• Home
  • National News
  • Desh
  • લુટેરી દુલ્હન 2 વર્ષમાં 8 વખત વેચાઈ| Looteri Dulhan In Pali Rajasthan

લગ્ન માટે 2 વર્ષમાં 8 યુવકોને વેચવામાં આવી મહિલા, આ રીતે થતા એગ્રીમેન્ટ

દલાલો દ્વારા આ એક આખુ રેકેટ ચલાવવામાં આવતું હતું, સાત વખતના લગ્નમાં મહિલાને એક રૂપિયો પણ અપાયો નહતો

divyabhaskr.com | Updated - Apr 12, 2018, 11:25 AM
2 વર્ષમાં 8 યુવકોને વેચવામાં આવી આ મહિલા
2 વર્ષમાં 8 યુવકોને વેચવામાં આવી આ મહિલા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પતિએ છોડી દીધા પછી 3 બાળકોની માતા રેખા ચૌહાણ મધ્ય પ્રદેષના ખરગૌન જિલ્લામાં નકલી લગ્નના બહાને લાખો રૂપિયા લૂંટતી ગેંગમાં ફસાઈ ગઈ હતી. આ યુવતીને લગ્નના નામે 2 વર્ષમાં 8 વખત વેચવામાં આવી છે.

પાલી: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પતિએ છોડી દીધા પછી 3 બાળકોની માતા રેખા ચૌહાણ મધ્ય પ્રદેષના ખરગૌન જિલ્લામાં નકલી લગ્નના બહાને લાખો રૂપિયા લૂંટતી ગેંગમાં ફસાઈ ગઈ હતી. આ યુવતીને લગ્નના નામે 2 વર્ષમાં 8 વખત વેચવામાં આવી છે. તેમાંથી સાત લગ્ન તો પાલી જિલ્લાના દલાલાના માધ્યમથી સીરવી સમાજના યુવકો સાથે કરાવવામાં આવ્યા હતા અને બદલામાં તેમની પાસેથી રૂ. 5-5 લાખ લેવામાં આવ્યા હતા. દલાલ દર વખતે લગ્ન પછી તેને ભગાડી દેતો હતો. 9મી વખત પણ તેના હિંગોલા ગામના સમાજના એક યુવક સાથે લગ્ન કરાવવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ યુવતીને આ પહેલાંના એક પણ સોદામાં એક રૂપિયો પણ મળ્યો ન હોવાથી આ વખતે યુવતી બાગી બની હતી. આ દરમિયાન તેણે તેના હકીકતના પતિને ફોન પર સમગ્ર વાત કરી અને તેના પતિએ આખી વાત રેકોર્ડ કરીને ઘટનાનો ખુલાસો કર્યો હતો.

આ રીતે ગેંગ પકડાઈ


- મહિલાનું કહેવું છે કે, હવે તે ક્યાંય જવા નથી માગતી. એસપીના કહેવાથી આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રેખા હાલ તેના ત્રણ બાળકો અને પતિ પાસે છે.
- રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગુડા નારકાનમાં રહેતા મૂલારામના દીકરા તુલસારામ સીરવી ટેવાલીમાં મજૂરી કરતો હતો. લગ્ન ન થવાના કારણે તે પરેશાન હતો. આ દરમિયાન અંદ્રવાડામાં રહેતા ગુલ્લારામ ઉર્ફે ગિરધારીલાલાનો દીકરો દીપારામ સીરવી તેને મળ્યો હતો.
- મધ્ય પ્રદેશમાં પોતાના સાળાની દીકરી રેખાની તસવીર બતાવીને તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. બદલામાં સાળાની આર્થિક સ્થિતિ નબળી હોવાની વાત કરીને તેની પાસેથી રૂ. પાંચ લાખની માગણી પણ કરી હતી. લગ્ન મધ્યપ્રદેશમાં જઈને જ કરાવવાનો વાયદો કર્યો હતો.

ગુલ્લારામ સીરવી હતો દલાલ


- તુલસારામે રૂ. 2 લાખ એડ્વાન્સ આપ્યા હતા. ત્યારપછી 18 નવેમ્બર 2017માં રાકેશ નામના ગુજરાતી વકીલ સાથે નોટરી કરાવી એગ્રીમેન્ટના આધારે આ લગ્ન કરવામાં આવ્યા હતા.
- નોંધનીય છે કે, લગ્નમાં એગ્રીમેન્ટમાં દુલ્હનનું નામ રેખા સીખી લખવામાં આવ્યું હતું. તેનું નકલી આધારકાર્ડ પણ તૈયાર કરાવવામાં આવ્યું હતું. બાકીના 3 લાખ લગ્ન પછી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોદામાં નક્કી થયા પ્રમાણે એક લાખ આપવામાં ન આવ્યા તો ગેંગમાં સામેલ આશા રાઠોડ, દિલીપ રાઠોડ, શીતલ તથા રાહુલ કુમારે ઝઘડો કરીને મોટા ભાઈ બુધારામના એકાઉન્ટમાં તાત્કાલિક રૂ. એક લાખ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત મુખ્ય દલાલ ગુલ્લારામે પોતાનો ખર્ચ ગણાવીને રૂ. 30 હજાર અલગથી લીધા હતા.

દુલ્હનના ઘણાં નકલી આધાર કાર્ડ બનાવ્યા


- દલાલનો મુખિયા ગુલ્લેરામ આવા જ યુવકોની શોધમાં રહેતો હતો. તે કોઈને પોતાની સાળીની દીકરી, તો કોઈને સાળીની નણંદની દીકરી કહીને લોકોને આ સંબંધમાં ફસાવતો હતો.
- દરેક લગ્નના બદલામાં તે ઓછામાં ઓછા રૂ. 5 લાખ લેતો હતો.
- તેણે દરેક લગ્નમાં ન કોઈ વિધિ કરાવી ન કોઈ લગ્નના ફેરા કરાવ્યા. તેણે દરેક લગ્ન એગ્રીમેન્ટના આધારે કરાવ્યા હતા. ગુલ્લારામે રેખાના ઘણાં નકલી આધાર કાર્ડ બનાવી રાખ્યા હતા અને તેનો જ ઓળખપત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

ગેંગના ઈશારે સામાન ભેગો કરીને ભાગી જતી રેખા


- રેખાએ ભાસ્કરને જણાવ્યું કે, તેના પતિએ જ્યારે તેને ઘરમાંથી કાઢી મુકી ત્યારે તેને તે ગેંગની સભ્ય શીતલનો દિયર મળ્યો હતો. શીતલ તેને સમજાવી-પટાવીને મધ્ય પ્રદેશ લઈ ગઈ હતી. તેના પહેલાં લગ્ન જયપુરમાં રામપાલ સિખી સાથે થયા હતા. લગ્ન પછી તેને ગેંગના સભ્યો સામાન ભેગો કરીને ભાગી જવાનું કહેતા હતા.
- મહિલાના જણાવ્યા પ્રમાણે તે ગેંગના પ્રેશરના કારણે આ બધુ કરતી હતી. હંમેશા સારી જગ્યાએ લગ્ન કરાવશે તેવું કહીને તેને વેચી દેવામાં આવતી હતી. નવેમબ્ર 2017માં તેના આઠમી વખત લગ્ન મૂલારામ સાથે કરાવવામાં આવ્યા હતા.
- અહીંથી ગેંગે તેનો સોદો હિંગોલા ગામ કર્યો હતો. મૂલારામ અને તેના પરિવારનો સ્વભાવ સારો હતો. તેથી રેખા હવે તે પરિવાર સાથે જ રહેવા માગતી હતી. પરંતુ મૂલારામે જ ફોન રેકોર્ડ કરીને આખા મામલો પકડી પાડ્યો હતો. રેખાએ જણાવ્યું કે, આઠમાંથી સાત વખત તેના લગ્ન સીરવી સમાજના યુવક સાથે જ કરાવવામાં આવ્યા હતા.

આઠ લગ્નોમાંથી એકમાં પણ ન મળ્યા પૈસા


- રેખાનો આરોપ છે તે, આઠમાંથી એક પણ લગ્નમાં તેને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તે ઉપરાંત તેને કદી એક જોડી સારા કપડાં પણ અપાવવામાં આવ્યા નથી. આ વખતે તેણે બેન્કમાં રૂપિયા જમા કરાવવાની જીદ કરી હતી અને તેથી જ આ વખતે ગેંગના જણાવ્યા પ્રમાણે તે ભાગી નહતી.
- રેખાએ આરોપ લગાવ્યો કે, તે વિરોધ કરતી તો ગેંગની સભ્ય શીતલ યુવકોને દારૂ પીવડાવીને તેની સાથે દુષ્કર્મ અને મારઝૂડ કરાવતી હતી. એક પછી એક આઠ જગ્યાએ લગ્ન અને ભાગી ભાગીને તે કંટાળી ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
2 વર્ષમાં 8 યુવકોને વેચવામાં આવી આ મહિલા2 વર્ષમાં 8 યુવકોને વેચવામાં આવી આ મહિલા
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App