતોએ દૂધને રસ્તા પર ફેંક્યું.
 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પંજાબના ફરીદકોટમાં ખેડૂતોએ શાકભાજી રસ્તાઓ પર ફેંકી સ્વામિનાથન કમિશનને અમલી કરવાની માંગ કરી.
 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિરોધ પ્રદર્શનને જોતા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
 • MPના ખેડૂતનું આજથી બંધનું એલાન| Madhya Pradesh farmers begin strike from today
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ