• Home
  • National News
  • Desh
  • મુંબઈમાં યુવકે ચપ્પુથી ગળું કાપી કરી બારગર્લની હત્યા | Lover killed a bargirl in Mumbai cut her throat with knife

મુંબઈ: એકતરફી પ્રેમમાં નિષ્ફળ યુવકે કરી બારગર્લની હત્યા, ચપ્પુથી કાપ્યું ગળું

શહેરના અંધેરી વિસ્તારમાં બુધવાર રાત્રે એકતરફી પ્રેમમાં નિષ્ફળ એક તરંગીએ એક યુવતીની ચાકૂથી હત્યા કરી દીધી

divyabhaskar.com | Updated - Apr 08, 2018, 10:06 AM
કિસ્મત શેખે અનાબીબી પર ચાકૂથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધી.
કિસ્મત શેખે અનાબીબી પર ચાકૂથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધી.

મુંબઈ: એકતરફી પ્રેમમાં નિષ્ફળ યુવકે કરી બારગર્લની હત્યા, ચપ્પુથી કાપ્યું ગળું.શહેરના અંધેરી વિસ્તારમાં બુધવાર રાત્રે એકતરફી પ્રેમમાં નિષ્ફળ એક તરંગીએ એક યુવતીની ચાકૂથી હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પરંતુ ભીડે થોડા અંતરે આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે આરોપી પર હત્યાનો કેસ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ યુવતી ઝારખંડથી મુંબઈ આવી હતી અને અહીંયા બારગર્લ તરીકે કામ કરતી હતી.

મુંબઈઃ શહેરના અંધેરી વિસ્તારમાં બુધવાર રાત્રે એકતરફી પ્રેમમાં નિષ્ફળ એક તરંગીએ એક યુવતીની ચાકૂથી હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પરંતુ ભીડે થોડા અંતરે આરોપીને પકડીને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે આરોપી પર હત્યાનો કેસ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ યુવતી ઝારખંડથી મુંબઈ આવી હતી અને અહીંયા બારગર્લ તરીકે કામ કરતી હતી.

પબ્લિક બ્રિજ પર ચાકૂના ઘા મારી કરી હત્યા

- મામલો મુંબઈના અંધેરી વિસ્તારનો છે. મૃતક યુવતીની ઓળખ અનાબીબી અમીર શેખ (28) તરીકે થઈ છે. અનાબીબી પરિણીત છે અને તેને બે બાળકો છે.

- પોલીસના જણાવ્યા મુજબ, બુધવાર રાત્રે 10 વાગ્યે તે અંધેરી પબ્લિક બ્રિજ પરથી ઘરે પરત જઈ રહી હતી.
- આરોપી કિસ્મત શેખ ત્યાં પહોંચ્યો. કોઈ કંઈ સમજે તે પહેલા કિસ્મત શેખે અનાબીબી પર ચાકૂથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધી.
- વધુ લોહી વહી જવાના કારણે અનાબીબીનું ઘટનાસ્થળે જ મોત થયું.

મહિલા અને આરોપી બંને એક જ ગામના

- આરોપી કિસ્મત શેખ ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ભીડે આ માથાફરેલાને પકડીને તેને પોલીસને હવાલે કરી દીધો.

- પોલીસ મુજબ આરોપી અને મૃતક મહિલા એકબીજાને જાણતા હતા. ઉપરાંત તેઓ એક જ ગામના છે.
- થોડા દિવસ પહેલા જ મહિલા ઝારખંડથી મુંબઈ આવી હતી અને એક બારમાં બાર ગર્લ તરીકે કામ કરી રહી હતી.

યુવતી ઝારખંડથી મુંબઈ આવી હતી અને અહીંયા બારગર્લ તરીકે કામ કરતી હતી. (પ્રતીકાત્મક તસવીર)
યુવતી ઝારખંડથી મુંબઈ આવી હતી અને અહીંયા બારગર્લ તરીકે કામ કરતી હતી. (પ્રતીકાત્મક તસવીર)
X
કિસ્મત શેખે અનાબીબી પર ચાકૂથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધી.કિસ્મત શેખે અનાબીબી પર ચાકૂથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધી.
યુવતી ઝારખંડથી મુંબઈ આવી હતી અને અહીંયા બારગર્લ તરીકે કામ કરતી હતી. (પ્રતીકાત્મક તસવીર)યુવતી ઝારખંડથી મુંબઈ આવી હતી અને અહીંયા બારગર્લ તરીકે કામ કરતી હતી. (પ્રતીકાત્મક તસવીર)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App