દાવપેચ / શિવસેના કઈ સમજૂતી પ્રમાણે BJP સાથે બેઠક વહેંચણી કરવા માંગે છે?

loksabha election 2019 shivsena expects alliance on old 1995 formula with bjp
X
loksabha election 2019 shivsena expects alliance on old 1995 formula with bjp

  • લોકસભાની ચૂંટણી અંગે ભાજપ-શિવસેના વચ્ચે ચર્ચા
  • અમિત શાહે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાતચીત
  • શિવસેના ભાજપ સાથે 1995ના જૂના કરાર મુજબ બેઠક માટે રાજી થાય એવી સંભાવના

Divyabhaskar

Feb 12, 2019, 06:32 PM IST
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એનડીએના સાથી દળોએ સરકારનું નાક બરોબર દબાવાનું નક્કી કર્યુ છે. આ ગણતરી મુજબ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહશિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક વહેંચણી અંગે મહત્વની વાત કરી છે એવું સૂત્રોએ જણાવ્યું હતુ. મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી અંગે ભાજપ સાથે ગઠબંધન કરવાના મુદ્દે શિવસેનાએ 1995ના સમયની ફોર્મ્યૂલાની ભાજપને યાદ દેવડાવાનું નક્કી કર્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોવાળી વિધાનસભામાંથી 150 બેઠકો અને લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની કુલ 48 બેઠકોમાંથી 25-26 બેઠક પર દાવો કરી રહી છે.
1. તકનો ફાયદો ઉઠાવવા શિવસેના મક્કમ
હજુ સુધી ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન કે બેઠકોની વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી નથી થઇ. ભાજપ શિવસેના સાથે ગઠબંધન થાય તેવા પ્રયાસો કરી રહી છે જ્યારે શિવસેના પણ આ મોકાનો બરોબર ફાયદો લેવા તેના સોગઠા ગોઠવી રહ્યું છે. નોંધનીય છે કે અવારનવાર શિવસેનાએ મોદી સરકારની ટીકા પણ કરી છે અને વિપક્ષના મહાગઠબંધનના નેતાઓ જોડે પણ શિવસેનાના સંજય રાઉત જેવા નેતાઓ વાતચીત કરી રહ્યા છે-એવુ વાતાવરણ શિવસેના ઉભું કરી રહી છે જેથી કરીને આગામી લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દે તે પોતાનું ધાર્યુ નિશાન પાર પાડી શકે.
 
2. શિવસેનાનો મનસૂબો કયો છે ?
શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનના મુદ્દે કુલ ત્રણ સૂચન મોકલ્યા છે.
1 મહારાષ્ટ્રની ફડણવીસ સરકારને ભંગ કરીને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને એક સાથે કરાવવામાં આવે.
2 ચૂંટણી બાદમાં મુખ્યમંત્રીનું પદ શિવસેનાને આપવામા આવે.
3 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 288 બેઠકોમાંથી શિવસેનાને 150 બેઠકો ફાળવામાં આવે, જ્યારે લોકસભાની ચૂંટણીમાં શિવસેના 25થી 26 બેઠકો પર પોતાનો દાવો નોંધાવશે.
3. શું ભાજપ શિવસેનાની માંગણી સામે ઝૂકશે?
જો કે શિવસેનાની આ ત્રણેય માંગણીઓ ભાજપ એટલી સરળતાથી સ્વીકારી લે તેવી સંભાવનાઓ લાગતી નથી. કારણ કે 2014મા જ્યારે શિવસેનાએ ભાજપને ઝૂકાવાની કોશિશ કરી હતી ત્યારે એકલા હાથે ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી લડીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હતી, સાથોસાથ શિવસેનાને પણ તેની સાથે મળીને સરકાર બનાવવા મજબૂર કરી હતી.
4. સમય જ રણનીતિ નક્કી કરાવશે
BJP માટે પણ અત્યારનો સમય અલગ છે, ખાસ કરીને મોદી મોરચાની સામે ગઠબંધનને જોઇને શિવસેનાનો મિજાજ 2014થી અલગ દેખાઇ રહ્યો છે. શિવસેના ભાજપની સમજૂતીને સરળ રીતે સ્વીકાર કરે તેવું હાલમાં લાગી નથી રહ્યું. શિવસેનાના નેતા સંજય રાઉત ગઠબંધનના વિપક્ષના નેતાઓ સાથે મંચો પર સતત નજરે આવી રહ્યા છે. સોમવારે પણ તેઓ ટીડીપી અધ્યક્ષ ચંદ્રાબાબુ સાથે મુલાકાત કરવા મંચ પર પહોંચ્યા હતા.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી