Divya Bhaskar

Home » National News » Desh » Lovers committed suicide by hanging on tree in village in Badmer Rajasthan

સંબંધે નણદોઇ થતા પ્રેમી સાથે યુવતીએ કરી આત્મહત્યા, ગામના ઝાડ પર લગાવી ફાંસી

Divyabhaskar.com | Updated - May 13, 2018, 01:50 PM

એક યુવતીએ મોડી રાતે પોતાના પ્રેમી સાથે ઝાડ પર ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી

  • Lovers committed suicide by hanging on tree in village in Badmer Rajasthan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેમી સાથે યુવતીએ લગાવી ફાંસી.

    બાડમેર (રાજસ્થાન): જિલ્લાના સિણધરી વિસ્તારમાં એક યુવતીએ મોડી રાતે પોતાના પ્રેમી સાથે ઝાડ પર ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી. શનિવારે ખેજડીના ઝાડ પર દોરડાના ગાળિયા સાથે પ્રેમીયુગલની લાશ લટકતી જોઇને સનસનાટી મચી ગઇ.

    આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી

    - સેંકડોની સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા. સૂચના મળતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને શબોને ઉતારીને મોર્ચરી પહોંચાડવામાં આવ્યા.

    - આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ પ્રેમસંબંધોને કારણે આત્મહત્યા થઇ હોવાનું જણાવી રહી છે.

    આ છે મામલો

    - પોલીસે જણાવ્યું કે ઘટના સિણધરી ઉપખંડના સિણધરી ચારણાન ગામમાં આવેલા નિંબલી નાડીની નજીક બની છે. મૃતક ચૂનારામ જાટ જાગસા ગામનો રહેવોસી હતો

    - જ્યારે મૃતકા માંગી સિણધરી ચારણાન ગામમાં રહેતી હતી. ચૂનારામ સંબંધે માંગીનો નણદોઈ હતો.
    - તેઓ બંને શુક્રવારે મોડી રાતે ઘરેથી નીકળી ગયા. જેની પરિવારજનોને જાણ ન થઇ. શનિવારે વહેલી સવારે તેમની લાશ લટકેલી હોવાની સૂચના પર બંને પરિવારોમાં હોબાળો મચી ગયો.
    - પરિવારજનો રડતાં-કકળતાં સ્થળ પર પહોંચ્યા. હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

  • Lovers committed suicide by hanging on tree in village in Badmer Rajasthan
    પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending