ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» LeTએ બનાવ્યો એવો મોબાઈલ જેને તપાસ એજન્સીઓ નહીં કરી શકે ટ્રેસ| Lashkar-E-Taiba Developed A Mobile Handset, Agencies Cannot Trace It

  LeTએ બનાવ્યો એવો મોબાઈલ જેને તપાસ એજન્સીઓ નહીં કરી શકે ટ્રેસ

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 11:46 AM IST

  વર્ષ 2017માં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી 450 લોકોની ભરતી કરીને તેમને ટ્રેનિંગ અપાઈ છે
  • LeTએ બનાવ્યો એવો મોબાઈલ જેને તપાસ એજન્સીઓ નહીં કરી શકે ટ્રેસ
   LeTએ બનાવ્યો એવો મોબાઈલ જેને તપાસ એજન્સીઓ નહીં કરી શકે ટ્રેસ

   નેશનલ ડેસ્ક: લશકર-એ-તોઈબા (એલઈટી)ના વિદ્યાર્થી સંગઠન અલ મોહમ્મદિયા સ્ટૂડન્ટ્સ (એએમએસ)એ એક એવો મોબાઈલ બનાવ્યો છે જેના દ્વારા માત્ર એલઈટીના સભ્યો જ એકબીજા સાથે વાત કરી શકે છે. આ મોબાઈલમાં એક ખાસ ચીપ લગાવવામાં આવી હોવાથી આ મોબાઈલ તેની જાતે જ તેના નજીકના કોઈ પણ ઓપરેટર ટાવર સાથે જોડાઈ જાય છે. આ ફોન દ્વારા જે પણ કોલ કરવામાં આવશે તેને તપાસ એજન્સીઓ ટ્રસે નહીં કરી શકે. કોઈ પણ તપાસ એજન્સી આ કોલને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે કે આપોઆપ જ ફોન કપાઈ જશે.

   તપાસ એજન્સીઓને પરેશાન કરનાર આ વાતનો ખુલાસો 20 વર્ષના મુલ્તાન બેઝ્ડ આતંકી જૈબુલ્લાહ ઉર્ફે હમજાએ કર્યો છે. તેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ 7 એપ્રિલે કુપવાડાના જુગદિયાલના એક ઘરમાંથી પકડ્યો હતો. પાકિસ્તાનના આવકવેરા અધિકારીના દીકરા જૈબુલ્લાહે પણ આનો દાવો કર્યો છે કે વૈશ્વિક આતંરી સંગઠન એલઈટીએ એન્ટી ઈન્ડિયાના ઓપરેશન માટે વર્ષ 2017માં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાંથી 450 લોકોની ભરતી કરીને તેમને ટ્રેનિંગ આપી છે.

   લડાકુઓને આપવામાં આવી રહી છે ટ્રેનિંગ


   - ભરતી કરવામાં આવેલા લડાકુઓને વિવિધ કેમ્પમાં હથિયારોની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ છોકરાઓની ઉંમર 15થી 25 વર્ષની વચ્ચે છે અને તેમને બુરહાન વાણીના નામ સાથે ભરતી કરીને ભારત વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે. જૈબુલ્લાહ આ વર્ષે 2 અથવા 3 માર્ચના રોજ ભારતમાં પાંચ લોકો સાથે દાખલ થયો હતો. 20માર્ચે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં દરેકના મોત થઈ ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન એક ગોળી જૈબુલ્લાહના હાથમાં વાગી હતી. તેમ છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો અને ત્યારપછી 15 દિવસમાં ફરી પકડાઈ ગયો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: LeTએ બનાવ્યો એવો મોબાઈલ જેને તપાસ એજન્સીઓ નહીં કરી શકે ટ્રેસ| Lashkar-E-Taiba Developed A Mobile Handset, Agencies Cannot Trace It
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `