Home » National News » Latest News » National » Know How much storng Brand Modi of BJP is built up in these 4 years of Modi Government

મોદી સરકારના 4 વર્ષ: આટલા વર્ષોમાં કેટલી મજબૂત BJPની બ્રાંડ મોદી?

Divyabhaskar.com | Updated - May 23, 2018, 11:28 AM

'મોદી લહેર'ના સહારે જ બીજેપી બહુમતની સાથે દેશની સત્તામાં પરત ફરી શકી

 • Know How much storng Brand Modi of BJP is built up in these 4 years of Modi Government
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: 2014માં 'અબકી બાર મોદી સરકાર'નું સૂત્ર ખૂબ ગાજ્યું અને ભારે બહુમત સાથે બીજપી જીતી ગયું હતું. બીજેપી સત્તામાં આવ્યા બાદ પણ મોદી લહેરનો જાદૂ છવાયો અને એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં બીજેપીએ જીત નોંધાવી. દેશ ઉપરાંત વિદેશમાં પણ મોદી એક બ્રાન્ડ બનીને ઉભર્યા અને આ બ્રાન્ડે દેશના 70 ટકા હિસ્સામાં ભગવો લહેરાવી દીધો. ત્યારે જાણીએ કે આ 4 વર્ષોમાં કેટલી મજબૂત બની છે બીજેપીની બ્રાંડ મોદી.

  - 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીતનો પરચમ લહેરાવ્યા પછી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એક પછી એક રાજ્યમાં જીત નોંધાવી. બીજેપીનો રાજકીય આધાર સતત ફેલાતો જઇ રહ્યો છે.

  - પ્રવર્તમાન સમયમાં દેશના 20 રાજ્યોમાં બીજેપીની સરકાર છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, સિક્કિમમાં બીજેપી સત્તામાં છે.
  - તેમાંથી ઘણા રાજ્યોમાં બીજેપીની સરકાર છે અને ઘણી જગ્યાએ સહયોગી દળો સાથે મળીને પાર્ટી સત્તામાં હિસ્સેદાર છે. આ ઉપરાંત બીજેપીએ દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવાનો રેકોર્ડ પણ પોતાને નામ કરી લીધો છે.

  આગળની સ્લાઇડમાં વાંચો, બધે ફક્ત મોદી જ મોદી છવાયેલા રહ્યા

 • Know How much storng Brand Modi of BJP is built up in these 4 years of Modi Government
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બીજેપીના પોસ્ટર, પરચાઓ, બિલ્લાઓથી લઇને હોર્ડિંગ અને સોશિયલ મીડિયા સુધીમાં ફક્ત મોદી જ મોદી છવાયેલા રહ્યા. (ફાઇલ)

  બધામાં ફક્ત મોદી જ મોદી છવાયેલા રહ્યા

   

  - બીજેપી મોદીના નામ અને કામ પર ચૂંટણી યુદ્ધમાં ઉતરતી અને જીતતી આવી છે. 2014 પછીની ચૂંટણીઓમાં મોદી સરકાર દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, ઉજ્જવલા યોજના, જનધન, જીએસટી, વીજળીકરણ પાર્ટીના ચૂંટણી મુદ્દા બની ગયા છે.

  - બીજેપીના પોસ્ટર, પરચાઓ, બિલ્લાઓથી લઇને હોર્ડિંગ અને સોશિયલ મીડિયા સુધીમાં ફક્ત મોદી જ મોદી છવાયેલા રહ્યા. દિલ્હી, બિહાર અને પંજાબની હારને છોડી દઇએ તો બાકી તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કાં તો બીજેપીને સત્તા મળી અથવા તો પછી તે સન્માનજનક સ્થિતિમાં રહી. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, ઇંદિરા ગાંધી પછી મોદી એવા નેતા જેના વિરુદ્ધ સમગ્ર વિપક્ષ

 • Know How much storng Brand Modi of BJP is built up in these 4 years of Modi Government
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ નેતા વિપક્ષને એકસાથે કરવાની કોશિશમાં લાગ્યા છે. (ફાઇલ)

  મોદી Vs સમગ્ર વિપક્ષ

   

  - દેશના રાજકારણમાં એક તબક્કામાં કોંગ્રેસ વિરુદ્ધ જે રીતે વિપક્ષ એકસાથે હતો, તે જ રીતે મોદી વિરુદ્ધ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ નેતા વિપક્ષને એકસાથે કરવાની કોશિશમાં લાગ્યા છે. 

  - તેનાથી જ મોદીના કદનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા ઇંદિરા ગાંધી વિરુદ્ધ વિપક્ષમાં આવી એકતા જોવા મળી હતી. 
  - તાજેતરમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી વિપક્ષમાં એકતાનો અવાજ વધુ બુલંદ થયો. તેનાથી લાગે છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી વિરુદ્ધ આખો વિપક્ષ હશે. એટલે કે 2019નો સૌથી મોટો ચૂંટણી મુદ્દો ખુદ મોદી બનવાના છે. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, મોદીના શબ્દોનો જાદૂ માથે ચડીને બોલે છે

 • Know How much storng Brand Modi of BJP is built up in these 4 years of Modi Government
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અબકી બાર મોદી સરકાર, જેવી વાતો મોદી સમર્થકોની જીભે રહે છે. (ફાઇલ)

  મોદીના શબ્દોનો જાદૂ માથે ચડીને બોલે છે

   

  - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોનો જાદૂ લોકોના માથે ચડીને બોલે છે. 'સૌનો સાથ સૌનો વિકાસ', 'અબકી બાર મોદી સરકાર', 'દેશનો ચોકીદાર', 'ન ખાઉંગા ન ખાને દૂંગા' જેવી વાતો મોદી સમર્થકોની જીભે રહે છે. 

  - મોદીએ સોશિયલ એન્જિનિયરિંગનો નવો ફોર્મ્યુલા સેટ કર્યો છે. તેમણે અલગ-અલગ જાતીય સમૂહોને પોતાની સાથે ભેગા કર્યા અને તેમને પાર્ટીથી લઇને સરકાર સુદ્ધાંમાં હિસ્સેદારી આપી. 
  - હરિયાણામાં બિનજાટ, મહારાષ્ટ્રમાં બિનમરાઠી અને ઝારખંડમાં બિનઆદિવાસીને સીએમ બનાવવા મોદીની રાજકીય સૂઝબૂઝ અને દૂરદ્રષ્ટિનું એક ઉદાહરણ છે. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, મોદીના કાયલ ઘણા દેશોના રાજનેતા 

 • Know How much storng Brand Modi of BJP is built up in these 4 years of Modi Government
  જાપાનના વડાપ્રઝાન શિંજો આબે અને તેમના પત્ની ભારત, ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારની તસવીર.

  મોદીના કાયલ ઘણા દેશોના રાજનેતા 

   

  - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાએ છેલ્લાં 4 વર્ષોમાં ભારતની સરહદ ઓળંગીને વિદેશોમાં પણ પોતાની અસર દર્શાવી છે અને તેમની ઇમેદને વૈશ્વિક લેવલે ઓળખ મળી છે. 

  - મોદીએ પોતાના ચાર વર્ષોના શાસનકાળમાં મે 2018 સુધી 36 વિદેશી પ્રવાસોમાં 54 દેશોની યાત્રાઓ કરી છે. વિદેશી ધરતી પર 'મોદી-મોદી'ના નારા લાગ્યા છે.
  - છેલ્લાં 4 વર્ષોમાં મોદી પાંચ વાર અમેરિકાનો પ્રવાસ કરી ચૂક્યાં છે. મોદીના શપથગ્રહણ સમારોહમાં કુલ 7 દેશોના પ્રમુખે ભાગ લીધો હતો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ સામેલ હતા. 
  - આ ઉપરાંત, વિદેશી મહેમાન ભારતના પ્રવાસે આવી ચૂક્યાં છે જેમાં અમેરિકા, ચીન, રશિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને બ્રિટન જેવા પ્રમુખ દેશોના રાજનેતાઓ સામેલ છે. 
  - મોદીએ તેમની પરોણાગત પણ એવી રીતે કરી છે તે તેઓ મોદીના કાયલ થયેલા જોવા મળ્યા. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ