Home » National News » Latest News » National » ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari

મોદીએ કેમેરા શિફ્ટ કરાવી કહ્યું- આ IAS જાતે શૌચાલય સાફ કરે છે

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:49 PM

આ ટ્રેનની સ્પીડ 120 કિમી પર કલાક છે, 9000 ટન સુધી માલ ખેંચવાની ક્ષમતા ધરાવે છે આ ટ્રેન

 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ચંપારણમાં સ્પીચ દરમિયાન મોદીએ પ્રોટોકોલ તોડી સ્વચ્છતા સચિવ એય્યરના વખાણ કર્યા. (ફાઇલ)

  પટનાઃ ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી સમારોહના સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મોતિહારી પહોંચ્યા. અહીં 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ' અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પોતાની સ્પીચ દરમિયાન મોદીએ પ્રોટોકોલ તોડીને સ્વચ્છતા અને પેયજળ મંત્રાલયના સચિવ પરમેશ્વર જી. અય્યરના વખાણ કર્યા. તેઓએ મીડિયાને કહ્યું કે અય્યર પર પોતાનો કેમેરા ફોકસ કરે, કારણ કે આ તે શખ્સ છે, જે અમેરિકા છોડી ભારત આવ્યા. તેઓ જાતે શૌચાલય સાફ કરે છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીએ 10 એપ્રિલ 1917ના રોજ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. તેની યાદમાં ગયા વર્ષે તેનો શતાબ્દી સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો, બુધવારે તેનું સમાપન થયું.

  પ્રોટોકોલ તોડીને મોદીએ કર્યા સચિવના વખાણ


  - મોદીએ કહ્યું- થોડા સમય પહેલાં મને અમુક સ્વચ્છાગ્રાહી સાથીઓને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો. હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. તેમાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી છે. સ્વચ્છતાનું મહત્વ આપણી માતા-બહેનો અને દીકરીઓ વધારે સારી રીતે જાણે છે. આજે મને એક વ્યક્તિનું સન્માન કરવાનો મોકો મળ્યો. પરંતુ હું આજે પ્રશાસનિક મર્યાદાઓ તોડીને તેમની વાતનો ઉલ્લેખ કરવા માગુ છું. સરકારમાં કામ કરનાર અધિકારીઓ અનામ હોય છે. તેમની ઓળખ નથી થઈ શકતી. તેઓ પડદાની સામે નથી આવતા.
  - કેન્દ્ર સરકારમાં અમારા સચિવ પરમેશ્વરજી અય્યર આ કામને જોઈ રહ્યા છે. તેઓ આઈએએસની નોકરી છોડીને અમેરિકા જતા રહ્યા હતા. ત્યાં તેઓ શાંતિનું જીવન જીવતા હતા. અમારી સરકાર બન્યા પછી અમે ઘણાં લોકોને આમંત્રણ આપ્યું હતું. મને આનંદ છે કે તેઓ અમેરિકાનું શાંતિવાળું જીવન છોડીને ભારત પરત આવ્યા છે. મે તેમને સરકારમાં લીધા અને સ્વચ્છાગ્રહનું કામ આપ્યું છે.
  - હવે તેઓ વિવિધ જગ્યાએ જાતે જઈને શૌચાલય બનાવવાનું અને સાફ કરવાનું કામ કરે છે. આજે પરમેશ્વરજી મારા સાથી છે. હજારો સ્વચ્છાગ્રાહીઓ હોય તો મારો વિશ્વાસ દ્રઢ થઈ જાય છે કે બાપુનું સપનું પુરુ થઈ જશે. આપણે એવું સાંભળીએ છીએ કે ભગવાન હજાર હાથ વાળો હોય છે. પરંતુ હું નમ્રતા પૂર્વક કહું છું કે, હજારો સ્વચ્છાગ્રાહીઓ બેઠા હોય તો દેશનો વડાપ્રધાન પણ હજારો હાથ વાળો થઈ જાય છે.

  કોણ છે પરમેશ્વર અય્યર?


  - 56 વર્ષના પરમેશ્વર અય્યર યુપી કેડરના આઈએએસ ઓફિસર છે. તેમને 2016માં પેયજળ અને સ્વચ્છતા વિભાગના સચિવ બનાવ્યા હતા. મોદી સરકારે તેમને સ્વચ્છતા ભારત મિશન અને વર્લ્ડ બેન્ક પ્રોજેક્ટ વચ્ચે તાલમેલ બનાવવાની જવાબદારી આપી હતી.
  - 2009માં નિવૃતી લઈને ઐય્યરે જલ સૂરજ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો અને ત્યારપછી વર્લ્ડ બેન્ક જોઈન કરી હતી.

  ત્રણ કસોટીઓ પર બિહારે દેશને રસ્તો બતાવ્યો


  મોદીએ તેમની સ્પીચમાં કહ્યું કે, છેલ્લા 100 વર્ષમાં ભારતે ત્રણ મોટી કસોટીનો સામનો કર્યો છે તે સમયે બિહારે જ દેશને રસ્તો બતાવ્યો છે. જ્યારે દેશ ગુલામીમાં હતો ત્યારે બિહારે જ મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા અને બાપુ બનાવ્યા હતા. સ્વતંત્રતા પછી જ્યારે કરોડો ખેડૂતો સામે ભૂમિહીનતાનું સંકટ આવ્યું ત્યારે વિનોબા ભાવેજીએ ભૂદાન આંદોલન કર્યું હતું અને ત્રીજી વખત જ્યારે દેશ પર લોકતંત્રનું સંકટ આવ્યું ત્યારે આ ધરતીના નાયક બાબુ જયપ્રકાશ નારાયણે લોકતંત્રને બચાવી લીધું હતું.

  સ્વચ્છાગ્રહીઓમાં ગાંધીનો અંશ, તેમને પ્રણામઃ ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પર મોદી

  - મોદીએ અહીં રિમોર્ટ દ્વારા રૂ. 1186 કરોડની 5 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને અહીં ગાંધી મેદાનમાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા 20 હજાર સ્વચ્છાગ્રાહીઓમાંથી ઘણાં લોકોને સન્માનિત કરવામાં આવ્યા.

  - અહીં 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ'ના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારમાં સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા અધિકારી પરમેશ્વર અય્યરના વખાણ પણ કર્યા હતા.

  - કહ્યું હતું કે, તેઓ અમિરાકની નોકરી છોડીને અહીં ભારત આવ્યા છે. તેઓ જાતે જ શૌચાલય સાફ કરે છે. મહાત્મા ગાંધીએ 10 એપ્રિલ 1917માં ચંપારણનો સત્યાગ્રહ કર્યો હતો.

  મોદીએ ભોજપુરીમાં કરી ભાષણની શરૂઆત


  - મોદીએ અંદાજે 20 હજાર સ્વચ્છાગ્રાહીઓને આપેલા સંબોધનની શરૂઆત ભોજપુરમાં કરી હતી. ચંપારણ સત્યાગ્રહના સમયમાં ચંપારણના લોકોએ સાથે મળીને મહાત્મા ગાંધીએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આજે આપણે બાપુના અભિયાનને આગળ વધારી રહ્યા છીએ.
  - જે લોકોનું કહેવું છે કે, ઈતિહાસનું પુનરાવર્તન નથી થતું. તે લોકો અહીં આવીને જુવે કે 100 વર્ષ પહેલાંનો ઈતિહાસ આજે પણ આપણી સામે સાક્ષાત છે. મારી સામે જે સ્વચ્છાગ્રાહીઓ બેઠા છે જેમની અંદર ગાંધીના વિચાર-આદર્શનો અંશ જીવિત છે. હું આવા દરેક સ્વચ્છાગ્રાહીઓના અંદર રહેલા ગાંધીજીના અંશને પ્રણામ કરુ છું.

  ચંપારણ સત્યાગ્રહમાં મોદીએ સ્વચ્છાગ્રહીઓને કર્યું સંબોધન

  - પીએમએ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા અધિકારીઓની પ્રશંસા કરી
  - અમૃત યોજનાથી દોઢ લાખ લોકોને લાભ મળશે.
  - સ્વચ્છાગ્રહીઓમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે
  - બિહારમાં એક અઠવાડિયામાં 8.5 લાખ શૌચાલય બનાવવા આવ્યા
  - ટૂંક સમયમાં ગંગા શૌચ મુક્ત થયું છે.
  - સ્વચ્છાગ્રહીઓમાં આજે પણ ગાંધીજી જીવંત છે.
  - આજે 100 વર્ષ જૂનો ઈતિહાસ ફરી જીવંત થયો છે.
  - બિહારે જ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધી બનાવ્યા છે.

  - ગંગા સ્વચ્છ કરવી તે સરકારનું મિશન છે.

  - બિહારમાં ગંગાની સફાઈ માટે રૂ. 3000 કરોડની ફાળવણી કરી છે.

  - સરકાર જન-જનને જોડવાનું કામ કરી રહી છે, પરંતુ સરકારના કામમાં રોડા નાખવામાં આવી રહ્યા છે.

  આજે વડાપ્રધાન દેશના પહેલાં 12,000 હોર્સપાવર (એચપી)ના વિજળીના રેલ એન્જિનને લીલી ઝંડી બતાવશે. તે સાથે જ ભારત, રશિયા, ચીન, જર્મની અને સ્વીડન સહિત તે દેશોની હરોળમાં સામેલ થઈ જશે, જેની પાસે 12,000 એચપી અથવા તેનાથી વધારે ક્ષમતા વાળું રેલ એન્જિન છે. વડાપ્રધાન આ દિવસે મધેપુરા રેલવે ફેક્ટરીનું ઉદ્ધાટન પણ કરશે. નોંધનીય છે કે, ભારતીય રેલવે પાસે હાલ સૌથી વધુ ક્ષમતા વાળું 6000 એચપીનું રેલ એન્જિન છે.

  રૂ. 1186 કરોડની પરિયોજનાનો શિલાન્યાંસ કરવામાં આવ્યો


  - વડાપ્રધાન દ્વારા મોતિહારી નગર વિકાસની પાંચ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમાં અંદાજિત રૂ. 1186 કરોડનું રોકાણ કરવામાં આવશે.
  - તેમાં રૂ. 1164 કરોડ પટનામાં શરૂ થનારી 4 યોજનાઓ ઉપર ખર્ચ કરવામાં આવશે. તેનાથી અહીં 381.7 કિમી લંબાઈની 3 સીવરેજ નેટવર્ક તૈયાર કરવામાં આવશે. આ સિવાય મોતિહારીના મોતિઝીલનું પણ રિનોવેશન કરવામાં આવશે.

  આ કામ પણ શરૂ થશે


  - મોતિહારીની મોતિઝીલની સુંદરતા વધારવામાં 21.99 કરોડનો ખર્ચ થશે.
  - બેતિયા નગરમાં પરિષદ જલાપૂર્તિ યોજના
  - સુગૌલીમાં એલપીજી પ્લાન્ટ
  - મુઝફ્ફરપુરમાં સુગૌલી રેલવે લાઈનનો સુધારો
  - મોતિહારીમાં એલપીજી ટર્મિનલ
  - ચંપારણમાં હમસફર ટ્રેનનું ઉદ્ધાટન

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • ચંપારણ સત્યાગ્રહમાં મોદીએ સ્વચ્છાગ્રહીઓને કર્યું સંબોધન
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પટનામાં ગંગાના કલેક્ટ્રેટ ઘાટ પર સોમવારે રંગકર્મી સુરેશ કુમાર હજ્જુ ગાંધી અને તેમના સાથી મહાત્મા ગાંધીના ગેટઅપમાં ગંગામાં સ્વચ્છતા અભિયાન ચલાવવા પહોંચ્યા હતા. ચંપારણ્ય સત્યાગ્રહ શતાબ્દી સમારોહના આયોજનમાં થયેલા ખાસ કાર્યક્રમમાં હજ્જૂએ પહેલાં ગંગા જળ લઈને સ્વચ્છતાની શપથ લીધી હતી. પછી ગંગામાં તટ પર અને ત્યાંથી રસ્તા સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ મોતિહારીમાં ગાંધીજીની પ્રતિમાને આપી શ્રદ્ધાંજલિ
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી મોતિહારીમાં
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સીએમ નીતિશ કુમારે મોદીનું એરપોર્ટ પર કર્યું સ્વાગત
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બિહારમાં આજે 1186 કરોડની પરિયોજનાનો શિલાન્યાંસ કરવામાં આવશે
 • ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ,| Champaran Satyagraha Complete 100 years, Bihar, Modi, Motihari
  મોદી આજે દેશની પહેલી 12000 હોર્સપાવર રેલ એન્જિનનું કરશે ઉદ્ધાટન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ