લોકસભા ચૂંટણી 2019 / કોંગ્રેસના ત્રીજા લિસ્ટમાં દેખાયો પરિવારવાદ, પીએલ પુનિયાના દીકરા અને સાંસદ સુષ્મિતા દેવને મળી ટિકિટ

divyabhaskar.com

Mar 16, 2019, 10:41 AM IST
loksabha election 2019 congress 3rd list of candidates for elections 2019 included PL Puniya Son

  • કોંગ્રેસે શુક્રવારે મોડી રાતે ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને યુપીની 18 સીટ છે
  • સાંસદ સુષ્મિતા આસામના સિલચરમાંથી ફરી ઉમેદવાર, તનુજ પુનિયાને ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી ટિકિટ મળી

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે શુક્રવારે મોડી રાતે ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, તેંલગાણા અને યુપીની એક સીટ સાથે 18 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં પીએલ પુનિયાના દીકરા તનુજ પુનિયાનું નામ પણ સામેલ છે. તનુજ ઉત્તરપ્રદેશના બારાબંકીથી ચૂંટણી લડશે. તે ઉપરાંત આસામના સિલચરથી સાંસદ અને મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવને અહીંથી ફરી ટિકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત મેઘાલયના મુખ્યમંત્રી ડૉ. મુકુલ સંગમાને તુરાથી અને આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના દીકરા ગૌરવને કાલિયાબોરેથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં તેલંગાણાની 17 સીટમાંથી પાંચ પર કોંગ્રેસ ઉમેદવારના નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. આદિલાબાદથી રમેશ રાઠોડ, પેડ્ડાપલ્લેથી એ. ચંદ્રશેખર, કરીમનગરથી પૂનમ પ્રભાકર, જહીરાબાદથી કે.મદનમોહન રાવ, મેદકથી અનિલ કુમાર, મલ્કાજગિરિથી એ. રેવંત રેડ્ડી, ચેવેલ્લાથી કોંડા વિશ્વેશ્વર રેડ્ડી અને મહેબૂબાબાદથી પોરિકા બલરામ નાઈકના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.

મેઘાલયની બંને સીટો અને સિક્કિમની એક સીટ પર પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મેઘાલયની શિલાંગ સીટથી વિંસેંટ પાલા, તુરા સીટથી ડૉ. મુકુલ સંગમા અને સિક્કિમથી ભરત બેસનેટના નામ નક્કી કરવામાં આવ્યા છે.

ત્રીજી યાદીમાં તેલંગણાથી 8 નામ

રાજ્ય લોકસભા ક્ષેત્ર ઉમેદવાર 2014માં આ સીટ પરથી કોણ જીત્યું હતું
તેલંગાણા આદિલાબાદ રમેશ રાઠોડ ગોદામ નાગેશ, ટીઆરએસ
તેલંગાણા પેડ્ડાપલ્લે એ. ચંદ્રશેખર બાલકા સુમન, ટીઆરએસ
તેલંગાણા કરીમનગર પૂનમ પ્રભાકર વિનોદ કુમાર બોઈનાપલ્લી, ટીઆરએસ
તેલંગાણા જહીરાબાદ કે. મદન મોહન રાવ બીબી પાટીલ, ટીઆરએસ
તેલંગાણા મેડક ગલી અનિલ કુમાર કે.સી રાવ, ટીઆરએસ
તેલંગાણા મલકાજ ગિરિ એ. રેવાનાથ રેડ્ડી મલ્લા રેડ્ડી, ટીડીપી
તેલંગાણા ચેલેવ્વા વિશ્વેશ્વર રેડ્ડી કોંડા વિશ્વેશ્વર રેડ્ડી, ટીઆરએસ
તેલંગાણા મહબૂબાબાદ પોરિકા બલરામ નાઈક પ્રો. એએસ નાઈક, ટીઆરએસ
આસામ કરીમગંજ સ્વરુપ દાસ રાધેશ્યામ બિસ્વાસ, એઆઈયૂડીએફ
આસામ સિલચર સુષ્મિતા દેવ સુષ્મિતા દેવ, કોંગ્રેસ
આસામ કાલિયાબોર ગૌરવ ગોગોઈ ગૌરવ ગોગોઈ, કોંગ્રેસ
આસામ જોરહટ સુશાંતા બોરગોહન કેપી તાસા, ભાજપ
આસામ ડિબ્રૂગઢ પવન સિંહ ઘાટોબર રામેશ્વર તેલી, ભાજપ
મેઘાલય શિલાંગ વિન્સેંટ એચ.પાલા વિન્સેટ એચ પાલા, કોંગ્રેસ
મેઘાલય તુરા ડૉ. મુકુલ સંગમા પીએ સંગમા, એનપીપી
નાગાલેન્ડ નાગાલેન્ડ કેએસ ચિશી નેફ્યૂ રિયો, એનપીએફ
સિક્કિમ સિક્કિમ ભરત બસનેટ પ્રેમ દાસ રાય, એસડીએફ
ઉત્તર પ્રદેશ બારાબંકી તનુજ પુનિયા પ્રિયા સિંહ રાવત, ભાજપ

X
loksabha election 2019 congress 3rd list of candidates for elections 2019 included PL Puniya Son
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી