Divya Bhaskar

Home » National News » Latest News » National » L & T chairman wants to make a hospital in honor of granddaughter on company land

L&Tની AGMમાં હંગામોઃ નાયકે માર્શલોને કહ્યું - આ શેરહોલ્ડર્સને બહાર કરી દો

Divyabhaskar.com | Updated - Aug 25, 2018, 10:38 AM

L&Tના ચેરમેન કંપનીની જમીન પર પૌત્રીની યાદમાં હોસ્પિટલ બનાવવા માગતા હોવાની વાતે શેરહોલ્ડર્સ નારાજ

  • L & T chairman wants to make a hospital in honor of granddaughter on company land

    મુંબઇ: દેશની જાયન્ટ એન્જિનિયરિંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રો(એલ એન્ડ ટી)ની 73મી એજીએમમાં ગુરુવારે ધાંધલ-ધમાલનાં દૃશ્યો સર્જાયાં હતાં. નોનએક્ઝિક્યુટિવ ચેરમેન એ. એમ નાયકે માર્શલોને બોલાવી કેટલાક શેરહોલ્ડર્સને બહાર કાઢી મૂકવાનો આદેશ પણ આપી દીધો હતો. વાસ્તવમાં શેરહોલ્ડર્સે કંપનીની જમીન પર કેન્સર હોસ્પિટલ બાંધવા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. આ હોસ્પિટલ નાયક પોતાની પૌત્રીની યાદમાં બનાવવા માગે છે. તેમની પૌત્રી નિરાલીનું નાનપણમાં જ કેન્સરથી નિધન થયું હતું.

    નાયકે કહ્યું કે એલએન્ડટીએ આ જમીન માટે ચુકવણી કરી છે અને આ કંપનીની છે


    કર્મચારીઓની માલિકીની એક માત્ર જાયન્ટ કંપની એલએન્ડટીના એક શેરહોલ્ડર ઉદય દીક્ષિત અને કંપનીના જ એક માજી કર્મચારીએ કંપનીના પવઇ કેમ્પસમાં સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ બાંધવા બોર્ડે નાયકને મંજૂરી આપવાનો મામલો ઉઠાવતા ડ્રામા શરૂ થયો હતો. નાયકે આ અંગેની જાહેરાત કરતા જ દીક્ષિત અને કેટલાક શેરહાલ્ડર્સે જણાવ્યું હતું કે હોસ્પિટલ માટે પ્રસ્તાવિત જમીન 2019 સુધી કંપનીની મેન્યુફેક્ચરિંગ હેતુ માટેની છે. તેની સામે નાયકે કહ્યું કે એલએન્ડટીએ આ જમીન માટે ચુકવણી કરી છે અને આ કંપનીની છે. સ્થિતિને શાંત કરવા માટે કંપનીના ચેરમેન અને એમડી એસ.એન. સુબ્રમણ્યને કહ્યું કે આ કામ નિયમ હેઠળ કરાયું છે. તેમણે કહ્યું કે આ હોસ્પિટલ કંપનીના કર્મીઓની સાથે સામાન્ય લોકો માટે પણ હશે. પરંતુ શેરહોલ્ડરોએ વારંવાર બોલતા નાયક ખીજાઇ ગયા હતા.

    શેરહોલ્ડર્સ કંપની દ્વારા શેર બાયબેકની જાહેરાતથી પણ નારાજ


    તેમણે શેરહોલ્ડર્સને મોઢું બંધ રાખવાનું કહ્યું અને પછી માર્શલોને બોલાવી આ શેરહોલ્ડર્સને બહાર કાઢી મૂકવા સૂચના આપી હતી. જેથી કેટલાક શેરહોલ્ડર્સ રોષે ભરાયા અને તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે નાઇક તો ગત સપ્ટેમ્બરમાં જ નિવૃત્ત થઇ ગયા છે , તેઓ કઇ રીતે આદેશ આપી શકે છે એક શેરહોલ્ડરે તો કહી દીધું કે 75 વર્ષની વયે તમે ઘરે બેસી બાળકો સાથે કેમ રમતા નથી કેટલાક શેરહોલ્ડર્સ કંપની દ્વારા શેર બાયબેકની જાહેરાતથી પણ નારાજ હતા.

    32 કરોડ રૂપિયા તો નાયકને લિવ એનકેશમેન્ટ તરીકે મળ્યા

    એ.એમ. (અનિલકુમાર મણીભાઇ નાયક) એલએન્ડટીમાં 52 વર્ષ રહ્યા. એ દરમિયાન તેમણે 17 વર્ષ ચેરમેનની જવાબદારી સંભાળી. સપ્ટેમ્બર 2017માં તેઓ નિવૃત્ત થયા પછી પણ બિનકારોબારી ચેરમેન બની ગયા. નિવૃત્તિ વખતે તેમને 78.91 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમાં રિટાયર્મેન્ટ બેનિફિટની રકમ આશરે 38 કરોડ અને 32 કરોડ રૂપિયા તો લિવ એન્કેશમેન્ટની માટે મળ્યા હતા. 2016-17માં તેમને 3.36 કરોડ રૂપિયા સેલેરી તરીકે મળ્યા હતા. કારણ કે નાયકે બહુ ઓછી રજા લીધી હતી. તેઓ 29 વર્ષની વયે કંપનીમાં જોડાયા હતા. 33ની વયે તેઓ કંપનીના સૌથી યુવાન મેનેજર બન્યા હતા. તેમના પિતા ગુજરાતની પ્રાથમિક શાળામાં ટીચર હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending