અમેરિકામાં હોસ્પિટલ ખોલવા માગતી હતી દીકરી, માતા-ભાઈની સાથે મળ્યું દર્દનાક મોત

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુરમાં રાઉ-રાવલઘાટ ફોરલેન પર મોડી રાત્રે અજ્ઞાત વાહને એક કારને ટક્કર મારી હતી.

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:27 PM
અકસ્માત કારના ફુરચા ઉડી ગયા હતા અને મૃતક નેહા
અકસ્માત કારના ફુરચા ઉડી ગયા હતા અને મૃતક નેહા

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુરમાં રાઉ-રાવલઘાટ ફોરલેન પર મોડી રાત્રે અજ્ઞાત વાહને એક કારને ટક્કર મારી હતી. દૂર્ઘટનામાં એક પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત નિપજ્યાં હતા. મૃતકોમાં માતા, દીકરો, દીકરી અને અન્ય એક યુવતી સામેલ છે. તમામ મૃતક બડવાની જિલ્લાના ગામ તલવાડા ડેબના રહેવાસી છે.

પીથમપુર (ઈન્દોર): મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુરમાં રાઉ-રાવલઘાટ ફોરલેન પર મોડી રાત્રે અજ્ઞાત વાહને એક કારને ટક્કર મારી હતી. દૂર્ઘટનામાં એક પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત નિપજ્યાં હતા. મૃતકોમાં માતા, દીકરો, દીકરી અને અન્ય એક યુવતી સામેલ છે. તમામ મૃતક બડવાની જિલ્લાના ગામ તલવાડા ડેબના રહેવાસી છે. ત્રણનાં મોત ઘટના સ્થળે થયાં હતા. જ્યારે એક મહિલાએ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો. કુલદીપની બે બહેનોના લગ્ન થઈ ગયા છે. માતાના ઈલાજ માટે ઈન્દોર આવ્યાં હતા. તો નેહાને 2016માં વડાપ્રધાન મોદીએ ઉત્કૃષ્ટ વિદ્યાર્થિની ગણાવી દોઢ લાખ રૂપિયાની રકમ આપી દિલ્હીમાં સન્માનિત કર્યાં હતા.

શું હતો મામલો?


- પોલીસના જણાવ્યા મુજબ પીથમપુરમાં 1 વાગ્યે સંજય જળાશય સ્થિત મુક્તિધામ પાસે કાર દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જેનાથી કારમાં સવાર કુલદીપ ગોલે (21 વર્ષ), બહેન સોનૂના પતિ મનીષ (26 વર્ષ) અને નજીકના ગામમાં રહેતી નેહા (20 વર્ષ)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
- જ્યારે કે કુલદીપની માતા નિર્મલાના પતિ રામગોપાલ (53 વર્ષ)એ મહૂના મધ્યભારત હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
- નેહા મેડિકલ કોલેજમાં ડેન્ટિસ્ટની છાત્રા હતી. બહેન સોનૂ ખરાડી તાલુકાના મહેશ્વરથી હાલમાં જ પોતાના પીયર આવી હતી.
- સીએસપી ડી.કે.તિવારીએ જણાવ્યું કે, "કારની અજાણ્યાં વાહન સાથે ટક્કર થઈ હતી. પોલીસે વાહનની તલાશમાં ટોલ નાકા અને અન્ય સ્થાનો પર શોધખોળ શરૂ કરી છે."
- વાહનમાંથી રોકડ રકમ અને ઘરેણાં મળ્યાં છે જેને પોલીસે જપ્ત કર્યાં છે.

PMએ કર્યાં હતા સન્માનિત


- નેહાને વડાપ્રધાન સન્માનિત કરી ચુક્યાં છે.
- નેહાના પિતા છતરસિંહે જણાવ્યું દીકરી ઘણી જ હોશિયાર હતી.
- અમેરિકામાં જઈને દાંતનું ક્લીનિક ખોલવા માગતી હતી. નેહા તેમની બીજા નંબરની દીકરી હતી. ઈલાજના માધ્યમથી ગરીબોની સેવા કરવા માગતી હતી.
- તેને શાસનની યોજના અંતર્ગત 2016માં અમેરિકામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ઉત્કૃષ્ટ વિદ્યાર્થિની તરીકે દોઢ લાખ રૂપિયાની રકમ આપીને તેને દિલ્હીમાં સન્માનિત કરી હતી.

વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

નેહાની માતા નિર્મલાબાઈ
નેહાની માતા નિર્મલાબાઈ
આ કારમાં ઈલાજ કરાવવા આવ્યાં હતા ઈન્દોર
આ કારમાં ઈલાજ કરાવવા આવ્યાં હતા ઈન્દોર
નેહાનો ભાઈ કુલદીપ
નેહાનો ભાઈ કુલદીપ
મૃતક સોનૂ
મૃતક સોનૂ
X
અકસ્માત કારના ફુરચા ઉડી ગયા હતા અને મૃતક નેહાઅકસ્માત કારના ફુરચા ઉડી ગયા હતા અને મૃતક નેહા
નેહાની માતા નિર્મલાબાઈનેહાની માતા નિર્મલાબાઈ
આ કારમાં ઈલાજ કરાવવા આવ્યાં હતા ઈન્દોરઆ કારમાં ઈલાજ કરાવવા આવ્યાં હતા ઈન્દોર
નેહાનો ભાઈ કુલદીપનેહાનો ભાઈ કુલદીપ
મૃતક સોનૂમૃતક સોનૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App