UP / ચાર દિવસની મુલાકાતે લખનઉ પહોચ્યાં પ્રિયંકા, કહ્યું- ગંગાજીનો સહારો લઈને તમારી વચ્ચે પહોંચીશ

divyabhaskar.com | Updated - Mar 17, 2019, 02:12 PM
Loksabha election 2019, Priyanka gandhi vadra reached Lucknow on a four day tour meet to people and congress campaigning

પ્રયાગરાજમાં વારાણસી સુધી 140 કિલોમીટરનું અંતર સ્ટીમરથી પસાર કરશે
મિર્ઝાપુરમાં એક દિવસ રોકાશે, વણકરોને મળશે, સાંજે કરશે જનસભા

લખનઉ: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારે સવારે ઉત્તર પ્રદેશની ચાર દિવસની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ આજે અહીં લખનઉમાં કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી અમુક ચૂંટણી લડેલા ઉમેદવાર અને જન પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. પ્રિયંકા ગાંધી સોમવારે પ્રયાગરાજના છતનાગથી વારાણસી સુધી સ્ટીમરમાં મુસાફરી કરશે. 140 કિમીની આ યાત્રા દરમિયાન તેઓ ઘણાં ગામડાઓમાં રોકાશે અને લોકો સાથે મુલાકાત કરશે.

પ્રિયંકા ગાંધીનો યુપીના લોકોને ખુલ્લો પત્ર

લખનઉં પહોંચતા પહેલાં પ્રિયંકાએ એક પત્ર જાહેર કરીને તેમાં લખ્યું હતું કે, અહીંના રાજકારણમાં આજે યુવકો, મહિલાઓ, ખેડૂતો અને મજૂરો પરેશાન થઈ રહ્યા છે. તેઓ તેમની પીડા કોઈની સામે વ્યક્ત કરવા માગે છે. પરંતુ રાજકીય ગણીતના શોર-બકોરમાં યુવકો, મહિલાઓ, ખેડૂતો અને મજૂરોનો અવાજ રાજ્યની નીતિમાંથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયો છે.

વધુમાં તેમણે કહ્યું કે, હું આ ધરતી સાથે આધ્યાત્મિક રુપથી જોડાયેલી છું. હું માનુ છું કે, રાજ્યમાં કોઈ પણ રાજકીય પરિવર્તનની શરૂઆત તમારી વાત સાંભળ્યા વગર કે તમારી પીડા જાણ્યા વગર ન થઈ શકે. તેથી તમારી સાથે સીધો સંવાદ કરવા માટે જ તમારી પાસે આવી રહી છું.

હું તમને વિશ્વાસ અપાવા માંગુ છું કે, તમારી વાતો સાંભળીને સત્ય અને સંકલ્પના આધારે અમે રાજકારણમાં પરિવર્તન લાવીશું. આપણે એક સાથે મળીને તમારા મુદ્દાઓ હલ કરીને આગળ વધીશું. ગંગા સત્ય અને સમાનતાનું પ્રતીક છે અને આપણી ગંગા-જમના સંસ્કૃતિનું પ્રતિક છે. તે કોઈની સાથે ભેદભાવ નથી કરતી. ગંગાજી ઉતત્ર પ્રદેશનો સહારો છે. હું ગંગાજીનો સહારો લઈને તમારા સુધી પહોંચીશ.

પ્રિયંકા ગાંધીનો સોમવારનો કાર્યક્રમ

પ્રિયંકા ગાંધીએ સોમવારે સવારે સાડા આઠ વાગે પ્રયાગરાજમાં જઈને પૂજા-અર્ચના કરશે. પ્રયાગરાજ જિલ્લાના છતનાગ, દુમદુમા, સિરસા અને કૌઘરિયા વિસ્તારોમાં લોકોને મળશે. ત્યાં જ્યાં રોડ રસ્તા છે ત્યાં કારથી પ્રિયંકા ગાંધી મુસાફરી કરશે અને અન્ય ગામડાઓમાં સ્ટીમર દ્વારા પહોંચશે. તેઓ સોમવારથી જ પ્રયાગરાજથી ભદોહી અને સીતામણી અને રામપુર ઘાટ થઈને મિર્જાપુરના વિંધ્યાચલ પહોંચશે. અહીં તેઓ વણકરોથી લઈને વકીલોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. તેઓ અહીં જ રાત્રે રોકાણ કરશે. તે પહેલાં તેઓ અહીં એક મંદિર પણ જશે.

X
Loksabha election 2019, Priyanka gandhi vadra reached Lucknow on a four day tour meet to people and congress campaigning
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App