• Home
  • National News
  • Desh
  • ઓક્સિજન સિલિન્ડરથી ચાલે છે જિંદગી, સિલિન્ડર પૂરો તો જીવન પણ પુરુ| Life Goes On With Oxygen Cylinders in Jaipur

ઓક્સિજન સિલિન્ડરથી ચાલે છે જિંદગી, સિલિન્ડર પૂરો તો જીવન પણ પુરુ

સારવારમાં ઘર-ખેતર વેચાઈ ગયું અને થઈ ગયું રૂ. સાત લાખનું દેવુ

divyabhaskar.com | Updated - Jun 03, 2018, 04:52 PM
દર્દી દયાલ સિંહ
દર્દી દયાલ સિંહ

ઓક્સિજન સિલિન્ડરના સહારે ચાલતા બડિયા ગામના ગોપાલનું નિધન થઈ ગયું છે. ગોપાલ સિંહ રાવત ઘણાં સમયથી સિલિકોસિસ બીમારીથી પીડાતા હતા. સારવાર અને ઓપરેશનની વ્યવસ્થા કરવા માટે પત્નીના દાગીના પણ ગીરવે મુકી દેવામાં આવ્યા હતા.

જયપુર: ઓક્સિજન સિલિન્ડરના સહારે ચાલતા બડિયા ગામના ગોપાલનું નિધન થઈ ગયું છે. ગોપાલ સિંહ રાવત ઘણાં સમયથી સિલિકોસિસ બીમારીથી પીડાતા હતા. સારવાર અને ઓપરેશનની વ્યવસ્થા કરવા માટે પત્નીના દાગીના પણ ગીરવે મુકી દેવામાં આવ્યા હતા. રાત-દિવસ સેવા કર્યા પછી પણ પતિનું જીવન ન બચી શક્યું. આ ગામમાં ઘણાં લોકો આ બીમારીથી પીડાય છે. ગોપાલ સિંહના કાકા દયાલ સિંહ જેમની ઉંમર 40 વર્ષ જ છે અને તેઓ પણ આ બીમારીથી પીડાય છે.

દાગીના પણ વેચવા પડ્યા


- ત્રણ વર્ષથી ઉદેપુર, અજમેર, કોટા, બ્યાવર અને ભીલવાડામાં સારવાર કરાવી પરંતુ રાહત ન મળી.
- 7 મહિનાથી કાકા દયાલ સિંહના શ્વાસ ઓક્સિજનથી ચાલી રહ્યા છે. 24 કલાક સિલિન્ડરની નળી નાકમાં જ રાખવી પડે છે.
- સિલિન્ડર 24 કલાક ચાલુ રાખવામાં આવે છે અને તેમાં રોજનો રૂ. 1500નો ખર્ચ કરવામાં આવે છે.
- દર મહિને 45 મહિના રૂપિયા એટલે કે સાત મહિનામાં રૂ. 3 લાખ અને 15 હજારનો ખર્ચ તો માત્ર સિલિન્ડર પાછળ જ કરવામાં આવ્યો છે. અન્ય સારવારનો પણ પરિવાર ખર્ચ ઉઠાવી રહી છે.
- દયાલ માટે પરિવારે રૂ. સાત લાખનું દેવુ પણ કરી દીધું છે. સારવાર માટે ઢોર, ખેતર, એક મકાન અને પત્નીના દાગીના પણ વેચી દેવા પડ્યા છે.

દયાલે કહ્યું- 3 મહિના પડોશીઓએ કર્યો ખર્ચ


- સિલિકોસિસ પીડિત દયાલ સિંહ રાવતે કહ્યું કે, ત્રણ મહિના એવો પણ સમય આવ્યો હતો કે અમારે બે ટાઈમના જમવા માટે પણ પડોશીઓ ઉપર આધારિત રહેવું પડતુ હતું.
- અમે પડોશીઓ પાસેથી પણ પૈસા ઉધાર લઈને કરિયાણાની વ્યવસ્થા કરી હતી. દયાલની પત્ની અને 4 બાળકોનું ભરણ-પોષણ પણ મુશ્કેલ થઈ ગયુ હતું.
- આર્થિક તંગીના કારણે ચાર બાળકોનો અભ્યાસ પણ છોડાવી દેવો પડ્યો હતો. હવે બાળકો કામ કરવા જાય છે અને પૈસા કમાય છે. તેમાંથી ઘર ખર્ચ અને દયાલની સારવાર થઈ રહી છે.
- દયાલ સિંહના જીજા કુંપ સિંહે જણાવ્યું કે, સાત મહિનાથી તેઓ દયાલનો ઈલાજ કરાવવા તેને હોસ્પિટલ લઈ જાય છે.

ખાણમાં કામ કરવાથી થાય છે આ રોગ


- સિલિકોસિસ થવાનું કારણ ખાણમાં કામ કરવાથી ઉડતી ધૂળ માનવામાં આવે છે.
- આ ધૂળ મજુરોના ફેફસામાં જાય છે અને તેના કારણે જ સિલિકોસિસનો રોગ થાય છે.
- સરકારી નિયમ પ્રમાણે ખાણમાં પાણી નાખીને ડ્રિલિંગ કરવું જોઈએ જેથી ધૂળ ઉડવાની તકલીફ ન થાય.
- જોકે સરકારી ઓફિસર દ્વારા ખાણમાં કેવી રીતે કામ કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરવામાં આવતું નથી.

આ બીમારીનો નથી કોઈ ઈલાજ, ધીમે ધીમે શ્વાસ ચડવાનું શરૂ થાય છે અને અંતે થાય છે મોત


મુશ્કેલ... સિલિકોસિસના રોગીની ઠીક થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. કારણેકે હજી સુધી તેની કોઈ અસરકારક દવા શોધાઈ નછી. અન્ય લક્ષ્ણોના આધારો રોગીનો ઈલાજ કરવામાં આવતો હોય છે. પરંતુ સિલિકોસને સંપૂર્ણ મટાડવો ખૂબ મુશ્કેલ છે. પ્રાથમિક તપાસમાં જો આ રોગની ઓળખ થઈ જાય તો દર્દીને સિલકામુક્ત વાતાવરણમાં રાખવાથી થોડો આરામ મળી શકે છે.

અસર...આ બીમારીમાં દર્દીના ફેફસા ખરાબ થઈ જાય છે. તેમાં ધીમે ધીમે શ્વાસ ચડવાનું વધી જાય છે. સુખી ખાસી થાય છે. સિલિકોસિસના દર્દીને ટીબીનો રોગ પણ વહેલા લાગુ થાય છે. આ રોગમાં તાવની સાથે સાથે વજન પણ ઝડપથી ઘટવા લાગે છે. શ્વાસ લેતી વખતે ફેફસા સરખા ખુલવાનું અને બંધ થવાનું ઓછુ થઈ જાય છે. ધીમે ધીમે આ રોગ શ્વાસ લેવાની સંપૂર્ણ પ્રક્રિયાને પ્રભાવિત કરે છે અને અંતે દર્દીનું મોત થાય છે.

અગ્રણી ફિઝિશિયન ડૉ. અરુણ ગૌડના જણાવ્યા પ્રમાણે દર્દીની લંગ્સ બાયોપ્સી, કેટ સ્કેનિંગ, પલનોરી ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે ફાઈનલ તપાસ માત્ર લંગ્સ બાયોપ્સીથી શક્ય છે. ખાણમાં કામ કરતા મજૂરોના શ્વાસ લેવાથી ફેફસામાં ક્રિસ્ટલીય સિલિકાના કણ ભેગા થઈ જાય છે. તેના કારણે જ આ રોગ થાય છે. પથ્થરની ધૂળ અને કણોના વધારે સંપર્કમાં રહેવાથી ગંભીર સિલિકોસિસ મોતનું કારણ પણ બની શકે છે.

X
દર્દી દયાલ સિંહદર્દી દયાલ સિંહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App