• Home
  • National News
  • Latest News
  • National
  • જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city

તમારા શહેરમાં આ તારીખે આવશે વરસાદ, જુઓ આવી ગયું છે મોનસૂન લિસ્ટ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસુ પહોંચી જશે, 97% વરસાદ થવાની શક્યતા

divyabhaskar.com | Updated - May 29, 2018, 01:49 PM
જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city

દેશના 20થી વધારે રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમીની વચ્ચે દેશમાં ક્યારે ક્યાં વરસાદ પડશે તેનું મોનસૂન લિસ્ટ આવી ગયું છે. સારી વાત એ છે કે, આ ટલી ગરમી પછી ચોમાસું ક્યાંય મોડુ નથી. નિયત સમયે વિવિધ રાજ્યોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

નવી દિલ્હી: દેશના 20થી વધારે રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમીની વચ્ચે દેશમાં ક્યારે ક્યાં વરસાદ પડશે તેનું મોનસૂન લિસ્ટ આવી ગયું છે. સારી વાત એ છે કે, આ ટલી ગરમી પછી ચોમાસું ક્યાંય મોડુ નથી. નિયત સમયે વિવિધ રાજ્યોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમમાં વરસાદ પૂર્વાનુમાન વિરુદ્ધ ત્રણ દિવસ પહેલાં જ રવિવારે અંદમાન-નિકોબાર દ્વીપ પર આવી પહોંચ્યો છે. કેરળમાં પણ ચોમાસુ પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની આગાહી છે. તો હવે આટલી ગરમીની વચ્ચે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમારા શહેરમાં વરસાદ ક્યારે આવશે. આ વિશે હવામાન વિભાગે વેબસાઈટ ચાર્ટ દ્વારા માહિતી આપી છે.

અત્યારે ક્યાં શરૂ થયું ચોમાસુ?


ભારતીય હવામના વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબાર પહોંચી ગયુ છે. કેરળના તટ ઉપર પણ નિયત સમય કરતા 3 દિવસ પહેલાં એટલે કે આજે ચોમાસુ પહોંચી ગયું છે. પહેલાં 1 જૂન ચોમાસુ કેરળ તટ પર પહોંચે તેવી શક્યતા હતી. હવે ચોમાસુ ભારતના અન્ય વિસ્તારો તરફ આગળ વધવા લાગ્યું છે.

1 જૂનથી આ શહેરોમાં શરૂ થશે વરસાદ


અંદમાન નિકોબાર પછી દક્ષિણ ભારતમાં 1 જૂનથી ચોમાસુ પ્રોપર કેરળ તટ સુધી પહોંચી જશે. કેરળ પહોંચ્યાના થોડા કલાકો પછી ચેન્નાઈ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, મદુરૈમાં વરસાદ આવી શકે છે. તેના એક-બે દિવસ પછી એટલે કે 3 જૂનની આસપાસ ચોમાસુ આંધ્રપ્રદેશના અમુક વિસ્તારોથી થઈને પશ્ચિમ બંગાળના પૂર્વ વિસ્તાર અને મિઝોરમ-મણિપુર પહોંચશે અને ત્યાં વરસાદ થશે.

આગળની સ્લાઈડમાં જાણો: 5 જૂનથી આ શહેરોમાં થશે વરસાદ

જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city

5 જૂનથી આ શહેરોમાં થશે વરસાદ


1જૂનથી 5 જૂન સુધીમાં ચોમાસુ કેરળથી થઈને કર્ણાટક, તેલંગામા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ થઈને સમગ્ર નોર્થ ઈસ્ટમાં પહોંચવાની શક્યતા છે. જોકે આ વખતે નોર્થ ઈસ્ટમાં એક પણ વખત પ્રિ મોનસૂન વરસાદ થયો નથી. 5 જૂનથી દક્ષિણ ભારતમાં કોઝિકોડ, વેલોર, તિરુપતિ, બેંગલુરુ, મૈસુર, મેંગલોર, બેલાપી, શિવમોગા, કોલકાતા, હલ્દિયામાં ચોમાસુ પહોંચશે.

 

આગળની સ્લાઈડમાં જાણો: 10 જૂનથી આ શહેરોમાં થશે વરસાદ

જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city

10 જૂનથી આ શહેરોમાં પડશે વરસાદ


10 જૂન સુધી ચોમાસુ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર પહોંચવાની શક્યતા છે. આ દરમિયાન પણજી, હૈદરાબાદ, મુંબઈ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કોલાકાતામાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત આ તારીખ સુધીમાં રાયપુર, ધનબાદ, કોરબા અને ભાગલપુર સિવાય પશ્ચિમ બંગાળના પૂર્વૂી વિસ્તાર અને નોર્થ ઈસ્ટ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. 

 

આગળની સ્લાઈડમાં જાણો: 15 જૂનથી આ શહેરોમાં થશે વરસાદ

જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city

15 જૂનથી આ શહેરોમાં પડશે વરસાદ


સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસુ ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ લઈ લે છે. આ વર્ષે પણ આશા છે કે નિયમ સમયે આ રાજ્યોમાં ચોમાસુ શરૂ થઈ જશે. 10થી 15 જૂન વચ્ચે અમદાવાદ, સુરત, નાગપુર, નાસિક, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, રાંચી, ગયા, પટના, ગોરખપુર, છપરા ચોમાસુ પહોંચવાની શક્યતા છે. હાલ આ વિસ્તારમાં ખૂબ જ ગરમીનું વાતાવરણ છે. 

 

આગળની સ્લાઈડમાં જાણો: 1 જુલાઈથી આ શહેરોમાં થશે વરસાદ

જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city

1 જુલાઈથી આ શહેરોમાં વરસાદ


1 જુલાઈ સુધીમાં ચોમાસુ રાજસ્થાન અને સમગ્ર યુપીને કવર કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મૂ-કાશ્મીરમા વિસ્તારોમાં પહોંચવાની શક્યતા છે. આ દરમિયાન દિલ્હી, વારાણસી, કાનપુર, ગ્વાલિયર, આગરા, જયપુર, કોટા, દહેરાદૂન, શિમલા, ચંદીગઢમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અત્યારે દેશના આ વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસુ પહોંચી જશે. અંદાજ પ્રમાણે આ વર્ષે 97 ટકા વરસાદ થવાનો અંદાજ છે. 

X
જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city
જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city
જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city
જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city
જુઓ મોનસૂન લિસ્ટ, તમારા શહેરમાં ક્યારે આવશે વરસાદ| Know when monsoon rains can happen in your city
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App