Divya Bhaskar

Home » National News » Desh » લેડી કોનસ્ટેબલે છોકરાને રોડ ઉપર ઘસેડ્યો અને માર્યો| Lady Constable Dragged And Beaten Boy On The Road

લેડી કોનસ્ટેબલે છોકરાને રોડ ઉપર ઘસેડ્યો અને માર્યો, ભૂલ હતી માત્ર આટલી

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 11:06 AM

યુવકે ટક્કર બાદ તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો

  • લેડી કોનસ્ટેબલે છોકરાને રોડ ઉપર ઘસેડ્યો અને માર્યો| Lady Constable Dragged And Beaten Boy On The Road
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મોહાલી (ચંદીગઢ). સોહાના આઈ સુપર સ્પેશલિસ્ટ હોસ્પિટલમાં એક છોકરો દાદીનો ઈલાજ કરાવવા આવ્યો હતો. તે છોકરાથી પાર્કિંગમાં મહિલા પોલીસ કર્મચારીના એક્ટિવા સાથે હળવી ટક્કર થઈ ગઈ. આ ટક્કર બાદ વાત એ હદે વધી ગઈ કે મહિલા કર્મચારી કુલદીપ કૌરે પોતાના અન્ય બે મહિલા પોલીસ કર્મચારી સાથીઓની સાથે મળી છોકરાની બરાબરની ધોલાઈ કરી અને તેને જમીન ઉપર ઘસડ્યો. હોસ્પિટલમાં કામ કરનારા કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવી લીધો. એક યુવકને વીડિયો ઉતારતો જોઈ મહિલા પોલીસે તેનો મોબાઇલ છીનવીને તેને પણ ધમકાવ્યો અને વીડિયો ડિલીટ કરાવ્યો. જોકે, મોડી સાંજે બંને પક્ષોમાં પોલીસ તથા એડવોકેટ્સના હસ્તક્ષેપ બાદ સમજૂતી થઈ ગઈ હતી.

    બાઇક સાથે ટક્કર બાદ મને બહુ માર્યો- રવિંદર


    - પીડિત યુવક રવિંદર સિંહે જણાવ્યું કે તે સ્ટુડન્ટ છે અને પોતાની દાદીના ઈલાજ માટે હોસ્પિટલ આવ્યો હતો.
    - તે હોસ્પિટલના પાર્કિંગમાં આવ્યો જ હતો કે તેના બાઇક સાથે એક મહિલા પોલીસ કર્મચારીના એક્ટિવાની ટક્કર થઈ ગઈ.
    - આ વાતને લઈને તેને સોરી પણ કહ્યું પરંતુ મહિલા કોન્સ્ટેબલે કુલદીપ કૌર પોતાના યુનિફોર્મનો રૂઆબ બતાવવા લાગ્યા અને મારામારી શરૂ કરી દીધી.
    - તે કોઈક રીતે ભાગીને દાદી પાસે ચાલ્યો ગયો. તે સમયે કુલદીપ કૌર અન્ય બે મહિલા પોલીસ કર્મચારી તથા પીસીઆરને લઈને પહોંચી અને તેને મારવાનું શરૂ કરી દીધું.
    - તે બધા મારતા અને ઘસેડતા પીસીઆર ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં પણ પોલીસે તેને માર્યો અને કસ્ટડીમાં બંધ કરી દીધો.
    - રવિંદર સિંહના પિતા મોહાલી કોર્ટમાં જ એડવોકેટ છે. પિતાએ કહેતા રવિંદરે ફરી માફી માંગી લીધી.

    મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આરોપ- છોકરાએ માર્યો લાફો


    - બીજી તરફ મહિલા કોન્સ્ટેબલ કુલદીપ કૌરે જણાવ્યું કે ઝઘડો તેણે નહીં પરંતુ છોકરાએ શરૂ કર્યો.
    - યુવકે ટક્કર બાદ તેને લાફો મારવાનો પ્રયાસ કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો.
    - જ્યારે તેનો પીછો કરીને પકડ્યો તો તેણે મને લાફો મારી દીધો.

    હું બીજી જગ્યાએ ડ્યૂટી પર હતો અને મને આ ઘટના વિશે જાણ થઈ હતી પરંતુ બંને પક્ષો વચ્ચે પોલીસ સ્ટેશનમાં સમજૂતી થઈ ગઈ હતી. - મંજીત સિંહ, એસએચઓ, સોહાના પોલીસ સ્ટેશન

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • લેડી કોનસ્ટેબલે છોકરાને રોડ ઉપર ઘસેડ્યો અને માર્યો| Lady Constable Dragged And Beaten Boy On The Road
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • લેડી કોનસ્ટેબલે છોકરાને રોડ ઉપર ઘસેડ્યો અને માર્યો| Lady Constable Dragged And Beaten Boy On The Road
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending