લોકસભા અપડેટ્સ / શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સપામાં સામેલ, અડધા કલાકની અંદર લખનઉથી ટિકિટ મળી

Lok sabha chunav 2019 news and updates
X
Lok sabha chunav 2019 news and updates

  • સપાની અપીલ- લખનઉમાં ભાજપને હરાવવા કોંગ્રેસ ઉમેદવાર ન ઉતારે
  • પૂનમ સિન્હા લખનઉથી ગઠબંધનના ઉમેદવાર, 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે

Divyabhaskar

Apr 16, 2019, 04:37 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાના પત્ની પૂનમ મંગળવારે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે. તેઓએ પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવની હાજરીમાં સપાની સભ્યતા લીધી. તેઓ લખનઉ સીટથી રાજનાથ સિંહ વિરૂદ્ધ ગઠબંધનના ઉમેદવાર હશે અને તેઓ 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. સપાએ અપીલ કરી છે કે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ આ બેઠક પરથી પોતાના ઉમેદવાર ન ઉતારે. થોડાં દિવસ પહેલાં પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા છે.

1

રાજનાથ સિંહે રોડ શો બાદ લખનઉથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, રાજનાથ સામે કોને ઉમેદવાર બનાવવો તે અંગે વિપક્ષ અસમંજસમાં

રાજનાથ સિંહે રોડ શો બાદ લખનઉથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, રાજનાથ સામે કોને ઉમેદવાર બનાવવો તે અંગે વિપક્ષ અસમંજસમાં
ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે લખનઉથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ. તે પહેલાં રાજનાથ સિંહે શક્તિ પ્રદર્શન કરતા રોડ શો કર્યો હતો, જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા. રોડ શો શરૂ કરતાં પહેલાં યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહ લખનઉના હનુમાન મંદિરે પહોંચ્યા, જ્યાં પૂજા અર્ચના કર્યા હતા. રાજનાથ સિંહ રોડ શો બાદ ઉમેદવારી ફોર્મ ભરશે. યોગીએ એક રેલીમાં અલી અને બજરંગબલી પર નિવેદન આપ્યું હતું જેથી ચૂંટણી પંચે તેમનો પ્રચાર પ્રસાર અટકાવ્યો છે.
2

રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે સુશીલ મોદી

રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે સુશીલ મોદી
બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ પટના કોર્ટમાં માનહાનિનો કેસ કરશે. તેઓએ પૂછ્યું કે શું મોદી સરનેમ રાખવી ગુનો છે? રાહુલે કરોડો લોકોને ચોર કહ્યું અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. કોંગ્રેસ અધ્યક્ષે એક રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદીને ભગાડવામાં પીએમ મોદીનો હાથ છે. બધાં ચોરની અટક મોદી જ છે. 
3

હેલિપેડ પર ચૂંટણી પંચના અધિકારીઓએ યેદિયુરપ્પાનો સામાન તપાસ્યો

હેલિપેડ પર ચૂંટણી પંચના અધિકારીઓએ યેદિયુરપ્પાનો સામાન તપાસ્યો
ચૂંટણી પંચના અધિકારીઓએ હેલિપેડ પર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાના સામાનની તપાસ કરી. તેઓ ચૂંટણી કાર્યક્રમમાં પોતાની હાજરી આપવા જઈ રહ્યાં હતા. આ પહેલાં હાલમાં જ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદીની કર્ણાટકની રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરથી સુરક્ષાકર્મીઓએ કાળા સંદિગ્ધ બેગ ઉતાર્યા હતા. કોંગ્રેસના દાવા મુજબ તેમા કાળું ધન હતું. 
4

રાજ્યવર્ધન સિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું, ઓફિસમાં જ બાબા રામદેવે પ્રાણાયામ કર્યા

રાજ્યવર્ધન સિંહે ઉમેદવારી ફોર્મ ભર્યું, ઓફિસમાં જ બાબા રામદેવે પ્રાણાયામ કર્યા
યોગગુરુ બાબા રામદેવે આ વખતે તેમની કળા બતાવવા માટે અલગ જ જગ્યાની પસંદગી કરી છે. બાબા રામદેવે ભાજપના ઉમેદવાર રાજ્યવર્ધનસિંહના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રિટર્નિંગ અધિકારીના રૂમમાં જ અનુલોમ-વિલોમ કરવાનું શરૂ કરી દીધું છે. બાબા રામદેવ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડના ઉમેદવારી  ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે બાબા રામદેવે કહ્યું કે મોદીજીના હાથમાં દેશ સુરક્ષિત છે. રાજ્યવર્ધનને આશીર્વાદ આપવા આવ્યો છું. ફોર્મ ભરતાં પહેલાં રાઠોડે મોતીડુંગરી ગણેશજીના દર્શન કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસના કૃષ્ણા પુનિયા છે.કેન્દ્રીય મંત્રી રાઠોડે રાજસ્થાનના જયપુરની ગ્રામ્ય બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
5

સિદ્ધૂ મુસ્લિમ મતદારોને એકજૂટ થવાની અપીલ કરી

સિદ્ધૂ મુસ્લિમ મતદારોને એકજૂટ થવાની અપીલ કરી
કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તે મુસ્લિમ સમુદાયને એકજૂથ થઈને  કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી રહ્યા છે. સિદ્ધુએ આ નિવેદન બિહારના કટિહારમાં આપ્યું છે. કટિહાર લોકસભાની બલરામપુર વિધાનસભામાં જનસભાને સંબોધિત કરતા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, તમારી એવી લોકસભા છે જ્યાં લઘુમતી જ બહુમતી છે, જેથી જો તમે એકજુથતા બતાવશો તો તારિક અનવરને કોઈ હરાવી નહી શકે. રેલીમાં નવજોતસિંહ સિદ્ધુ બોલ્યા કે, અહીં જાતિમાં ભાગલા પાડવાનું રાજકારણ રમાઈ રહ્યું છે. હું મારા મુસ્લીમ ભાઈઓને એક જ વાત જણાવવા માટે આવ્યો છું. તમારો એવો વિસ્તાર છે જ્યાં તમે લઘુમતી બનીને નહી પણ બહુમતી છો. આ વિસ્તારમાં તમારુ વર્ચસ્વ 62 ટકા છે અને આ ભાજપ વાળા તમારી અંદર ભાગલા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. 
6

બીજા તબક્કા માટે આજે પ્રચાર બંધ

 બીજા તબક્કા માટે આજે પ્રચાર બંધ
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 18 એપ્રિલે મતદાન થશે. જેના માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં આસામ (5 બેઠકો), બિહાર (05), છત્તીસગઢ (03), જમ્મુ-કાશ્મીર (02), કર્ણાટક(14), મહારાષ્ટ્ર(10), મણિપુર(01), ઓરિસ્સા (05), તમિલનાડુ(39), ત્રિપુરા (01), ઉત્તરપ્રદેશ (08), પશ્વિમ બંગાળ(03) અને પુડ્ડુચેરી (01) બેઠકો માટે મતદાન યોજાશે. 11 એપ્રિલના રોજ આશરે 69 % મતદાન કરવામાં આવ્યું હતું.
7

ટિકિટ પર પીએમ મોદીની તસવીર છાપવા અંગે કાર્યવાહી, રેલવેએ 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

ટિકિટ પર પીએમ મોદીની તસવીર છાપવા અંગે કાર્યવાહી, રેલવેએ 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
સોમવારે ચૂંટણી પંચે ઘણાં મોટા નેતાઓના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યા બાદ પંચનું કડક વલણ યથાવત રહ્યું છે. ટ્રેનની ટિકિટો પર વડાપ્રધાન મોદીની તસવીર હોવાથી રેલવેએ તેના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પંચે આ તસવીર અંગે રેલવે વિભાગને નોટિસ ફટકારી દીધી છે. 
 
8

કેરળઃ થરૂરને મળવા પહોંચ્યા રક્ષા મંત્રી

કેરળઃ થરૂરને મળવા પહોંચ્યા રક્ષા મંત્રી


રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે હોસ્પિટલ પહોંચીને કોંગ્રેસ નેતા અને તિરુવનંતપુરમના ઉમેદવાર શશી થરૂરના ખબરઅંતર પૂછ્યા હતા. થરૂર સોમવારે એક ધાર્મિક કાર્યક્રમમાં ઘાયલ થયા ગઈ હતા અને તેના માથામાં 6 ટાંકા આવ્યા હતા. થરૂરે ટ્વીટ કરી કહ્યું કે- સીતારમણની નમ્રતાનો પરિચય આપ્યો, આ રાજનીતિનો દુર્લભ ગુણ છે. આ ઉપરાંત ડાબેરી નેતાઓએ પણ ફોન કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી