લોકસભા / રાફેલ ડીલ પર લખેલા પુસ્તકના વિમોચન પર રોક, ચૂંટણી પંચે પુસ્તકો જપ્ત કર્યા

LOk sabha 2019: Election party's News & Updates
X
LOk sabha 2019: Election party's News & Updates

  • કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, ભાજપ તેના પ્રચારમાં નમો ચેનલનો ઉપયોગ કરી રહ્યો  છે

Divyabhaskar

Apr 02, 2019, 06:20 PM IST

નેશનલ ડેસ્કઃ  રાફેલ ડીલ પર લખવામાં આવેલા પુસ્તકની રિલીઝ પર ચૂંટણી પંચ મંગળવારે રોક લગાવી છે. ચેન્નાઈ સ્થિત ભારતી પબ્લિશિંગ હાઉસમાંથી તેની કોપીઓ જપ્ત કરવામાં આવી છે. પુસ્તકનું શીર્ષકઃ 'રાફેલઃ લોન્ડ્રિંગ ઓફ ધ નેશન' છે, જેને એસ વિજયને લખ્યું છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ, જો કોઈ પુસ્તકમાં સંવેદનશીલ જાણકારીઓ છે તો તેનું વિમોચન કરવાનું નિયમો વિરૂદ્ધ છે. પુસ્તકના સંપાદક પીકે રાજને કહ્યું કે પુસ્તકમાં પબ્લિક ડોમેનમાં રહેલી જાણકારીઓ છે. અમે પહેલાં પણ ચૂંટણીને લઈને અનેક પુસ્તકો છાપી હતી. ખબર નથી આ વખતે પંચ અને સરકારને શું વાંધો છે.

1

ચૂંટણી પંચ જશે પૂર્વ નૌસેના પ્રમુખ રામદાસ

ચૂંટણી પંચ જશે પૂર્વ નૌસેના પ્રમુખ રામદાસ
ભારતીય સેનાને મોદીજીની સેના જણાવવાના મુદ્દે નેવી પ્રમુખ રહેલાં એડમિરલ એલ રામદાસ ચૂંટણી પંચને ફરિયાદ કરશે. તેમનું કહેવું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રકારની વાત કરી સેનાનો રાજકીય ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમનું કહેવું છે કે સેના કોઈની જાગીર નથી. 
2

રાહુલ ગાંધી 4 એપ્રિલે વાયનાડથી ઉમેદવારી પત્ર ભરશે

રાહુલ ગાંધી 4 એપ્રિલે વાયનાડથી ઉમેદવારી પત્ર ભરશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ગુરૂવારે એટલે કે 4 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે. તેઓ બુધવારે સાંજે ત્યાં પહોંચી જશે. રાહુલ વાયનાડ ઉપરાંત અમેઠી સીટ પરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસના અનેક કેન્દ્રીય નેતા આ દરમિયાન વાયનાડમાં ઉપસ્થિત રહેશે. 

3

પંકજ ત્રિપાઠી રાજકારણમાં આવશે?

પંકજ ત્રિપાઠી રાજકારણમાં આવશે?
અભિનેતા પંકજ ત્રિપાઠીએ પણ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં પુછેલા સવાલોમાં આ વાત કરી હતી. પંકજ ત્રિપાઠીએ વધુમાં કહ્યું કે, રાજકારણ માટે મારી પાસે ઘણો સમય છે. મારા મતે એક ભણેલો ગણેલો તમામ વાતોનો જાણકાર જ મને મહાન નેતા બનાવી શકશે અને રાષ્ટ્રની પ્રગતિમાં મદદ કરી શકશે. 

 
4

RSS કાર્યાલયની સુરક્ષા હટાવવાથી દિગ્વિજય નારાજ

RSS કાર્યાલયની  સુરક્ષા હટાવવાથી દિગ્વિજય નારાજ

લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ઉત્સાહ વધી રહ્યો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે ભોપાલ સ્થિત RSSના મુખ્યાલય ખાતેથી સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે, જેની પર તેમના જ પક્ષના સભ્ય દિગ્વિજયસિંહે સવાલો ઉઠાવ્યા છે. દિગ્વિજયે ટ્વીટ કરીને સંઘ કાર્યાલયની સુરક્ષા ન હટાવવા અંગેની અપીલ કરી છે. 

દિગ્વિજયે ટ્વીટ કરીને કહ્યું કે, ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતેથી સુરક્ષા હટાવવાનો નિર્ણય સહેજ પણ યોગ્ય નથી. હું મુખ્યમંત્રી કમલનાથને અપીલ કરું છું કે તેઓ તાત્કાલિક સુરક્ષા ફરી આપવાના આદેશ આપે. 

5

પૂર્વ ડે.CM અને BJP નેતાએ કહ્યું -મુસ્લીમો અમારી પર વિશ્વાસ નથી કરતા, એટલે અમે તેમને ટિકિટ નથી આપતા

પૂર્વ ડે.CM અને BJP નેતાએ કહ્યું -મુસ્લીમો અમારી પર વિશ્વાસ નથી કરતા, એટલે અમે તેમને ટિકિટ નથી આપતા
 કર્ણાટકના વરિષ્ઠ નેતા KS ઈશ્વરપ્પાએ એક રેલીમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લીમોને ભાજપ એટલા માટે ટિકિટ નથી આપી રહી કારણ કે તે લોકોને અમારી પર વિશ્વાસ નથી. ઈશ્વરપ્પાએ આ વાત કોપ્પલમાં કુરુબા અને અલ્પસંખ્યક સમુદાયને સંબોધતિ વખતે કરી હતી. 
6

મારા પિતા યશંવત સિન્હાના આશીર્વાદ મારી સાથે:જયંત સિન્હા

મારા પિતા યશંવત સિન્હાના આશીર્વાદ મારી સાથે:જયંત સિન્હા
જયંત સિન્હાએ કહ્યું કે, મારા પિતા યશંવત સિન્હાના આશીર્વાદ મારી સાથે છે. માતા-પિતા સથે કોઈ રાજકીય અથવા આતંરિક મતભેદ નથી. થોડા દિવસ પહેલા જ જ્યારે મેં પ્રચારની શરૂઆત કરી ત્યારે મેં તેમના આશીર્વાદ પણ લીધા હતા. તેઓ એ સવાલનો જવાબ આપ્યો હતો કે 2014ની ચૂંટણી સમયે તેમના પિતાએ તેમના પક્ષમાં પ્રચાર કર્યો હતો.પરંતુ બાદમાં પાર્ટીએ નેતૃત્વ સાથે મતભેદ થવાથી તેમને ભાજપ પક્ષને છોડી દીધો હતો. અને આ વખતે તેમણે એકલા પ્રચાર માટે જવું પડ્યું હતું.
7

દુરદર્શન અને ખાનગી ચેનલના ખોટા ઉપયોગની ફરિયાદ

દુરદર્શન અને ખાનગી ચેનલના ખોટા ઉપયોગની ફરિયાદ

કોંગ્રેસે ચૂંટણી પંચને અપીલ કરી છે કે તે ભાજપને દૂરદર્શન અને ખાનગી ચેનલનો ખોટો ઉપયોગ કરતાં રોકે. પાર્ટી નેતા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભાજપ પોતાના પ્રચારમાં નમો ચેનલનો ઉપયોગ કરી રહ્યાં છે. દુરદર્શનમાં પણ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં પણ ચોકીદારનું લાઈવ પ્રસારણ કર્યું હતું. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી