લોકસભા અપડેટ્સ / BJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા

divyabhaskar.com | Updated - Mar 17, 2019, 12:54 PM
bjp ravi shankar to replace shatrughan sinha in patna sahib seat in loksabha election 2019. 
X
bjp ravi shankar to replace shatrughan sinha in patna sahib seat in loksabha election 2019. 

  • ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બીજી બેઠક, સાંજ સુધીમાં પહેલીયાદી આવે તેવી શક્યતા
  • આંધ્રમાં વાયએસઆર કોંગ્રેસે 9 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

નવી દિલ્હી: ભાજપના લોકસભા ઉમેદવારની પહેલી યાદી આજે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની શનિવારે મોડી રાત સુધી ચાલનારી બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. આજે ફરી આ વિશે એક બેઠક થવાની છે. તેમાં ઉમેદવારોના નામ પર અંતિમ મંજૂરી મેળવવામાં આવશે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ આ વખતે સાંસદ શત્રુઘ્ન સિન્હાની જગ્યાએ રવિ શંકર પ્રસાદને પટના સાહિબ સીટથી ચૂંટણી લડવાનો મોકો આપે તેવી શક્યતા છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આરકે સિંહને આરા, સંજય જાયસવાલને પશ્ચિમ ચંપારણ અને કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહને પૂર્વ ચંપારણથી ઉમેદવારી આપવામાં આવે તેવી શક્યતા છે. બિહારમાં સાત તબક્કામાં મતદાન થવાના છે. 11,18,23 અને 29 એપ્રિલ પછી 6,12 અને 19મે ના રોજ અહીં મતદાન થશે.

તમિલનાડુ: દિનાકરણની પાર્ટીએ 24 સીટોના ઉમેદવાર જાહેર કર્યા
1.ટીટીવી દિનાકરણની પાર્ટી એએમએમકે 24 લોકસભા સીટ અને 9 વિધાનસભા સીટ પર થઈ રહેલી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. સરુબાલા થોંડિમન ત્રિચી લોકસભા સીટથી અને ડેવિડ અન્નાદુરાઈ મદુરેઈ લોકસભા સીટથી ચૂંટણી લડશે.
વાયએસઆર કોંગ્રેસની પહેલી યાદીમાં 9 ઉમેદવારોના નામ
2.વાયએસઆર પ્રમુખ જગનમોહન રેડ્ડીની પાર્ટીએ શનિવારે મોડી રાતે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. તેમાં આંધ્રપ્રદેશના 9 સંસદીય વિસ્તારોમાં વાયએસ અવિનાશ રેડ્ડી (કડપ્પા), પીવી મિધુન રેડ્ડી, માધવી (અરાકુ), સંજીવ કુમાર (કુર્નૂલ), અનુરાધા (અમલાપુરમ) તલારી રંગાઈ (અનંતપુર), નંદીમગ સુરેશ (બાપટલા), ગોરંટલા માધવ (હિંદપુર) અને રેડપ્પા (ચિત્તૂર)ના નામ સામેલ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App