લોકસભા ચૂંટણી 2019 / UPમાં કોંગ્રેસે 7 સીટ સપા-બસપા-આરએલડી માટે છોડી, બિહારમાં BJP-JDU-LJPની સીટો જાહેર

divyabhaskar.com

Mar 17, 2019, 04:58 PM IST
lok sabha election 2019 seat distribution in UP and Bihar live news and updates
X
lok sabha election 2019 seat distribution in UP and Bihar live news and updates

  • ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડી ગઠબંધને સોનિયા-રાહુલની સીટે પર ઉમેદવાર ન ઉતારવાનું નક્કી કર્યું છે
  • વાયએસઆર કોંગ્રેસે આંધ્રમાં લોકસભાના 25 અને વિધાનસભાના 175 ઉમેદવાર નક્કી કર્યા
  • બિહારમાં ભાજપ-જેડીયુ 17-17 અને એલજેપી 6 સીટ પર ઉમેદવાર ઉતારશે

નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશની 7 સીટ પર ઉમેદવાર ન ઉતારવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે સપા-બસપા અને આરએળડી ગઠબંધનની 7 સીટો છોડી દીધી છે. કોંગ્રેસે મૈનપુરી, કન્નૌજ, ફિરોઝાબાદ, અખિલેશ યાદલની સીટ (જો તેઓ ચૂંટણી લડે તો), માયાવતીની સીટ (જો તેઓ ચૂંટણી લડે તો), અજીત સિંહ અને જયંતી ચૌધરીની સીટ પર ઉમેદવાર ન ઉતારવાનું નક્કી કર્યું છે. જ્યારે બિહારમાં ભાજપ અને જેડીયુએ 17-17 ઉમેદવાર અને એલજેપીએ 6 ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે.

યુપીમાં કોંગ્રેસનું ગઠબંધનનું નહીં પણ સીટોનું થયું સેટિંગ
1.
  • રાજબબ્બરે રવિવારે જણાવ્યું કે, મૈનપુરી, કન્નૌજ, ફિરોઝાબાદ અને જ્યાથી માયાવતી અથવા આરએલડીના જયંતી ચૌધરી અને અજીત સિંહ ચૂંટણી લડશે ત્યાંથી કોંગ્રેસ તેમના ઉમેદવાર ઉતારશે નહીં. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડી સાથે મળીને ચૂંટણી લડવાના છે. ગઠબંધનમાં અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો છે. અમેઠીમાંથી રાહુલ ગાંધી અને રાયબરેલીમાંથી સોનિયા ગાંધી સાંસદ છે. સપાએ મૈનપુરીથી મુલાયમ સિંહ, કન્નૌજથી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ અને ફિરોઝાબાદથી અક્ષય યાદવને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કૃષ્ણા પટેલના અપના દળને ગોંડા અને પીલીભીતની સીટ આપી દેવામાં આવી છે.
  • રાજબબ્બરે કહ્યું કે, યુપીમાં અમે જન અધિકારી પાર્ટી સાથે 7 સીટ માટે ગઠબંધન કર્યું છે. તેઓ કોંગ્રેસના ચિન્હ સાથે અહીં લોકસભા ચૂંટણી લડવા માગે છે. સાત સીટમાંથી જન અધિકારી પાર્ટી 5 પર અને કોંગ્રેસ 2 સીટ પરથી ચૂંટણી લડશે.

બિહાર એનડીએમાં રવિવારે સીટોની જાહેરાત કરાઈ

1.લોકસભા ચૂંટણી માટે બિહાર એનડીએમાં રવિવારે સીટોની જાહેરાત કરવામાં આવી છે. 2014 લોકસભા ચૂંટણીમાં 22 સીટ જીતનાર ભાજપ આ વખતે પટના સાહિબ, પાટલિપુત્ર, મુઝ્ઝફરપુર અને આરા સહિત 17 સીટ પર તેમના ઉમેદવાર ઉતારશે. ભાજપે ગયા, સીવાન, વાલ્મીકિનગર, ગોપાલ ગંજ, ઝંઝારપુર, નવાદા સીટ તેમના સહયોગીઓ માટે છોડી દીધી છે. કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહની નવાદા સીટ રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીના ખાતામાં ગઈ છે.
બિહારમાં આ સીટો પરથી જેડીયુ ચૂંટણી લડશે
2.નીતિશ કુમારની જનતા દળ યૂનાઈટેડ જે 17 સીટ પર ચૂંટણી લડશે તેમાં વાલ્મીકિનગર, સીતામઢી, ઝંઝારપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, કારાકાટા, જહાનાબાદ અને ગયા સામેલ છે.
બિહારમાં બીજેપીની સીટો
3.ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, શિવહર મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાય, પટના સાહિબ, પાટલિપુત્ર, આરા, બક્સર, સાસારામ અને ઔરંગાબાદ સીટ આવી છે.
પાસવાનની એલજેપીને મળી 6 સીટો
4.રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને ગઠબંધન અંર્તગત 6 સીટો મળી છે. તેમાં વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગડિયા, જુમેઈ અને નવાદા છે.

a

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી