Home » National News » Latest News » National » કર્ણાટકમાં લિંગાયતને અલગ દરજ્જો આપવાની નવી અરજી કેન્દ્રએ મંગાવી | Lingayat community minority tag Centre says need a free request from Kanataka new government

કર્ણાટકઃ કોંગ્રેસ-JDS ગઠબંધનમાં તિરાડ પાડવા ભાજપે ખેલ્યો આ દાવ

Divyabhaskar.com | Updated - May 26, 2018, 12:39 PM

ભાજપની કેન્દ્ર સરકારે કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનમાં દરાર નાંખવાની પ્રક્રિયા તેજ કરી.

 • કર્ણાટકમાં લિંગાયતને અલગ દરજ્જો આપવાની નવી અરજી કેન્દ્રએ મંગાવી | Lingayat community minority tag Centre says need a free request from Kanataka new government
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટકમાં હવે ગઠબંધન સરકાર છે ત્યારે કોઈપણ નીતિગત ફેંસલો બંને પક્ષની સમન્વય સમિતિ દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત થવાનો છે (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારના સ્વામી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધું છે પરંતુ તે દિવસથી ભાજપની કેન્દ્ર સરકારે આ ગઠબંધનમાં દરાર નાંખવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કર્ણાટકની ગત સરકારે મોકલેલા બે પ્રસ્તાવને પરત મોકલી દીધાં છે અને નવી સરકાર આ અંગે સંસ્તુતિ કરે તેમ જણાવ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાં સપ્તાહ પહેલાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે લિંગાયતોને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાનો અને રાજ્ય માટે અલગ ઝંડાની અનુમતિ આપવાનો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.

  ભાજપની નવી રાજકીય રમત


  - કર્ણાટકમાં કોંગ્રેસ અને JDS અંતે સરકાર રચી અને વિધાનસભામાં જરૂરી આંકડાઓ પણ પૂરાં કર્યાં છે.
  - કર્ણાટકમાં હવે ગઠબંધન સરકાર છે ત્યારે કોઈપણ નીતિગત ફેંસલો બંને પક્ષની સમન્વય સમિતિ દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત થવાનો છે.
  - કોંગ્રેસનો પ્રયાસ રહ્યો છે કે રાજ્ય માટે અલગ ઝંડો અને લિંગાયતોને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવામાં આવે પરંતુ JDS આ વાતનો વિરોધ કરતી રહી છે. ત્યારે આ મામલો અટવાયેલો નજરે પડે છે.
  - લિંગાયત વોટ પર ભાજપનો પારંપરિક કબજો રહ્યો છે. ત્યારે ભાજપને ડર છે કે જો અલ્પસંખ્યકનો દરજ્જો આપવામાં આવશે તો કોંગ્રેસને ફાયદો થશે પરિણામે ભાજપે આ મામલાને રાજકીય આંટીઘુંટીમાં ફસાવવાનું યોગ્ય માન્યું છે.

  નવી સરકાર પાસે તાજો પ્રસ્તાવ મંગાવવાની ભલામણ


  - કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે કર્ણાટકની ગત સરકારે કરેલી બંને માગ હાલ પણ મંત્રાલયમાં વિચારધીન છે.
  - અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં નવી સરકાર ચૂંટાઈને આવી છે એટલે આ બંને પ્રસ્તાવ પર તાજા પ્રસ્તાવ મંગાવવાની ભલામણ કરાઈ છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • કર્ણાટકમાં લિંગાયતને અલગ દરજ્જો આપવાની નવી અરજી કેન્દ્રએ મંગાવી | Lingayat community minority tag Centre says need a free request from Kanataka new government
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ચૂંટણી પહેલાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે લિંગાયતોને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પણ કેન્દ્રને મોકલ્યો હતો (ફાઈલ)
 • કર્ણાટકમાં લિંગાયતને અલગ દરજ્જો આપવાની નવી અરજી કેન્દ્રએ મંગાવી | Lingayat community minority tag Centre says need a free request from Kanataka new government
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સિદ્ધારમૈયા સરકારે રાજ્ય માટે અલગ ઝંડાની અનુમતિ આપવાનો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો (ફાઈલ)
 • કર્ણાટકમાં લિંગાયતને અલગ દરજ્જો આપવાની નવી અરજી કેન્દ્રએ મંગાવી | Lingayat community minority tag Centre says need a free request from Kanataka new government
  કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારના સ્વામી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કર્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ