ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» HRAEIએ એડવાઇઝરી જાહેર કરીને રજિસ્ટર્ડ સપ્લાયર્સ પાસેથી જ મીટ ખરીદવાની સલાહ આપી | Scare in Kolkata Dog Cat meat making way to eateries

  કોલકાતાઃ હોટલમાં કુતરા-બિલાડાનું માંસ? ઘટ્યું નોનવેજ ખાવાનું પ્રમાણ

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 05:43 PM IST

  કોલકાતામાં હાલમાં રેસ્ટોરાં અને ઢાબાઓમાં નોન-વેજ ખાનારાઓની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ દરિયા કિનારે વસતા શહેરોમાં નોન-વેજ ખાનારોની સંખ્યા વિશેષ જોવા મળતી હોય છે. તેમાં તેમનો મુખ્ય ખોરાક માછલીની વિવિધ જાતિઓ હોય છે. પરંતુ ભારતના પૂર્વ વિસ્તારમાં આવેલા એક મેગા સિટીમાં હાલ એક અહેવાલના કારણે નોન-વેજ ખાનારોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોલકાતામાં હાલમાં રેસ્ટોરાં અને ઢાબાઓમાં નોન-વેજ ખાનારાઓની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે. કોલકાતાવાસીઓને આશંકા છે કે અહીં કૂતરા અને બિલાડીનું માંસ પીરસવામાં આવી રહ્યું છે. મામલો એટલો ગંભરી થઈ ગયો છે કે હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશન ઓફ ઈસ્ટર્ન ઈન્ડિયા (HRAEI)એ પોતાના સભ્યોને એડવાઇઝરી જાહેર કરીને રજિસ્ટર્ડ સપ્લાયર્સ પાસેથી જ મીટ ખરીદવાની સલાહ આપી છે.

   બરફની ફેક્ટરી પર દરોડા બાદ ફેલાઈ ગઈ અફવા

   - કોલકાતાના રાજા બજારમાં એક બરફની ફેક્ટરીમાં દરોડા દરમિયાન સામે આવ્યું કે અહીં મરેલા જાનવરોનું માંસ પ્રોસેસ કરીને હોટલ અને રેસ્ટોરાંમાં વેચવામાં આવતું હતું.
   - આ દરમિયાન પેક અને વેચવા માટે તૈયાર મરેલા જાનવરોનું 20 ટન માંસ જપ્ત કરવામાં આવ્યું.
   - ત્યારબાદ અફવા ફેલાઈ ગઈ કે આ માંસ કૂતરા અને બિલાડીના માંસનો પણ સમાવેશ થાય છે.

   બિરયાનીની દુકાન ચલાવતા એક શખ્સે જણાવ્યું કે તેને ત્યાં વેચાણમાં 50થી 60%નો ઘટાડો આવ્યો છે

   - અન્ય એક વેપારીએ કહ્યું કે, સામાન્ય દિવસોમાં અમે 25-30 કિલો મીટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ અફવાઓ બાદ વેચાણ 8 કિલોની આસપાસ જ રહી ગયું છે. તેના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.
   - તેનાથી વિપરીત અન્ય એક વેપારીએ કહ્યું કે, આ પ્રકારની અફવાઓથી કોઈ ફરક નથી પડ્યો અને વેચાણમાં પણ કોઈ ઘટાડો નથી નોંધાયો.

   શાકભાજીના વેચાણમાં થયો વધારો

   - સપ્તાહના અંતમાં જોવા મળ્યું છે કે માછલી અને શાકભાજીના વેચાણમાં અચાનકથી ઉછાળો જોવા મળી રહ્યો છે.
   - HRAEIના અધ્યક્ષે કહ્યું કે, "અમારા સભ્યો ઉપરાંત અન્ય લોકો પણ શંકાસ્પદ જગ્યા કે લોકો પાસેથી માંસ નથી ખરીદતા. નાની દુકાનો અને ઢાબાવાળા રસ્તા પરના વેન્ડર્સ પાસેથી માંસ ખરીદે છે. આ અંગે જ શંકા જઈ રહી છે કે આ માંસ કુતરા-બિલાડીના હશે. અમે રેસ્ટોરન્ટસને આવા માંસ ન ખરીદવાની અપીલ કરી છે. પરંતુ નોન વેજ ખાવાના વેચાણમાં ઘટાડો થવો તે ચિંતાનો વિષય છે."
   - પ્રાપ્ત થતી માહિતી મુજબ જાણીતી દુકાનોએ આ મામલાને લઈને કોલકાતા પોલીસમાં ફરિયાદ કરી આ અંગે યોગ્ય તપાસની માગ કરી છે. જેનાથી આ અંગે લોકો નિશ્ચિત થઈ જાય અને અન્ય દુકાનદારોને નુકસાન સહન ન કરવું પડે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: HRAEIએ એડવાઇઝરી જાહેર કરીને રજિસ્ટર્ડ સપ્લાયર્સ પાસેથી જ મીટ ખરીદવાની સલાહ આપી | Scare in Kolkata Dog Cat meat making way to eateries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top