Divya Bhaskar

Home » National News » Latest News » National » Lalu Prasad Yadav got 5 days payroll for his son Tejpratap marriage

લાલુને દીકરાના લગ્ન માટે મળ્યા પેરોલ, આજે પટના માટે થઇ શકે રવાના

Divyabhaskar.com | Updated - May 09, 2018, 12:32 PM

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ચારા કૌભાંડમાં સજા કાપી રહેલી લાલુપ્રસાદ યાદવે કોર્ટને પેરોલ આપી દીધી છે

  • Lalu Prasad Yadav got 5 days payroll for his son Tejpratap marriage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લાલુના મોટા દીકરા તેજપ્રતાપ યાદવના લગ્ન 12 મેના રોજ પટનામાં થશે. લાલુએ તેમાં સામેલ થવા માટે કોર્ટ પાસે પેરોલ માંગી હતી. (ફાઇલ)

    રાંચી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ચારા કૌભાંડમાં સજા કાપી રહેલી લાલુપ્રસાદ યાદવે કોર્ટને પેરોલ આપી દીધી છે. તેમણે સોમવારે દીકરાના લગ્નમાં સામેલ થવા માટે 5 દિવસના પેરોલ માંગ્યા હતા. પેરોલ મળ્યા પછી ડોક્ટર લાલુને ડિસ્ચાર્જ કરવાની તૈયારીમાં લાગ્યા છે. લાલુ બુધવારે સાંજની ફ્લાઇટમાં પટના રવાના થઇ શકે છે.

    12મે ના રોજ છે મોટા દીકરાના લગ્ન

    - લાલુપ્રસાદના મોટા દીકરા તેજપ્રતાપ યાદવના લગ્ન 12 મેના રોજ પટનામાં થશે. આ લગ્નમાં સામેલ થવા માટે લાલુએ કોર્ટ પાસે પેરોલ માંગી હતી.

    - આ પહેલા 18 એપ્રિલના રોજ તેજપ્રતાપની સગાઇમાં લાલુ સામેલ નહોતા થઇ શક્યા. આ દરમિયાન લાલુનો દિલ્હીના એઇમ્સમાં ઇલાજ ચાલી રહ્યો હતો.

    પાંચ ડોક્ટરોની ટીમ કરી રહી છે તપાસ

    લાલુ યાદવ એઇમ્સથી પાછા ફર્યા બાદ 1મે થી રિમ્સ (રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં દાખલ છે. પાંચ ડોક્ટરોની ટીમ રિમ્સમાં લાલુપ્રસાજનો ઇલાજ કરી રહી છે. લાલુનું સ્વાસ્થ્ય હાલ સામાન્ય છે. તેમની પેથોલોજીકલ તપાસનો રિપોર્ટ નોર્મલ થઇ રહ્યો છે. મંગળવારે રિમ્સ એડમિનિસ્ટ્રેશન તરફથી જાહેર હેલ્થ બુલેટિનમાં તેમની શુગર ઓછી જોવા મળી. રિમ્સના ડાયરેક્ટર આર.કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે રિપોર્ટમાં તેમનું બ્લડપ્રેશર 130/68, ખાલી પેટની શુગર 154, પ્લસ 80, હીમોગ્લોબિન 11.5, ડબલ્યુબીસી 11,600 છે. તેમને નવી કોઇ ફરિયાદ મળી નથી.

    30 એપ્રિલે એઇમ્સથી રિમ્સ પાછા મોકલવામાં આવ્યા હતા

    ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ ચારા કૌભાંડના બે મામલામાં સજા કાપી રહ્યા છે. તેમને 30 એપ્રિલના રોજ એઇમ્સથી રજા આપીને પાછા રાંચીના રિમ્સ મોકલવામાં આવ્યા હતા. આ પહેલા લાલુએ એમ્સમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેના લગભગ 2 કલાક પછી તેમને ડિસ્ચાર્જ કરવાની ખબર આવી. એઇમ્સમાં દાખલ કરવાની તમામ વિનંતીઓ છતાંપણ રાહુલ સાથે મુલાકાતના 4 કલાકની અંદર લાલુ એઇમ્સમાંથી બહાર હતા.

  • Lalu Prasad Yadav got 5 days payroll for his son Tejpratap marriage
    લાલુ 23 ડિસેમ્બરનથી રાંચી જેલમાં બંધ છે. આ દરમિયાન તબિયત બગડી ત્યારે તે એમ્સ અને રિમ્સમાં પણ દાખલ થયા. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending