શું છે કાળિયાર શિકાર મામલો? જાણો કેમ ફસાયા સલમાન સહિતના બધા સ્ટાર્સ

ઘટના ઓક્ટોબર 1998ની જ્યારે રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન પર કાળા હરણનો કેસ નોંઘાયો હત

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 10:52 AM
સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યો છે. (ફાઇલ)
સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યો છે. (ફાઇલ)

20 વર્ષ જૂના કાળા હરણ શિકાર મામલે સલમાન ખાન પર આજે નિર્ણય આવવાનો છે. જોધપુરની એક કોર્ટમાં હરણના શિકાર મામલે સલમાન ખાન, સૈફ અલી ખાન, સોના બેન્દ્રે, તબ્બુ, નીલિમા કોઠારી પર આજે નિર્ણય આવવાનો છે.

નવી દિલ્હી: 20 વર્ષ જૂના કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને આજે જોધપુર કોર્ટે દોષિત જાહેર કરી લીધો છે. કોર્ટે આ સિવાયના અન્ય દરેક આરોપી સૈફ અલી ખાન, સોના બેન્દ્રે, તબ્બુ અને નિલમને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, 1998માં સલમાન ખાન રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'હમ સાથે સાથ હૈ'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સલમાન સહિત તેમના સાથી સ્ટાર્સ પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો.

શું કહ્યું હતું ગ્રામીણોએ?


- જ્યારે કાળિયાર પર ગોળીઓ ચાલી તો અવાજ સાંભળીને ગ્રામીણો દોડીને આવી ગયા હતા. તેમણે જોયું કે, સલમાન ખાન જીપ્સી ચલાવી રહ્યા હતા અને ગામના લોકોને જોઈને સલમાન ખાન મરેલા હરણને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.
- આ કેસમાં અન્ય આરોપી દુષ્યંત સિંહ અને દિનેસ સિંહ છે. હરણના શિકાર વખતે દુષ્યંત સિંહ સલમાન ખાન સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે દિનેશ સિંહ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે સલમાન ખાનના સહાયક હતા.

સલમાન ખાન પર કઈ કલમ લગામવામાં આવી હતી?


- સલમાન ખાન પર વાઈલ્ડ લાઈફના કાયદા પ્રમાણે કાયદાની કલમ 51 અને અન્ય કલાકારો પર કલમ 51 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 149 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા હતા.
- કાળિયાર એક લુપ્તપ્રાય પ્રજાતિ છે અને ભારતીય વન્યજીવન અધિનિયમ અંતર્ગત 1 અંતર્ગત સુરક્ષીત કરવામાં આવ્યો છે.

સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા આરોપી


- કાંકાણી ગામ શિકાર મામલે સાક્ષીઓએ કોર્ટેને જણાવ્યું હતુું કે, ગોળીનો અવાજ સાંભળીને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શિકાર સલમાને ખાને કર્યો હતો. પરંતુ જીપમાં તેમની સાથે સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા. તેમના પર સલમાનને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ગામના લોકોને જોઈને સલમાને ખાને શિકાર કરેલા હિરણને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.

સલમાનને 3થી 6 વર્ષ સુધીની થઈ શકે છે જેલ


- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આજે સલમાન ખાન દોષિત જાહેર થયા બાદ તેને 3થી 6 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો સલમાનને 3 વર્ષ સુધીની જેલ થશે તો તે જ સમયે તેને જામીન પણ મળી શકે છે. પરંતુ જો સલમાનને 5 વર્ષ કરતા વધુ સમયની જેલ થશે તો તેને ઓછામાં ઓછો એક દિવસ તો જેલમાં રહેવું જ પડશે.
- સલમાનને 5 વર્ષ કરતા વધુની જેલ થશે તો એક દિવસ પછી જ શનિ-રવિ વાર આવે છે. ત્યારે બે દિવસ કોર્ટ બંધ હોય છે. તો શક્ય છે કે સલમાન ખાનને સોમવાર સુધી પણ જેલમાં રહેવું પડશે.

આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે કાળિયાર શિકારનો લાગ્યો હતો આરોપ (ફાઇલ)
હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે કાળિયાર શિકારનો લાગ્યો હતો આરોપ (ફાઇલ)
20 વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો જેમાં સલમાનને દોષિત જાહેર કર્યો (ફાઇલ)
20 વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો જેમાં સલમાનને દોષિત જાહેર કર્યો (ફાઇલ)
X
સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યો છે. (ફાઇલ)સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યો છે. (ફાઇલ)
હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે કાળિયાર શિકારનો લાગ્યો હતો આરોપ (ફાઇલ)હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે કાળિયાર શિકારનો લાગ્યો હતો આરોપ (ફાઇલ)
20 વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો જેમાં સલમાનને દોષિત જાહેર કર્યો (ફાઇલ)20 વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો જેમાં સલમાનને દોષિત જાહેર કર્યો (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App