રેપ પછી કરી દેતો હત્યા, 6 વર્ષમાં 32 મહિલાઓ સાથે કર્યું આવું

છ વર્ષમાં 32 મહિલાઓ સાથે રેપ કરીને તેમને સાઈનાઈડ આપીને મારી દેનાર સીરિયલ કિલર મોહન કુમારને આજીવન કેદની સજા

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 11:13 AM
મોહન કુમારને ફરી આજીવન કેદની સજા
મોહન કુમારને ફરી આજીવન કેદની સજા

છ વર્ષમાં મહિલાઓ સાથે રેપ કરીને તેમને સાઈનાઈડ આપીને મારી દેનાર સીરિયલ કિલર મોહન કુારને ફરી એક વખત આજીવન કેદની સજા આપવામાં આવી છે. સાઈનાઈડ મોહનના નામથી ચર્ચિત મોહનને બેંગલુરુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજે સજા સંભળાવી છે

બેંગલુરુ: છ વર્ષમાં મહિલાઓ સાથે રેપ કરીને તેમને સાઈનાઈડ આપીને મારી દેનાર સીરિયલ કિલર મોહન કુારને ફરી એક વખત આજીવન કેદની સજા આપવામાં આવી છે. સાઈનાઈડ મોહનના નામથી ચર્ચિત મોહનને બેંગલુરુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજે સજા સંભળાવી છે. તેના પર ચાલી રહેલા 32 કેસમાં 20 ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. મોહનને આ પાંચમા કેસમાં સજા આપવામાં આવી છે.

દવાની જગ્યાએ ખવડાવી દેતો હતો સાઈનાઈડની કેપ્સ્યૂલ


- મોહન 2003થી આ હરકત કરી રહ્યો હતો પરંતુ 2010માં પકડાઈ ગયો હતો. આ કેસ 2009નો છે જેમાં મોહને 28 વર્ષની અનિતાને લગ્નનો વાયદો કરીને તેની સાથે રેપ કર્યો હતો અને પછી ગર્ભનિરોધક ગોળી કહીને તેને એક કપ્સ્યૂલ ખવડાવી દીધી હતી. અનિતાના મોત પછી મોહન તેના દાગીના અને રૂપિયા લઈને ભાગી ગયો હતો.
- વર્ષ 2003માં મોહને સુનંદા નામની એક છોકરીને પણ લગ્નનો વાયદો કર્યો હતો અને થોડા દિવસો પછી તેની હત્યા કરી દીધી હતી. સુનંદા ઘરેથી મંદિર જવા નીકળી હતી. ત્યારપછી તેની લાશ મૈસુર બસ સ્ટેશન પાસે મળી હતી. 2009માં અનિતા નામની મહિલાની હત્યા પછી આ સીરિયલ કિલરના ગુનાઓનો ખુલાસો થયો હતો. વર્ષ 2010માં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ચાર વર્ષ સુધી કોર્ટમાં તેના ઉપર કેસ ચાલ્યો હતો. મોહનને ઘણાં કેસમાં મર્ડરના ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

કોણ છે મોહન કુમાર..


- કર્ણાટકમાં આ સીરિયલ કિલરનું નામ મોહન કુમાર છે. તેનો જન્મ 1963માં થયો હતો. તે વ્યવસાયે સ્કૂલ ટીચર હતો.
- મોહન ઘણી વખત મહિલાઓને લગ્નનો વાયદો કરીને તેમની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. ત્યારપછી તેમની હત્યા કરીને તેમના દાગીના લૂંટીને જતો રહેતો હતો.
- તે મહિલાઓને શારીરિક સંબંધો બનાવ્યા પછી ગર્ભનિરોધક ગોળીની જગ્યાએ સાઈનાઈડ ખવડાવી દેતો હતો. મોહને 2005થી 2009 સુધીમાં 20 છોકરીઓની હત્યા કરી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

6 વર્ષમાં 32 મહિલાઓ સાથે સંબંધ બનાવી કરી હતા
6 વર્ષમાં 32 મહિલાઓ સાથે સંબંધ બનાવી કરી હતા
મોહન કુમાર સામે 32 કેસ ચાલી રહ્યા છે
મોહન કુમાર સામે 32 કેસ ચાલી રહ્યા છે
32માંથી 20 ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે
32માંથી 20 ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે
શારીરિક સંબંધ બનાવ્યા પછી મોહન કુમાર મહિલાઓને ગર્ભનિરોધકની ગોળી કહીને સાઈનાઈડની ગોળી આપી દેતો
શારીરિક સંબંધ બનાવ્યા પછી મોહન કુમાર મહિલાઓને ગર્ભનિરોધકની ગોળી કહીને સાઈનાઈડની ગોળી આપી દેતો
X
મોહન કુમારને ફરી આજીવન કેદની સજામોહન કુમારને ફરી આજીવન કેદની સજા
6 વર્ષમાં 32 મહિલાઓ સાથે સંબંધ બનાવી કરી હતા6 વર્ષમાં 32 મહિલાઓ સાથે સંબંધ બનાવી કરી હતા
મોહન કુમાર સામે 32 કેસ ચાલી રહ્યા છેમોહન કુમાર સામે 32 કેસ ચાલી રહ્યા છે
32માંથી 20 ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે32માંથી 20 ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે
શારીરિક સંબંધ બનાવ્યા પછી મોહન કુમાર મહિલાઓને ગર્ભનિરોધકની ગોળી કહીને સાઈનાઈડની ગોળી આપી દેતોશારીરિક સંબંધ બનાવ્યા પછી મોહન કુમાર મહિલાઓને ગર્ભનિરોધકની ગોળી કહીને સાઈનાઈડની ગોળી આપી દેતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App