ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Congress leader in Lok Sabha Mallikarjun Kharge written a letter to PM

    લોકપાલ પસંદગી બેઠકનું આમંત્રણ કોંગ્રેસે ફગાવ્યું, ખડગેનો PMને પત્ર

    Divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 02:01 PM IST

    લોકપાલ સિલેકશન કમિટીએ ગુરૂવારે થનારી બેઠકમાંથી કોંગ્રેસે પોતાને દૂર કર્યા, ખડગેએ સરકારના આમંત્રણને ફગાવી દીધું.
    • ખડગેએ પત્ર લખી સવાલ કર્યો કે લોકાયુક્તની નિમણૂંક માટે 4 વર્ષનો સમય કેમ લાગ્યો? (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખડગેએ પત્ર લખી સવાલ કર્યો કે લોકાયુક્તની નિમણૂંક માટે 4 વર્ષનો સમય કેમ લાગ્યો? (ફાઈલ)

      નવી દિલ્હીઃ લોકપાલ સિલેકશન કમિટીએ ગુરૂવારે થનારી બેઠકમાંથી કોંગ્રેસે પોતાને દૂર કર્યાં છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારના આમંત્રણને ફગાવી દીધું છે. તેઓએ આ સંબંધે વડાપ્રધાન મોદીને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ કહ્યું છે કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે.

      મારા વિચાર રજૂ કરવા ઢોંગ ગણાશે

      - ખડગેએ પોતાના પત્રમાં લખ્યું કે, "ભાગ લેવાના હક્ક વગર વિશેષ આમંત્રણ વ્યક્તિ તરીકે મારી હાજરી, મારા વિચાર રજૂ કરવા અને મતદાન કરવું તે એક ઢોંગ ગણાશે. જેનું લક્ષ્ય એવું દેખાડવાનો છે કે પસંદગી પ્રક્રિયામાં વિપક્ષે ભાગ લીધો હતો."
      - ખડગેએ આગળ લખ્યું કે, "આ પરિસ્થિતિઓમાં લોકપાલ અધિનિયમ 2013ની પવિત્રતાને બનાવી રાખવા માટે મને વિશેષ આમંત્રિત વ્યક્તિના નિમંત્રણને જરૂરથી અસ્વીકારવું જોઈએ. કેમકે હાલની પ્રક્રિયાએ એક પવિત્ર કાર્યપદ્ધતિને રાજકીય ઉપસ્થિતને માત્ર એક સીમિત કરી દીધું છે."

      સરકાર માત્ર ઔપચારિકતા નિભાવે છે

      - ખડગેએ પત્રમાં લખ્યું કે, "લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013માં પસંદગી સમિતિમાં વિપક્ષના નેતાને રાખવાની ખાસ જોગવાઈ છે અને તેને વિશેષ આમંત્રિતથી ન બદલી શકાય."
      - ખડગેએ કહ્યું કે, "આ હેરાન કરનારૂ છે કે સરકાર લોકપાલની નિયુક્તિમાં સાર્થક અને રચનાત્મક ભાગીદારી નક્કી કરવાને બદલે માત્ર કાગળ પરની ઔપચારિકતાજ નિભાવી રહ્યાં છે."
      - લોકપાલ કાયદા મુજબ, લોકપાલની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, લોકસભામાં વિપક્ષના નેતા અને એક કાયદાના સલાહકાર રાખવાની જોગવાઈ છે.
      - લોકસભામાં આ સમયે કોઈને પણ વિપક્ષના નેતા તરીકે દરજ્જો પ્રાપ્ત નથી. કોંગ્રેસ લોકસભામાં સૌથી મોટી પાર્ટી છે અને ખડગે ગૃહમાં તેના નેતા છે.

      લોકપાલનો શું અધિકાર હોય છે?

      - દેશના ટોપ ઓફિશિયલ્સ સહિત વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો અધિકાર હોય છે.
      - લોકપાલ અને લોકાયુક્ત કાયદો 2013માં સંસદના બંને ગૃહમાં સહમતીથી પાસ થયો છે.

      કોર્ટે સુનાવણી 6 માર્ચ સુધી ટાળી હતી

      - ગત દિવસોમાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કામ કરતી સંસ્થા માટે લોકપાલની નિયુક્તિની પ્રોસેસ ચાલી રહી છે. તે માટે સિલેકશન કમિટીની બેઠક 1લી માર્ચે થવાની છે.
      - સુપ્રીમ કોર્ટની બેંચે અટોર્ની જનરલ તરફથી આપવામાં આવેલી જાણકારીને ધ્યાનમાં રાખીને વધુ સુનાવણી 6 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • ખડગે મોદીને પત્ર લખી કહ્યું કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખડગે મોદીને પત્ર લખી કહ્યું કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Congress leader in Lok Sabha Mallikarjun Kharge written a letter to PM
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `