માધુરી BJPમાં/ લોકસભા ચૂંટણીમાં પુનાથી ઉમેદવાર બનવાની શક્યતા- સૂત્રો

પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે- પાર્ટી સૂત્રો

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 04:49 PM
madhuri dixit got bjp ticket pune on in 2019 loksabha elections source

- જૂન-2018માં શાહ 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ મુંબઈ પહોંચ્યા હતા અને માધુરી દિક્ષીત સાથે મુલાકાત કરી હતી

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં અભિનેત્રી માધુરી દિક્ષીતને પુના સીટથી ઉમેદવાર બનાવવાનું વિચારી રહી છે. નોંધનીય છે કે, બીજેપી અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જૂન મહિનામાં અભિનેત્રીના મુંબઈમાં આવેલા તેના ઘરે મુલાકાત પણ કરી હતી. જોકે તે સમયે શાહ 'સંપર્ક ફોર સમર્થન' અભિયાન હેઠળ મુંબઈ પહોંચ્યા હતા અને માધુરી દિક્ષીત સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમિત શાહે અભિનેત્રીને મોદી સરકારની ઉપબ્લધિ પણ ગણાવી હતી. રાજ્યના એક સીનિયર ભાજપ નેતાના જણાવ્યા પ્રમાણે માધુરીનું નામ પુના લોકસભા સીટ માટે પસંદ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમારુ માનવું છે કે, તેઓ પુના લોકસભા સીટ માટે સારા રહેશે. ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે, પાર્ટી ઘણી લોકસભા સીટ માટે ઉમેદવારોના નામ નક્કી કરી રહી છે અને તેમાં પુના સીટ માટે માધુરી દીક્ષિતના નામ વિશે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 2014માં ભાજપે પુના લોકસભા સીટ કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. અહીં ઉમેદવાર અનિલ શિરોલ ત્રણ લાખ વધુ મતથી જીત મેળવી હતી. માધુરી દીક્ષિતને પુનાથી ઉમેદવાર બનાવવાની યોજના વિશે ભાજપના એક સીનિયર નેતાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ તેમણે સ્થાનિક ચૂંટણીમાં દરેક ઉમેદવારોને બદલી દીધા હતા અને પાર્ટીને તે નિર્ણયનો લાભ પણ મળ્યો હતો.

X
madhuri dixit got bjp ticket pune on in 2019 loksabha elections source
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App