Home » National News » Latest News » National » Atal Bihari Vajpayee health problem admit in AIIMS

2009 બાદ નથી સંભળાયો 'અટલ' અવાજ, છેલ્લે 2015માં આવી'તી તસવીર

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 02:13 PM

અટલ બિહારી વાજપેયી એક સારા રાજનેતાની સાથે કવિ અને ઉમદા વક્તા પણ હતા.

 • Atal Bihari Vajpayee health problem admit in AIIMS
  2001માં ઓપરેશન પહેલાં અટલજીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું જેટલો બિમાર છું, તેટલું લખો, ન ઓછુ કે ન વધુ (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સ હોસ્પિટલ દ્વારા મંગળવારે પણ તેમનું હેલ્થ બૂલેટિનમાં રજૂ કરાયું. હેલ્થ બૂલેટિન મુજબ વાજપેયીજીની તબિયતમાં સુધારો છે. તેમનું શરીર દવાઓને રિસ્પોન્ડ કરી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી તેમનું ઈન્ફેક્શન કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે. અટલ બિહારી વાજપેયી એક સફળ નેતાની સાથે એક કવિ પણ રહ્યાં છે. ભાષા પર મજબૂત પક્કડ રાખનાર અટલજી હંમેશા પોતાના ભાષણમાં પણ પોતાની કવિતાઓ સંભળાવતા રહેતા હતા. અટલજી ભારતમાં દક્ષિણપંથી રાજનીતિના ઉદારવાદી ચહેરો રહ્યાં અને એક લોકપ્રિય જનનેતા તરીકે જાણીતા બન્યાં. પરંતુ આ લોકપ્રિય નેતા જાહેર જીવનમાં વર્ષ 2015માં જોવા મળ્યા હતા.

  કઈ બીમારીથી પીડિત છે પૂર્વ વડાપ્રધાન?


  - 93 વર્ષના વાજપેયીજીને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને કિડની સંબંધી પડતી તકલીફોને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
  - તપાસ દરમિયાન તેમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન થયું હોવાનું સામે આવ્યું છે.

  વડાપ્રધાન હતા અને બીમાર પડ્યા ત્યારે


  - વર્ષ 2001, જૂન મહિનો... ત્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. ઘૂંટણની સર્જરી માટે તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.
  - તે સમયે મીડિયામાં એક જ મોટા સમાચાર હતા અટલજીના ઘૂંટણનું ઓપરેશન. એટલે તે સમયે અફવાઓ પણ ઘણી ઉડતી હતી.
  - ઓપરેશનની પહેલાં અટલજીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું, "જેટલો બીમાર છું, તેટલું લખો, ન ઓછું કે ન વધુ."
  - ત્યારે આજે અટલજી ફરી બીમાર છે અને AIIMSમાં દાખલ છે.

  અટલજીનો જાદુઈ અવાજ 2009 બાદ ફરી સાંભળવા ન મળ્યો


  - મતદાતાઓને લોભાવવા કે શ્રોતા પર પોતાની અમિટ છાપ રાખનારાઓ કેટલાંક ભારતીય રાજનેતાઓની યાદીમાં અટલજી અગ્ર ક્રમાંકે હતા.
  - જોકે વર્ષ 2009 બાદ અટલજીનો ઓજસ્વી અવાજ ફરી ક્યારેય સાંભળવા નથી મળ્યો.

  સાર્વજનિક જીવન જીવતાં અટલ એકલા પડ્યા


  - 2009ના વર્ષે જ અટલ બિહારીને સ્ટ્રોક આવ્યો હતો અને તે બાદ તેઓને બોલવામાં તકલીફ થવા લાગી હતી. ત્યારથી લઈને આજદિન સુધી અટલજીની ધારદાર સ્પીચ અને શાનદાર ભાષણથી દેશ અને લોકો વંચિત રહ્યાં છે.
  - 2009 પહેલાં અટલજીને ડિમેંશિયા નામની બીમારી હોવાની ચર્ચા શરૂ થઈ હતી. આ તે બીમારી છે જેમાં વ્યક્તિની મેમરી નબળી પડી જાય છે અને તેઓ પોતાના રોજિંદા કાર્યો યોગ્ય રીતે નથી કરી શકતા.

  3 વર્ષ પહેલાં છેલ્લી વખત જાહેરમાં જોવા મળ્યા


  - વર્ષ 2015માં પૂર્વ વડાપ્રધાન વાજપેયીની તસ્વીર અંતિમ વખત ત્યારે સામે આવી જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા.
  - તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવદા પોતે તેમના ઘરે જઈ સન્માનિત કર્યા હતા.
  - 2015 બાદથી અટલજીની એકપણ તસવીર જાહેર નથી થઈ.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ