Home » National News » Desh » Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi

118 વર્ષ પહેલાં આવું દેખાતું હતું બનારસ, લંડનની લાયબ્રેરીમાં છે આ ફોટાઓ

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 03:00 PM

લંડનની લાયબ્રેરી વેલકમની શરૂઆત 1913માં યુકેના સર હેનરી વેલકમે કરી હતી. અહીં ઈન્ડિયાની અનેક વિન્ટેજ તસ્વીરો સુરક્ષિત છે.

 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 1- ગંગા નદીના કિનારે મણિકર્ણિકા ઘાટ પર એક મૃત શરીરને ખદેડતો શ્વાન. આ તસ્વીર વર્ષ 1900ની છે. આ લંડનની ફોટો લાયબ્રેરી 'વેલકમ'માં સુરક્ષિત છે. આ તસ્વીર વારાણસીની આઈકોનિક ફોટોમાં શુમાર છે.

  વારાણસીઃ 12 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપિત ઈમેન્યુઅલ મેક્રોનને સાથે બનારસ જશે. રોમ પછી આ દુનિયાનું સૌથી પ્રાચીન શહેર છે. જાણકારોના જણાવ્યાં મુજબ આ વિશ્વનું એકમાત્ર શહેર છે, જ્યાં વિદેશીઓ પણ પોતાના પરિવારમાંથી કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાવે છે. આ ઐતિહાસિક શહેરની તસ્વીર લંડનની લાઈબ્રેરીમાં સંરક્ષિત છે. આ તકે DivyaBhaskar.com પોતાના રીડર્સને 3 હજાર વર્ષ જૂનાં શહેરના સિલેક્ટેડ વિન્ટેજ ફોટા રજૂ કરે છે.

  પર્સનલ સિક્યોરિટીની સાથે આવશે ફ્રેંચ પ્રેસિડન્ટ


  - 1,35,000 સુરક્ષા જવાન ગંગા ઘાટ, ડીએલડબલ્યૂ, ફેસિલિટી સેન્ટર સહિતના માર્ગો પર તૈનાત રહેશે. જેમાં પીએસી, પેરામિલ્ટ્રી ફોર્સ, એઆઇયૂ સહિત ઈન્ટેલિજન્સના લોકો પણ સામેલ હશે.
  - NDRF નેવીના જવાન ગંગા કિનારે સુરક્ષાની જવાબદારી સંભાળશે. ડીએલડબલ્યૂ મેદાનમાં 3 એસપી, 4 એએસપી, 18 ઈન્સપેક્ટર, 45 સબ ઈન્સપેક્ટર, 200 કોન્સ્ટેબલ, 150 મહિલા પોલીસ કર્મચારી પણ તૈનાત રહેશે. સાથે જ પીએસસીની બટાલિયન, આરએએફ પણ રહેશે.
  - ફ્રાંસના રાષ્ટ્રપતિની સુરક્ષામાં 56 સ્પેશિયલ કમાન્ડો અને 100થી વધુ ઓફિસર્સ તેમની સાથે રહેશે. જે અલગ અલગ જગ્યાઓ પર એસપીજીની સાથે કોર્ડિનેશનમાં રહેશે.
  - 30 એસપી, સાત હજાર ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર તેમજ 30 કંપની પીએસીની એરપોર્ટથી લઈને બડા લાલપુર ફેસિલિટી સેન્ટરમાં અલગ અલગ જગ્યાઓ પર તૈનાત રહેશે. ટ્રાફિક માટે 1000થી વધુ જવાનો રસ્તા પર કમાન સંભાળશે. ઈન્ડિયન નેવીના 40થી વધુ જવાન ગંગાની આસપાસ તૈનાત રહેશે.

  1913માં શરૂ થઈ હતી વેલકમ લાયબ્રેરી


  - લંડનની લાયબ્રેરી વેલકમની શરૂઆત 1913માં યુકેના સર હેનરી વેલકમે કરી હતી. અહીં ઈન્ડિયાની અનેક વિન્ટેજ તસ્વીરો સુરક્ષિત છે.
  - બિઝનેસમેન રહેલાં વેલકમને યુનિક અને એન્ટિક ફોટો તેમજ પુસ્તકો કલેક્ટ કરવાનો શોખ હતો. તેઓએ 1890થી વિશ્વભરની તસ્વીરો અને પુસ્તકો કલેક્ટ કરવાનું શરૂ કર્યું હતું.
  - પોતાના વિન્ટેજ કલેકશનને લોકો સુધી પહોંચાડવા માટે તેમને વેલકમ લાયબ્રેરી શરૂ કરી હતી.
  - તેમની લાયબ્રેરીમાં માત્ર સ્કોલર્સને જ એન્ટ્રી મળતી હતી. તેમના નિધન પછી આ લાયબ્રેરી પબ્લિક માટે ઓપન કરવામાં આવી હતી.
  - લાયબ્રેરીની વેબસાઈટ મુજબ અહીં 25 લાખથી વધુ વિન્ટેજ બુક્સ, જર્નલ અને તસ્વીરોનું કલેકશન છે.

  વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 2- વારાણસીના ઘાટ પર બેઠેલાં સાધુ. આ તસ્વીર વર્ષ 1908માં લેવામાં આવી હતી.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 3- વારાણસીના એક ઘાટના કિનારે મેળાની મજા માણતાં મહિલાઓ અને બાળકો
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 4- બનારસમાં નાચવાનું કામ કરતી મહિલાઓ ઘરમાંથી જોતી હતી તે સમયની તસ્વીર. મણિકર્ણિકા ઘાટ પર આજે પણ નાચનારી મહિલાઓ ડાન્સ કરીને મોક્ષ પ્રાપ્તીની કામના કરે છે.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 5- બનારસના ચોકમાં ભીખ માગતી એક વૃદ્ધા. ફોટો 1904ની છે.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 6- બનારસમાં નાચ દેખાડતી એક મહિલા. ફોટો 1890માં ક્લીક કરાયો હતો.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 7- મણિકર્ણિકા ઘાટનું એક દ્રશ્ય. તસ્વીર વર્ષ 1900ની છે.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 8- એક મહિલાને ડોલીમાં લઈ જતાં લોકો. ફોટો વર્ષ 1907નો છે.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફોટો 9- બનારસના મહારાજાનો શાહી હાથી. ફોટો વર્ષ 1906નો છે.
 • Vintage Photos of Varanasi Befroe France President visit with PM Modi
  ફોટો 10- 1950માં આવી દેખાતી હતી બનારસની ગલીઓ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ