Home » National News » Desh » Know about Wrestler Sushil Kumar and his wife Savi

પોતાના જ ગુરુની દીકરી સાથે સુશીલકુમારે કર્યા લગ્ન, સગાઇના દિવસે જોઇ'તી પહેલીવાર

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 04:44 PM

ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારા પહેલવાન સુશીલ કુમાર આ વખતે ત્રીજી વખત મેડલ જીતવા મેદાનમાં ઉતરશે

 • Know about Wrestler Sushil Kumar and his wife Savi
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સુશીલકુમાર અને તેમની વાઇફ સાવી

  નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારા પહેલવાન સુશીલ કુમાર આ વખતે ત્રીજી વખત મેડલ જીતવા મેદાનમાં ઉતરશે. આ વખતે 74 કિલોગ્રામ વર્ગમાં પોતાનો પડકાર રજૂ કરશે અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક નોંધાવવાનું પોતાનું સપનું પૂરી કરી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ 4થી 15 એપ્રિલ સુધી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાઈ રહી છે. આ અવસરે અમે આપને સુશીલ કુમાર અને તેમની પત્ની વિશે જણાવી રહ્યા છીએ. પદ્મ ભૂષણ, દ્રોણાચાર્ય અને અર્જુન પુરસ્કાર વિજેતા મહાબલી સતપાલથી પહેલવાનીના ગુણ શીખનારા સુશીલે 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

  આવી રીતે થયા હતા લગ્ન

  - સુશીલનો જન્મ 26 મે 1983ના રોજ નજફગઢની પાસે બારપોલા ગામમાં થયો હતો. સુશીલે 14 વર્ષની ઉંમરથી પહેલવાની શરૂ કરી હતી.

  - મૂળે, સુશીલે પોતાના ગુરુની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને તેઓની પહેલી મુલાકાતમાં જ પોતાની લાઇફ સાવીને જોઈ હતી.
  - મહાબલી સતપાલથી પહેલવાનીના ગુણ શીખનારા સુશીલ રોજ તેમના ઘરે જતા હતા. સુશીલની તેમની જ દીકરી સાવી સાથે લગ્ન થયા છે.
  - સુશીલે લગ્ન પહેલા પોતાના ગુરુની દીકરી જોઈ પણ નહોતી. સુશીલ ઘણો શરમાળ પ્રકૃતિનો છે પરંતુ પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે સગાઈ દરમિયાન તેઓએ સાવીને પહલીવાર જોઈ હતી તો તેઓ સમજી ગયા હતા કે બંનેનું સારું જામશે.
  - 2010 નવેમ્બરમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યા બાદ દિલ્હીમાં બંનેની સગાઈ થઈ હતી અને સગાઈના દિવસે પણ સુશીલે સાવીને જોઈ હતી.
  - ત્યારબાદ વર્ષ 2011 ફેબ્રુઆરીમાં બંનેના લગ્ન થયા હતા. આજે સુશીલ અને સાવીને જોડકા દીકરા પણ છે.

  આગળની સ્લાઇડમાં વાંચો, લવ સ્ટોરીનો સુશીલકુમાર માટે શું છે મતલબ

 • Know about Wrestler Sushil Kumar and his wife Savi
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સુશીલકુમારની સગાઇમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સામેલ થયા હતા.

  લવ સ્ટોરીનો તેમના માટે આ છે મતલબ

   

  - સગાઈ બાદ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સુશીલ કુમારે પોતાની અને સાવીની સ્ટોરી પર ખુલીને વાત કરી હતી. લવ સ્ટોરીના સવાલ પર બોલતા સુશીલે કહ્યું હતું કે, મેં સાવીને પહેલા ક્યારેય જોઈ નહોતી. આ બિલકુલ એરેન્જ મેરેજ છે.

  - સુશીલે આગળ જણાવ્યું હતું કે, ભલે અમે લગ્ન પહેલા ક્યારેય ન મળ્યા હોય પરંતુ અમારા બંનેની વચ્ચે કેમેસ્ટ્રી છે. હું કંઈ કહું તે પહેલા સાવી જાણી જાય છે કે હું ક્યારે શું કહેવા માગું છું.
  - જોકે, પોતાની લવ સ્ટોરીને લઈને તેઓએ કહ્યું કે લગ્નથી પહેલા કોઈને મળવા કે તેની સાથે પ્રેમ કરવાથી જ લવ સ્ટોરી નથી બનતી. લવ સ્ટોરી તે હોય છે જેમાં પ્રેમ સિવાય કંઈ જ ન હોય. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, સુશીલકુમારની સગાઈમાં અનેક VIP થયા હતા સામેલ

 • Know about Wrestler Sushil Kumar and his wife Savi
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્ની સાથે એક મેચ બાદ સુશીલકુમાર

  સગાઈમાં અનેક VIP થયા હતા સામેલ

   

  - સુશીલ અને સાવીએ રાજનીતિ અને ખેલ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓની ઉપસ્થિતિમાં એક-બીજાને હીરા જડિત અંગૂઠી પહેરાવી હતી.

  - આ અવસરે રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, કોંગ્રેસી નેતા ઓસ્કાર ફર્નાડિસ, પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ, પૂર્વ હોકી કેપ્ટન જફર ઇકબાલ, પૂર્વ સ્વીમર ખજાન સિંહ, કુશ્તી જગતના અનેક કોચ અને સુશીલના સાથી પહેલવાન ઉપસ્થિત રહ્યા હતા.

   

  આગળની સ્લાઇડ્સમાં જુઓ સુશીલ કુમાર અને તેનીપત્નીની અન્ય તસવીરો

 • Know about Wrestler Sushil Kumar and his wife Savi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સુશીલકુમારના લગ્નની તસવીર
 • Know about Wrestler Sushil Kumar and his wife Savi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બંનેએ એકબીજાને હીરાની વીંટી પહેરાવી હતી.
 • Know about Wrestler Sushil Kumar and his wife Savi
  રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા શુભેચ્છા આપવા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ