ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» દલિત બીજેપી સાંસદ યશવંત સિંહનો પીએમ મોદીને પત્ર | Letter of Dalit BJP MP Yashwant Singh to PM Modi

    દલિત BJP MPનો મોદીને પત્ર, કહ્યું- તમારી સરકારે દલિતો માટે કંઇ ન કર્યું

    divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:48 PM IST

    અનુસૂચિત જાતિ-જનજાતિ એક્ટમાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે વધુ એક દલિત નેતાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
    • ડૉ. યશવંત સિંહ યુપીની નગીના લોકસભા સીટ પરથી બીજેપીના સાંસદ છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડૉ. યશવંત સિંહ યુપીની નગીના લોકસભા સીટ પરથી બીજેપીના સાંસદ છે. (ફાઇલ)

      નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ-જનજાતિ (SC-ST) એક્ટમાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે વધુ એક દલિત નેતાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. દલિત નેતાએ પત્રમાં PM પર આરોપ લગાવ્યો છે કે તેમની સરકારમાં છેલ્લા 4 વર્ષમાં દલિતો માટે એક પણ કામ નથી થયા. આ પત્રમાં દલિત નેતાએ પીએમ મોદીને SC-ST એક્ટમાં કોર્ટના ચુકાદાની વિરુદ્ધ રજૂઆત કરવા અને દલિત સમાજના હિતોને વિશેષ ધ્યાન રાખવાનું બિલ પાસ કરાવવાની માંગ પણ કરી છે. આ પહેલા ઉત્તર પ્રદેશના ત્રણ દલિત બીજેપી સાંસદ પણ સીએમ આદિત્યનાથ યોગી અને વડાપ્રધાન મોદીની ટીકા કરતા પત્ર લખી ચૂક્યા છે.

      દલિતોના હિત માટે કેન્દ્ર સરકારે કંઈ નથી કર્યું

      - ઉત્તર પ્રદેશના નગીનાના સાંસદ ડો. યશવંત સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખતા આરક્ષણને જીવન આપતી હવા કહી.

      - તેઓએ કહ્યું કે, તેના વગર ભારતમાં દલિત સમાજ અને પછાત વર્ગનું કોઈ અસ્તિત્વ નહીં રહે.
      - સાંસદે લખ્યું, "હું દલિત સમાજના જાટવ સમાજનો એક સાંસદ છુ;. આરક્ષણના કારણે જ હું સાંસદ બની શક્યો છું."
      - જ્યારે હું ચૂંટાઈને આવ્યો હતો તે સમયે મેં સ્વયં આપને મળીને પ્રમોશનમાં આરક્ષણ હેતુ બિલ પાસ કરવાની વિનંતી કરી હતી. સમાજના વિભિન્ન સંગઠન દિવસ-રાત આ પ્રકારના અનુરોધ કરે છે.
      - પરંતુ ચાર વર્ષ પસાર થઈ ગયા છતાંય આ દેશના લગભગ 30 કરોડ દલિતોના હિત માટે આપની સરકારે એક પણ કામ નથી કર્યું.

    • યશવંત સિંહ તરફથી મોદીને લખવામાં આવેલો પત્ર શનિવારે સામે આવ્યો છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      યશવંત સિંહ તરફથી મોદીને લખવામાં આવેલો પત્ર શનિવારે સામે આવ્યો છે.

      નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ-જનજાતિ (SC-ST) એક્ટમાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે વધુ એક દલિત નેતાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. દલિત નેતાએ પત્રમાં PM પર આરોપ લગાવ્યો છે કે તેમની સરકારમાં છેલ્લા 4 વર્ષમાં દલિતો માટે એક પણ કામ નથી થયા. આ પત્રમાં દલિત નેતાએ પીએમ મોદીને SC-ST એક્ટમાં કોર્ટના ચુકાદાની વિરુદ્ધ રજૂઆત કરવા અને દલિત સમાજના હિતોને વિશેષ ધ્યાન રાખવાનું બિલ પાસ કરાવવાની માંગ પણ કરી છે. આ પહેલા ઉત્તર પ્રદેશના ત્રણ દલિત બીજેપી સાંસદ પણ સીએમ આદિત્યનાથ યોગી અને વડાપ્રધાન મોદીની ટીકા કરતા પત્ર લખી ચૂક્યા છે.

      દલિતોના હિત માટે કેન્દ્ર સરકારે કંઈ નથી કર્યું

      - ઉત્તર પ્રદેશના નગીનાના સાંસદ ડો. યશવંત સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખતા આરક્ષણને જીવન આપતી હવા કહી.

      - તેઓએ કહ્યું કે, તેના વગર ભારતમાં દલિત સમાજ અને પછાત વર્ગનું કોઈ અસ્તિત્વ નહીં રહે.
      - સાંસદે લખ્યું, "હું દલિત સમાજના જાટવ સમાજનો એક સાંસદ છુ;. આરક્ષણના કારણે જ હું સાંસદ બની શક્યો છું."
      - જ્યારે હું ચૂંટાઈને આવ્યો હતો તે સમયે મેં સ્વયં આપને મળીને પ્રમોશનમાં આરક્ષણ હેતુ બિલ પાસ કરવાની વિનંતી કરી હતી. સમાજના વિભિન્ન સંગઠન દિવસ-રાત આ પ્રકારના અનુરોધ કરે છે.
      - પરંતુ ચાર વર્ષ પસાર થઈ ગયા છતાંય આ દેશના લગભગ 30 કરોડ દલિતોના હિત માટે આપની સરકારે એક પણ કામ નથી કર્યું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દલિત બીજેપી સાંસદ યશવંત સિંહનો પીએમ મોદીને પત્ર | Letter of Dalit BJP MP Yashwant Singh to PM Modi
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top