ગુજરાત વિધાનસભા કરતાં 42 સીટ વધુ છતાં કર્ણાટકમાં એક જ ફેઝમાં ચૂંટણી કેમ?

કર્ણાટક વિધાનસભાની 225 બેઠકમાંથી 224 બેઠક પર 12 મેનાં રોજ મતદાન યોજાશે.

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 05:45 PM
કર્ણાટક વિધાનસભા બિલ્ડિંગ
કર્ણાટક વિધાનસભા બિલ્ડિંગ

ગુજરાત વિધાનસભા કરતાં 42 સીટ વધુ છતાં કર્ણાટકમાં એક જ ફેઝમાં ચૂંટણી કેમ?.કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. સૌના આશ્ચર્ય વચ્ચે કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 225 સભ્ય કર્ણાટક વિધાનસભા માટે 224 સીટ પર એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે 1 સીટ પર એંગ્લો-ઈન્ડિયન જૂથના સભ્યને નિયુક્ત કરવામાં આવે છે. જ્યારે કે ત્રણ માસ પહેલાં જ એટલે કે ડિસેમ્બર 2017માં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી.

નેશનલ ડેસ્કઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે. સૌના આશ્ચર્ય વચ્ચે કર્ણાટકમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 225 સભ્ય કર્ણાટક વિધાનસભા માટે 224 સીટ પર એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે 1 સીટ પર એંગ્લો-ઈન્ડિયન જૂથના સભ્યને નિયુક્ત કરવામાં આવે છે. જ્યારે કે ત્રણ માસ પહેલાં જ એટલે કે ડિસેમ્બર 2017માં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. કર્ણાટક વિધાનસભાની કુલ બેઠક કરતાં ગુજરાત વિધાનસભાની કુલ બેઠક વચ્ચે 42 સીટનો તફાવત છે. તેમ છતાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી એક જ ફેઝમાં યોજાવવાની છે, ત્યારે ચૂંટણી પંચની કામગીરી પર સવાલ જરૂરથી થાય, કે આમ કેમ?

224 બેઠક પર એક જ ફેઝમાં મતદાન કેમ?


- કર્ણાટક વિધાનસભાની 225 બેઠકમાંથી 224 બેઠક પર 12 મેનાં રોજ મતદાન યોજાશે. જ્યારે કે એક બેઠક પર એંગ્લો ઈન્ડિયનની નિયુક્તી કરાઈ છે.
- કર્ણાટકમાં કુલ મતાદારોની સંખ્યા 4 કરોડ 96 લાખ છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતના જણાવ્યા મુજબ કર્ણાટકની જનસંખ્યાના 71 ટકા લોકો વોટર છે. જેમાંથી 97 ટકા મતદાતાઓને ફોટો આઈ કાર્ડ જાહેર કરી દીધાં હોવાની વાત મુખ્ય ચૂંટણી કમિશનરે કરી છે.
- જ્યારે કે ગુજરાતની 182 બેઠક પર બે તબક્કામાં મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કો 9 ડિસેમ્બર, 2017 જ્યારે બીજો તબક્કો 14 ડિસેમ્બરે યોજાયો હતો. તો મતગણતરી 18 ડિસેમ્બરે થઈ હતી.
- ગુજરાતમાં પણ કુલ 4 કરોડ 33 લાખ મતદારો હતો, જેમાં મોટાભાગના લોકોને ફોટા વાળા ચૂંટણી કાર્ડ અપાયાં હોવાની જાણ તે સમયના મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જ્યોતિએ કરી હતી.
- કર્ણાટકની તુલનાએ ગુજરાત વિધાનસભામાં કુલ 43 બેઠક ઓછી છે તેમ છતાં બે તબક્કામાં મતદાન કેમ? શું કર્ણાટકની સરખામણીએ ગુજરાતની ભૌગોલિક રચના વિશેષ છે? શું ગુજરાતમાં કર્ણાટકની કમ્પેરમાં ગુનાકિય પ્રવૃતિઓ વધારે છે? શું કર્ણાટકનો વિકાસ ગુજરાત કરતાં વધારે છે કે જ્યાં એક તબક્કામાં પણ ચૂંટણી શક્ય છે? જેવાં અનેક સવાલો ઊભા થાય છે.

આગળ વાંચો શું છે ગણિત?

કર્ણાટકમાં 12 મેનાં રોજ મતદાન અને 15મીએ પરિણામ જાહેર થશે (ફાઈલ)
કર્ણાટકમાં 12 મેનાં રોજ મતદાન અને 15મીએ પરિણામ જાહેર થશે (ફાઈલ)

શું કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને જીતનો વિશ્વાસ છે?


- સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે કેન્દ્રમાં જે સત્તા પર હોય છે તેના ઈશારે મોટા ભાગે સરકારી એજન્સી કામ કરતી હોય છે. 
- ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને તેમાં ધાર્યાં મુજબ ભાજપને જીત મળી પરંતુ છેલ્લાં 22 વર્ષ સત્તા પર રહેલા ભાજપને 2017માં યોજાયેલી ચૂંટણીમાં બે આંકડથી જ સંતોષ માનવો પડ્યો હતો. 
- એક અંદાજે ભાજપને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં આ વિધાનસભા ચૂંટણીમાં એન્ટી ભાજપ ફેકટર કામ કરી શકે છે. અને તેથી જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કરાયો હતો. એટલું જ નહીં ચૂંટણીની તારીખો જાહેર થાય તેનાં થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકારે ગુજરાતમાં અનેક વિકાસલક્ષી જાહેરાતોનો રીતસરનો મારો ચલાવ્યો હતો. 
- જ્યારે કે એક ગણિત મુજબ કર્ણાટકમાં ગુજરાતની તુલનાએ ભાજપની સ્થિતિ સારી છે. કર્ણાટકમાં પણ હિન્દુવાદ અને રાજ્યની કોંગ્રેસ સરકારથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 
- જો કે કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજ્યનો અલગ ઝંડો, લિંગાયતને અલગ ધર્મ જેવાં સંવેદનશીલ અને રાજકીય ફેંસલાઓ કરીને પોતાની ઈચ્છા સ્પષ્ટ કરી દીધી છે. 
- કર્ણાટકમાં વડાપ્રધાન મોદી જ્યાં સાર્વજનિક રેલીઓ કરી જનતાને ભાજપ તરફી લોભાવવાના પ્રયાસો કરશે. જ્યારે કે અમિત શાહ જમીની સ્તર પર કમાન સંભાળશે. 

 

આગળ વાંચો ચૂંટણી પંચની કામગીરી પર કેમ સવાલ ઉઠાવાય છે?

Why Karnataka Assembly election in one phase Only

ચૂંટણી પંચની કામગીરી પર સવાલ?

 

- ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી એક જ સમયે યોજાય છે. પરંતુ વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ સમયે જાહેર કરાઈ હતી.

- ગુજરાતની વિધાનસભાની સાલ 2017માં યોજાનારી ચૂંટણીની જાહેરાતમાં થયેલા વિલંબને લઈને રાજકીય વર્તુળોમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ હતી.

- જે અંગે દેશના તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જ્યોતિએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ દિવાળી ઊજવી શકે એટલે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા થઈ નહોતી.

- આ ઉપરાંત તેઓએ ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિને કારણે ચાલી રહેલા રાહતકાર્યોને આદર્શ આચાર સંહિતાને કારણે અસર ન થાય તે માટે પણ ચૂંટણી યોગ્ય સમયે જ જાહેર કરવા માટે તેમની સમક્ષ રાજ્યના મુખ્ય સચિવે રજૂઆત કરી હતી.

X
કર્ણાટક વિધાનસભા બિલ્ડિંગકર્ણાટક વિધાનસભા બિલ્ડિંગ
કર્ણાટકમાં 12 મેનાં રોજ મતદાન અને 15મીએ પરિણામ જાહેર થશે (ફાઈલ)કર્ણાટકમાં 12 મેનાં રોજ મતદાન અને 15મીએ પરિણામ જાહેર થશે (ફાઈલ)
Why Karnataka Assembly election in one phase Only
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App