સરકાર / લોકસભામાં એનડીએ સરકારમાં યુપીએ-1થી 4% ઓછું અને યુપીએ-2 કરતાં 20% વધુ પ્રોડક્ટિવિટી રહી

productivity of narendra modi government in loksabha vs congress upa1 and upa2
X
productivity of narendra modi government in loksabha vs congress upa1 and upa2

  • લોકસભામાં આ કાર્યકાળમાં 156 અને રાજ્યસભામા 118 બિલ પાસ થયા
  • જીએસટી બિલ પર સૌથી વધારે બંને સત્રમાં 12 કલાક સુધી ચર્ચા થઈ
  • એનડીએ સરકારમાં 6 ફેબ્રુઆરી સુધી 83% પ્રોડક્ટિવિટી રહી, જ્યારે યુપીએ-1માં 87% અને યુપીએ-2માં 63% પ્રોડક્ટિવિટી રહી

divyabhaskar.com

Feb 13, 2019, 04:59 PM IST

નવી દિલ્હી: 16મી લોકસભાનું છેલ્લું બજેટ સત્ર સોમવારે પુરુ થઈ ગયું છે. હોબાળાના કારણે બુધવારે બંને સદનને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. વિવિધ મુદ્દાઓ પર હોબાળાના કારણે એનડીએ સરકારમાં લોકસભાનું કામ યુપીએ-1ના કાર્યકાળની સરખામણીએ ઓછું થયું છે. જોકે 15મી લોકસભા એટલે કે યુપીએ-2ના શાસન કરતા વધારે રહ્યું છે.

1. લોકસભામાં 46 અને રાજ્યસભામાં 33 બિલ અટક્યા
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ પ્રમાણે હાલની લોકસભાનું 6 ફેબ્રુઆરી સુધી 83% કામ થયું. તેની સરખામણીએ યુપીએ-2માં તે માત્ર 63% હતું. જોકે યુપીએ-1માં તે 87% થયું હતું.
આ કાર્યકાળમાં લોકસભામાં 156 અને રાજ્યસભામાં 118 બિલ પસાર થયા છે. બંધારણના 122માં સંશોધન (જીએસટી) બિલ 2014 પસાર થયું હોવાથી પહેલાં બે સત્રમાં 12 કલાક ચર્ચા થઈ હતી. આ એનડીએ સરકારમાં અન્ય બિલની સરખામણીએ સૌથી વધારે ચર્ચા થઈ હતી.
વિરોધ અને હોબાળાના કારણે લોકસભામાં 46 અને રાજ્યસભામાં 33 બિલ અટક્યા છે. આ કાર્યકાળમાં લોકસભામાં 327 અને રાજ્યસભામાં 325 બેઠક થઈ છે. ભૂમિ અધિગ્રહણમાં વળતર અને પારદર્શિતાના અધિકાર વિશે અંદાજે 10 કલાક ચર્ચા થઈ હતી.
16મી લોકસભામાં ફેબ્રુઆરીથી એપ્રિલ 2018 વચ્ચે ચાલેલું 14મું સત્ર સૌથી ખરાબ રહ્યું. તેમાં અંદાજે 127 કલાક અને 45 મિનિટ બગડ્યા હતા. પહેલાં સત્રમાં માત્ર 16 મિનિટ ખરાબ રહી હતી.
5. આ સાંસદોની 100% હાજરી રહી
ઉત્તરપ્રદેશના બાંદાના બીજેપી સાંસદ ભૈરો પ્રસાદ મિશ્રા, મુંબઈ નોર્થથી બીજેપી સાંસદ ગોપાલ શેટ્ટી, ઓરિસ્સાના જગતસિંહપુરના બીજેડી સાંસદ કુલમણિ સમલ અને હરિયાણાના સોનીપદથી બીજેપી સાંસદ રમેશ ચંદ્ર કૌશિકની 1 જૂન 2014થી 6 ફેબ્રુઆરી 2019 સુધી 100% હાજરી રહી છે.
6. આ સાંસદોએ પૂછ્યા સૌથી વધારે સવાલ
મહારાષ્ટ્રના સાંસદે સૌથી વધારે સવાલ પૂછ્યા છે. તેમાં એનસીપી સાંસદ સુપ્રિયો સુલે અને સાંસદ વિજયસિંહ મોહિતે 1100 સવાલ પૂછ્યા છે. જ્યારે શિવસેનાના સાંસદ- આનંદ રાવ, ગજાનન ચંદ્રકાંત, શિવાજી પાટિલ અને ક્ષીરંગ અપ્પાએ એક હજાર કરતાં વધારે સવાલ પૂછ્યા છે.
7. સંસદમાં રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ ગાંધીની સંસદમાં 52% હાજરી રહી. તેમણે 14 ચર્ચાઓમાં ભાગ લીધો પરંતુ કોઈ સવાલ ન પૂછ્યા. તે ઉપરાંત તેઓ સંસદમાં કોઈ પ્રાઈવેટ મેમ્બર બિલ લઈને પણ આવ્યા નથી.
8. આ સાંસદો સૌથી વધારે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવ્યા
ઝારખંડથી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ 48 પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા. જ્યારે શેટ્ટી જેમની 100% હાજરી રહી હતી તેમણે 32 પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી