મોદીના મેક ઈન ઈન્ડિયા બણગા ચીને ભારતમાં 85 હજાર કરોડનો વેપાર કર્યો, ડોકલામ વિવાદમાં પણ નિષ્ફળતા

ડોકલામ વિવાદ દરમિયાન પણ વ્યાપાર મામલે ચીન ફાયદામાં 

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:44 AM
Last year, China sold more than 85 thousand crores of goods in India

નવી દિલ્હી: એક વર્ષ દરમિયાન ભલે ભારત-ચીન વચ્ચે ડોકલામ સહિત ઘણા વિવાદ થયા હોય પણ ભારતમાં પોતાનો સામાન ખપાવવામાં ચીન સતત સફળ થઇ રહ્યું છે. વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને આપેલા આંકડા મુજબ 2016-17 દરમિયાન ચીને ભારતમાં 61.28 અબજ ડોલરની નિકાસ કરી હતી, જે ગત વર્ષ 2017-18માં વધીને 72.03 અબજ ડોલરની થઇ ગઇ. એટલે કે અંદાજે 10.75 અબજ ડોલર (84,925 કરોડ રૂપિયા)નો વધારો. બીજી તરફ ભારતની ચીનમાં નિકાસ 2016માં 8.96 અબજ ડોલર હતી જે 2017માં 12.66 અબજ ડોલર (29,230 કરોડ રૂપિયા) સુધી જ પહોંચી શકી.

ડોકલામ વિવાદ દરમિયાન પણ વ્યાપાર મામલે ચીન ફાયદામાં

ચિંતાની વાત એ છે કે ભારતના અથાક પ્રયાસો છતાં ચીન સરકાર ભારતમાં કોઇ મોટું રોકાણ કરવા તૈયાર નથી. વિદેશી બાબતો અંગેની સંસદની સ્થાયી સમિતિને અપાયેલી વિગતો મુજબ ચીનનું ભારતમાં રોકાણ માત્ર 5 અબજ ડોલર છે. તેનું પૂરું ધ્યાન ભારતીય માર્કેટમાં પોતાનો માલ ખપાવવા પર જ કેન્દ્રિત છે. સમિતિ સમક્ષ વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારીએ કહ્યું કે ચીન સાથે ટ્રેડ અંગે વાત કરતી વખતે ઘણી ગ્લાનિ થાય છે. વ્યાપાર અસમતુલા છેલ્લાં 10 વર્ષમાં સતત વધતી જ ગઇ છે.

ભારતમાં વ્યાપાર માટે ઘણું ઉદારીકરણ થઇ ચૂક્યું છે

ભારતે વિચારવું પડશે કે તે ચીનને ભારતમાં આવીને પોતાની પ્રોડક્ટ્સ બનાવવા મજબૂર કરે, જેથી અહીં રોજગારીની તકો તો ઊભી થાય. હાલ ચીન પોતાને ત્યાં માલ બનાવી રહ્યું છે અને ભારતમાં ડમ્પ કરી રહ્યું છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ સમિતિને કહ્યું કે ભારતમાં વ્યાપાર માટે ઘણું ઉદારીકરણ થઇ ચૂક્યું છે અને ચીનની કંપનીઓ માટે અલગથી કોઇ ભેદભાવ પણ નથી. તેમ છતાં તેઓ અહીં આવવા નથી ઇચ્છતી. તેમનું ધ્યાન માત્ર ભારતીય માર્કેટમાં એક્સપોર્ટ કરવા પર જ છે.

(અહેવાલ-મુકેશ કૌશિક )

X
Last year, China sold more than 85 thousand crores of goods in India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App