અભિયાન / PM સહિત ઘણાં નેતા બન્યા ચોકીદાર: ટ્વિટર પર નામ બદલ્યું, હવે 'ચોકીદાર નરેન્દ્ર મોદી'

divyabhaskar.com

Mar 17, 2019, 09:47 PM IST
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter

  • ટ્વિટર હેન્ડલ પર નામ બદલ્યા પછી નેતાઓએ ટ્વિટર પર હું પણ ચોકીદાહ હેશ ટેગ સાથે ટ્વિટ કર્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમનું નામ બદલીને ચોકીદાર નરેન્દ્ર મોદી કરી દીધું છે. રવિવારે સવારે મોદી સિવાય ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રેલ મંત્રી પીયુષ ગોયલ, સ્વાસ્થય મંત્રી જેપી નડ્ડા અને અન્ય ઘણાં નેતાઓએ તેમના નામની આગળ ચોકીદાર લગાવી દીધું છે. જે મંત્રીઓ તેમના ટ્વિટર હેન્ડલનું નામ બદલ્યું છે તેમણે ટ્વિટ કરીને તેમના લક્ષ્ય વિશે પણ માહિતી આપી છે. આ નેતાઓએ 'મેં ભી ચોકીદાર' અને 'ચોકીદાર ફીર સે' હેશ ટેગ સાથે પોસ્ટ કરી છે.

ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે, 'મેં ભી ચોકીદાર'

15 માર્ચે મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને મેં ભી ચોકીદાર અભિયાનની શરૂઆત કરી હતી. આ વીડિયોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના, ભ્રષ્ટાચારને કાબુમાં લેવો, હાઈવે નિર્માણ અને દેશની સુરક્ષા મજબૂત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં 31 માર્ચે સાંજે 6 વાગે મોદી સાથે જોડાવાની અપીલ પણ કરવામાં આવી છે. મોદીએ કહ્યું હતું કે, જે પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે તે ચોકીદાર છે.

મુખ્યમંત્રીઓએ પણ કર્યું સમર્થન

અન્ય ભાજપ નેતામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસ, પાર્ટી પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવી, સંબિત પાત્રા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, સવંત સિંહના દીકરા અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા અને મિનાક્ષી લેખી પણ સામેલ છે.

ચોકીદાર ચોર છે VS ચોકીદાર ફીર સે

બીજેપી નેતાઓએ ચોકીદાર બન્યા પછી ટ્વિટર પર #ChowkidarPhirSe ટ્રેન્ડ થઈ રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસી નેતાઓએ રાફેલ ડીલ વિશે ચોકીદાર ચોર છેનો નારો લગાવ્યો હતો. આ સ્લોગલ ઘણું ફેમસ પણ થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની દરેક રેલીમાં આ સ્લોગનથી મોદી પર આકરા પ્રહાર કરે છે. હવે બીજેપીએ કોંગ્રેસના સ્લોગનને ઉંધુ કરીને તેમના પર જ પ્રહાર કરવાનું શરૂ કર્યું છે.

2014માં ચાયવાલા કેમ્પેન

બીજેપીએ 2014માં ચાયવાલા કેમ્પેન ચલાવ્યું હતું. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી અભિયાનમાં પોતાને ચા વાળો રજૂ કર્યો હતો. તે સમયે ઠેર ઠેર ચાય પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2017ના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે 'વિકાસ ગાંડો થઈ ગયો છે'નું સ્લોગન આપ્યું હતું. તેના જવાબમાં બીજેપીએ કાયદેસર એક વીડિયો કેમ્પેન ચલાવ્યું હતું અને 'હું છું વિકાસ, હું છું ગુજરાત'નું સ્લોગન આપ્યું હતું.

X
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter
loksabha election 2019 NDA New capmpain BJP leaders including Modi, adds chowkidar after names on twitter handles posted on Twitter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી