વિવાદ / જયાપ્રદાએ આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, દોષિત સાબીત થશે તો સજા થઈ શકે છે

FIR Filed Against Azam Khan Over Khaki Underwear Remark to Jaya Prada Lok Sabha election 2019

  • ભારતીય દંડ સંહિતા મહિલાઓને વિશેષ સુરક્ષા આપે છે
  • દોષ સાબીત થતા આરોપીને 2 વર્ષની જેલની સજા અને દંડ અથવા બંને સજા થઈ શકે છે

divyabhaskar.com

Apr 16, 2019, 11:30 AM IST

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા અને રામપુર લોકસભા સીટના ઉમેદવાર આઝમ ખાનની જયાપ્રદા પર કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણીથી રાજકીય ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે. બીજેપી ઉમેદવાર જયાપ્રદાએ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સપા નેતા વિરુદ્ધ મહિલા આયોગ તરફથી પણ ફરિયાદ કરવામાં આવી છે. આ સંજોગોમાં જો આઝમ ખાન દોષિત સાબીત થશે તો તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અંર્તગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

IPCની કલમ મુજબ મહિલાઓને વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ મહિલા વિરુદ્ધ વિવાદિત નિવેદન કરવાથી અથવા તેમના વિરુદ્ધ અપશબ્દ બોલવાથી કે તેમની સાથે જબરજસ્તી- છેડતી કરવાનું મોંઘુ પડી શકે છે. આ પ્રકારના કેસમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસ મહિલાઓ સાથે થનારા આ પ્રકારના કેસમાં આરોપી વિરુદ્ધ કલમ 354 અંર્તગત કેસ દાખલ કરી શકે છે.

શું છે IPCની કલમ 354: ભારતીય દંડ સંહિતા એટલે કે IPCની કલમ 354નો ઉપયોગ એવા કેસમાં કરવામાં આવે છે જ્યાં સ્ત્રીની મર્યાદા અને માન સન્માનને ઠેસ પહોંચાડવા માટે વિવાદિત ટીપ્પણી કરવામાં આવે અથવા તેમના પર જબરજસ્તી કરવામાં આવે. તેમને ખોટા ઈરાદાથી અડવામાં આવે અથવા ખરાબ ઈરાદાથી તેમના પર હુમલો કરવામાં આવે. મહિલા સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને પણ આ કલમમાં જોડવામાં આવે છે.

પાંચ ભાગમાં છે આ કલમ 354: દિલ્હીમાં નિર્ભયા કાંડ પછી કલમ 354માં ફેરફાર કરવામાં આવ્યા છે. તે પછી આ કલમમાં બીજા 4 અન્ય ભાગ બનાવી દેવામાં આવ્યા છે. તેમાં 354 એ, 354 બી, 354 સી અને 354 ડી સામેલ છે. તે અંર્તગત મહિલાઓની ઈચ્છા વિરુદ્ધ જોર જબરજસ્તી કરવી, તેમને જબરજસ્તી અશ્લીલ તસવીરો અથવા વીડિયો દર્શાવવા. તેમને માનસિક રીતે પરેશાન કરવા જેવી ઘટનાઓ સામેલ કરવામાં આવે છે. આવુ કરનાર સંબંધીત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ કલમના દોષિતોને શું સજા મળે છે?: ભારતીય દંડ સંહિતા પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાની મર્યાદાનો ભંગ કરે અથવા તેનું અપમાન કરવા માટે વિવાદિત ટીપ્પણી કરે, અપશબ્દ બોલે અથવા તે મહિલા પર હુમલો અથવા જોર-જબરજસ્તી કરે તો તેમની સામે કલમ 354 દાખલ કરવામાં આવે છે. આરોપી પર દોષ સાબીત થઈ જાય તો તેને બે વર્ષની સજા અને દંડ અથવા બંને સજા મળી શકે છે.

X
FIR Filed Against Azam Khan Over Khaki Underwear Remark to Jaya Prada Lok Sabha election 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી