Divya Bhaskar

Home » National News » Desh » સાપ કરડયા બાદ ઈલાજના નામે અંધશ્રદ્ધા ફેલાતા મહિલાનું મોત | Superstition women died in Bulandshahr due to snake bite

સાપે ડંખ માર્યો તો મહિલાને ગોબરમાં દાટી, અંતે તડપી તડપીને થયું મોત

Divyabhaskar.com | Updated - May 02, 2018, 12:42 PM

સાપ કરડયા બાદ તેના ઈલાજનો એક એવો મામલો યુપીના બુલંદશહેરમાંથી સામે આવ્યો છે જે ઘણો જ ચોંકાવનારો છે.

  • સાપ કરડયા બાદ ઈલાજના નામે અંધશ્રદ્ધા ફેલાતા મહિલાનું મોત | Superstition women died in Bulandshahr due to snake bite
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કલાકો સુધી દેવિન્દ્રીને ગોબરમાં દટાઈ રહેવું પડ્યું અને અંતે તડફી તડફીને મોતને ભેટી હતી

    બુલંદશહેરઃ કોઈને સાપ કરડે તો તેને બચાવવા માટે પરિવારના લોકો શું કરે? સ્વભાવિક છે કે તેને ડોકટર પાસે લઈ જાય અને તેનો ઈલાજ કરાવે, પરંતુ સાપ કરડયા બાદ તેના ઈલાજનો એક એવો મામલો યુપીના બુલંદશહેરમાંથી સામે આવ્યો છે જે ઘણો જ ચોંકાવનારો છે. કોઈપણ રોગના ઈલાજ માટે આજે વિજ્ઞાને ઘણી જ પ્રગતિ કરી છે તેમ છતાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે જે આપણાં દેશમાં હજુ કેટલી અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે દર્શાવે છે.


    ડોકટરના બદલે કહેવાતા મદારી પર લોકોનો વિશ્વાસ


    - બુલંદશહેરના કકોડ પોલીસ સ્ટેશનના વૈરમાં રહેતી દેવિન્દ્રી નામની મહિલા જ્યારે લાકડીઓ એકઠી કરવા ગઈ હતી, ત્યારે લાકડીઓની વચ્ચે છુપાયેલાં સાપે દેવિન્દ્રીને કરડ્યો હતો.
    - દેવિન્દ્રીએ સાપ કરડ્યો હોવાની વાત તાત્કાલિક પોતાના પતિ મુકેશને કરી હતી.
    - આ સમાચાર વાયુવેગે ફેલાતા ગામના લોકો ત્યાં એકઠા થવા લાગ્યા હતા.
    - સાંપ કરડ્યા બાદ એક એવા શખ્સને બોલાવવામાં આવ્યો જે પોતાને મદારી ગણાવતો હતો અને ગમે તેવા ઝેરને કાઢવાનો દાવો કરતો હતો.
    - હોસ્પિટલ લઈ જવાને બદલે દેવિન્દ્રીનો ઈલાજ તે મદારી પાસે કરાવવામાં આવ્યો હતો.

    સાપનું ઝેર ઉતારવા અંધશ્રદ્ધાનો સહારો


    - ઝોલા છાપ મદારીએ દેવિન્દ્રીના ઈલાજના નામે તેને ગોબરમાં દાટી દેવાનું કહ્યું અને લોકોએ પણ તેની વાત માની હતી.
    - કલાકો સુધી દેવિન્દ્રીને ગોબરમાં દટાઈ રહેવું પડ્યું અને અંતે તડફી તડફીને મોતને ભેટી હતી.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સાપ કરડયા બાદ ઈલાજના નામે અંધશ્રદ્ધા ફેલાતા મહિલાનું મોત | Superstition women died in Bulandshahr due to snake bite
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતક દેવિન્દ્રી
  • સાપ કરડયા બાદ ઈલાજના નામે અંધશ્રદ્ધા ફેલાતા મહિલાનું મોત | Superstition women died in Bulandshahr due to snake bite
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાપના ડંખના ઈલાજ માટે કહેવાતા મદારીએ મહિલાને ગોબરમાં દાટી
  • સાપ કરડયા બાદ ઈલાજના નામે અંધશ્રદ્ધા ફેલાતા મહિલાનું મોત | Superstition women died in Bulandshahr due to snake bite
    સાપને કરડ્યા બાદ જોવા મળતી અંધશ્રદ્ધા (સિમ્બોલિક ઈમેજ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending