લાભના પદ માટે સૂચન આપ્યા'તા, CMના વિશેષાધિકારને લીધે ચૂપ રહ્યો: કુમાર વિશ્વાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ઓફિસ ઓફ પ્રોફિટ (લાભનું પદ)ના મામલે આમ આદમી પાર્ટીએ બીજેપી-કોંગ્રેસને આડે હાથ લીધા. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ શનિવારે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સરકારના કામકાજથી ઘણા લોકોની દુકાનદારી બંધ થઇ ગઇ છે. બીજેપી-કોંગ્રેસ ખળભળેલી છે, એટલે સરકાર હટાવવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. તો આપના નેતા ગોપાલ રાયે કહ્યું કે આજે દેશની પરિસ્થિતિ બ્રિટિશ રાજથી પણ ખરાબ છે. જ્યારે કેજરીવાલ અને પાર્ટીથી નારાજ કહ્યું કે ધારાસભ્યો પર થયેલી કાર્યવાહીથી દુઃખી છું. મારા સૂચનો માનવામાં ન આવ્યા. વિશ્વાસે આ વાત મહારાષ્ટ્રના શિંગણાપુરમાં કહી. ન્યુઝ એજન્સીના સૂત્રો પ્રમાણે, ચૂંટણીપંચ (ઇસી) એ શુક્રવારે રાષ્ટ્રપતિને આપના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરવાની ભલામણ કરી.

 

AAPના કામકાજથી બીજેપી-કોંગ્રેસ ખળભળી ગઇ છે

 

- ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું, "અમારા ધારાસભ્યોએ સંસદીય સચિવ રહીને કોઇ ફાયદો ઉઠાવ્યો નથી. ધારાસભ્યો પોતાના પૈસા ખર્ચીને કામ કરી રહ્યા છે, એક રૂપિયો પણ નથી લીધો તો કેવી રીતે લાભ લીધો. આપ સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં વીજળી અને પાણીના ભાવ નથી વધવા દીધા. તેનાથી ઘણા લોકોની દુકાનદારી બંધ થઇ ગઇ."

- "આમ આદમી પાર્ટીના કામકાજથી ખળભળેલા લોકોએ સરકાર વિરુદ્ધ કાવતરું ઘડ્યું. ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન થયો. અમારા પર ખોટા કેસ નોંધવામાં આવ્યા. હવે સરકાર ચોથા ગિયરમાં (વર્ષ) પહોંચી છે ત્યારે બીજેપી અને કોંગ્રેસ ડરી ગયા છે."

 

દેશની પરિસ્થિતિ બ્રિટિશ રાજ કરતા ખરાબ છે

 

- આપના દિલ્હી યુનિટના ચીફ ગોપાલ રાયે કહ્યું, "ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને ભલામણ કરતા પહેલા આપના ધારાસભ્યોની વાત ન સાંભળી. આ લોકતાંત્રિક પ્રક્રિયા નથી. તેઓ મુખ્યમંત્રી કેજરીવાલ અને દિલ્હીની જનતા સાથે બદલો લેવા માંગે છે."

- "દેશના 11 રાજ્યોએ સંંસદીય સચિવો બનાવ્યા, પરંતુ ફક્ત આપને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. કાયદો બધા માટે સમાન છે. આજે પરિસ્થિતિ બ્રિટિશ રાજથી પણ ખરાબ છે. અમે ચૂંટણીથી નથી ડરતા. લોકોને અમારી પ્રામાણિકતા પર ભરોસો છે."

- "આમ આદમી પાર્ટી અને આખો દેશ જાણવા માંગે છે કે ઇલેક્શન કમિશ્નર એ.કે. જ્યોતિએ આવો નિર્ણય કેમ લીધો? તેમના પર આવા આરોપ પહેલીવાર નથી લાગી રહ્યા. ગઇ વિધાનસભા ચૂંટણીના એલાન વખતે પણ ચૂંટણીપંચના નિર્ણયો પર સવાલો ઉઠ્યા હતા. બધા જાણે છે કે જ્યોતિ સાહેબ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ખાસ રહ્યા હતા."

 

ઓફિસ ઓફ પ્રોફિટને લઇને સૂચન આપ્યા હતા: કુમાર 

 

 

- વિશ્વાસે કહ્યું, "આપના 20 MLAs વિરુદ્ધ થયેલી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે, હું તેનાથી અતિશય દુઃખી છું. તેને લઇને કેટલાંક સૂચનો આપ્યા હતા, પરંતુ કહેવામાં આવ્યું કે આ મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે કે કોને ક્યાં અપોઇન્ટ કરવા જોઇએ. એટલે હું ચૂપ રહ્યો."

- વિશ્વાસ એક કવિ સંમેલનમાં સામેલ થવા માટે અહેમદનગર પહોંચ્યા હતા. તેમણે શનિવારે શનિ શિંગણાપુર મંદિરમાં પૂજા કરી અને એક સંસ્થા સાથે નેત્રદાન માટે શપથપત્ર પણ ભર્યો.  

- ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવવાને કારણે કુમાર વિશ્વાસ નારાજ છે. તેમણે પહેલીવાર કેજરીવાલ અને આપ નેતાઓ પર ખુલીને હલ્લો કર્યો હતો. તે પછી ગોપાલ રાયે તેના પર પાર્ટી તોડવાના આરોપ લગાવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...