--Advertisement--

લોકસભા અપડેટ્સ /નમો ટીવી પર મતદાનના 48 કલાક પહેલાં પ્રી-રેકોર્ડેડ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય- ચૂંટણી પંચ

Divyabhaskar | Updated - Apr 17, 2019, 06:38 PM
X

  • યોગી અયોધ્યામાં સાધુ સંતો સાથે મુલાકાત કરશે
  • ઉમાએ કહ્યું- જેના પતિ પર ચોરીનો આરોપ છે, તેની જનતા પર શું અસર થશે?
  • સાધ્વી પ્રજ્ઞા ભાજપમા જોડાયા, ભોપાલમાં દિગ્વિજય સિંહ સામે ચૂંટણી લડે તેવી શક્યતા 
     

નેશનલ ડેસ્કઃ  ચૂંટણી પંચે કડક શબ્દોમાં નિર્દેશ આપ્યાં છે કે નમો ટીવી પર ચૂંટણીના 48 કલાક પહેલાં કોઈ પણ પ્રી-રેકોર્ડેડ કાર્યક્રમોનું પ્રસારણ નહીં કરવામાં આવે. જો કે લાઈવ કવરેજ દેખાડી શકાશે. રાજ્યના ચૂંટણી પંચને આ મુદ્દે બાજ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. 

1

ચૂંટણી પંચે પ્રચાર પર પ્રતિબંધ લગાવતા યોગી અયોધ્યા પહોંચ્યા, આજે રામલલાના દર્શન કરશે

ચૂંટણી પંચે પ્રચાર પર પ્રતિબંધ લગાવતા યોગી અયોધ્યા પહોંચ્યા, આજે રામલલાના દર્શન કરશે
વિવાદીત નિવેદનોને કારણે ચૂંટણી પંચે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર 72 કલાકનો પ્રચાર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે યોગી પૂજા અર્ચના તરફ વળ્યાં છે, મંગળવારે લખનઉમાં હનુમાનજીના દર્શન બાદ સીએમ યોગી આજે અયોધ્યા પહોંચ્યા છે જ્યાં તેઓ પૂજા કરશે. યોગી અહીં હનુમાનગઢીના દર્શન પણ કરશે. ત્યારબાદ સીએમ યોગી રામલલાના દર્શન કરશે. તેમજ સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરશે.
2

ભોપલથી દિગ્વિજય વિરૂદ્ધ સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી લડી શકે છે, કહ્યું- લડીશ અને જીતીશ

ભોપલથી દિગ્વિજય વિરૂદ્ધ સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી લડી શકે છે, કહ્યું- લડીશ અને જીતીશ
કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ છત્તીસગઢમાં કહ્યું કે દેશ પ્રિયંકા ગાંધી વાડ્રાને એક ચોર(રોબર્ટ વાડ્રા)ની પત્ની તરીકે ઓળખે છે. લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તરપ્રદેશની જનતા પર કોઈ પ્રભાવ નહીં પાડી શકે. જેના પતિ પર જ ચોરીનો આરોપ છે, તેનો જનતા પર શું પ્રભાવ પાડશે? પ્રિયંકાના વારાણસીથી ચૂંટણી લડવા અંગે સવાલ ઉઠાવતા ઉમા ભારતીએ કહ્યું કે આ જ દેશનું લોકતંત્ર છે. કોઈ ક્યાંયથી પણ ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધી પર નિશાન સાધતા ઉમાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે જેથી તેઓ જ્યાંથી ઈચ્છે અને જેટલી વખત ઈચ્છે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીની અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડવાની પ્રવૃતિ જણાવી દે છે કે તેમને હાર માની લીધી છે.
3

મનસેએ સ્મૃતિની તપાસની માગ કરી

મનસેએ સ્મૃતિની તપાસની માગ કરી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)માં એક કાર્યકર્તાએ પૂણેની કોર્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં સ્મૃતિએ રજુ કરેલા એફિડેવીટમાં ખોટી શૈક્ષણિક લાયકાત હોવાનો આરોપ લગાવાયો છે. કાર્યકર્તા રૂપાલી પાટિલ- થોમ્બારેએ જ્યૂડિશિયલ મજિસ્ટ્રેટ બીએસ ગાયકવાડની કોર્ટમાં ફરિયાદ કરી છે. રૂપાલીએ આઈપીસી કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, કોર્ટે આ મામલે યોગ્ય તપાસ કરવી જોઈએ. 
 
4

સુશીલ મોદીનો દાવો- સીબીઆઈથી બચવા માટે સંઘ અને ભાજપના ચરણોમાં પડ્યા હતા લાલુ

સુશીલ મોદીનો દાવો- સીબીઆઈથી બચવા માટે સંઘ અને ભાજપના ચરણોમાં પડ્યા હતા લાલુ
  • બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બુધવારે કહ્યું હતું કે લાલુ જરૂર પડે ત્યારે કોઈ પણના પગ પકડી શકે છે. ડેપ્યુટી સીએમે દાવો કર્યો છે કે , સીબીઆઈથી બચવા માટે લાલુ યાદવ સંઘ અને ભાજપના શરણે ગયા હતા. 
  • સુશીલ મોદીએ દાવો કર્યો છે કે , લાલુની અરજી સામે સીબીઆઈએ જ્યારે સુપ્રીમ કોર્ટે પહોંચી ત્યારે તેમણે પ્રેમ ગુપ્તાને પોતાનો દૂત તરીકે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પાસે  મોકલ્યા હતા. લાલુએ પણ જેટલી સાથે મુલાકાત કરીને સીબીઆઈથી બચાવવાની માગ કરી હતી. 
  • સુશીલ મોદીએ કહ્યું- લાલુએ જેટલીને કહ્યું હતું કે, જો તમે અમને સીબીઆઈથી બચાવશો તો અમે બિહારમાં નીતિશ કુમારને ધૂળ ચાટતા કરી દઈશું. તમે જે કહેશો અમે કરીશું. મોદીએ કહ્યું કે લાલુ જરૂર પડે કોઈના પણ પગ પકડી શકે છે. 
5

જો 2 અને 3 નંબરનું બટન દબાવીશું તો કરંટ લાગશેઃ કોંગ્રેસ નેતા

જો 2 અને 3 નંબરનું બટન દબાવીશું તો કરંટ લાગશેઃ કોંગ્રેસ નેતા
છત્તીસગઢના મંત્રી કવાસ લખમાએ લોકસભા ચૂંટણીમાં વોટર્સને ભરમાવવાવાળું નિવેદન આપ્યું છે. તેઓએ એક સભામાં કહ્યું કે જો તમે EVMમાં કોંગ્રેસ સિવાય અન્ય પાર્ટીનું બટન દબાવ્યું તો વીજળીનો ઝટકો લાગશે. લખમાએ આ અંગેના વીડિયો પર સંજ્ઞાન લેતાં ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી જવાબ માંગ્યો છે. લખમા કાંકેરમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રજેશ ઠાકુરનો પ્રચાર કરવા માટે ગયા હતા. અહીં બીજા તબક્કામાં ગુરૂવારે વોટિંગ થશે. આ રીતે ફતેહપુર (ઉત્તરપ્રદેશ)ના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ મંગળવારે લોકોને ધમકાવતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ આ વખતે દરેક બૂથો પર કેમેરા લગડાવ્યાં છે.
6

કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચર્તુવેદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી
લોકસભા ચૂંટણી માટે પ્રચારના ઉત્સાહ વચ્ચે હેરાન કરનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં એવા ગુંડાઓને મહત્વ અપાઈ રહ્યું છે જે મહિલાઓ સાથે ગેરવર્ણતૂક કરે છે.  પ્રિયંકાએ લખ્યું કે જો લોકો મહેનત કરીને તેમની જગ્યા બનાવી રહ્યા છે, તેમની જગ્યાએ એવા લોકોને મહત્વ મળી રહ્યું છે, જેમણે પાર્ટી માટે કંઈ કર્યુ નથી. પાર્ટી માટે મેં ગાળો અને પત્થર સહન કર્યા છે, પરંતુ તેમ છતા પાર્ટીના નેતાઓ મને ધમકી આપી રહ્યા છે. જે લોકો ધમકીઓ આપી રહ્યા હતા, તેઓ બચી ગયા છે. આ લોકોનું કોઈ પણ પ્રકારની કાર્યવાહી વિના બચી જવું દુર્ભાગ્યપૂર્ણ છે.પ્રિયંકા ચતુર્વેદીએ એક ટ્વીટને રિટ્વીટ કરતા એક મેસેજ લખ્યો,જેની સાથે એક ચિઠ્ઠી પણ એટેચ કરી છે. ચિઠ્ઠી પ્રમાણે, ઉત્તરપ્રદેશના મથુરામાં જ્યારે પ્રિયંકા ચતુર્વેદી પાર્ટી તરફથી રાફેલ વિમાનની ડીલ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવા માટે આવી હતી, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ આ કાર્યકર્તા પર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ 15 એપ્રિલે ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાની ભલામણના કારણે કાર્યવાહી અટકાવી દેવાઈ હતી. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App