ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Know about Tushar Mehta who is 2nd imp personality after Vajubhai Wala in Karnataka Election

  તુષાર મહેતા: કર'નાટક'માં વજુભાઈ પછી મોટી ભૂમિકા ભજવનાર ગુજરાતી

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 01:08 PM IST

  મધરાતે સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલનો પક્ષ રજૂ કરનાર એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા અમદાવાદના વરિષ્ઠ કાનૂનવિદ છે
  • વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુષાર મહેતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુષાર મહેતા. (ફાઇલ)

   નેશનલ ડેસ્ક: કર્ણાટક વિધાનસભાના પરિણામ પછી પેચીદા બનેલા ઘટનાક્રમમાં રાજ્યપાલ વજુભાઈ વાળા પછી વધુ એક ગુજરાતી નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. એ છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુષાર મહેતા. મધરાતે સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલનો પક્ષ રજૂ કરનાર એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા અમદાવાદના વરિષ્ઠ કાનૂનવિદ છે. રાજ્ય સરકારના એડવોકેટ જનરલ પણ રહી ચૂક્યા છે. અગાઉ 2015માં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે 2જી સ્પેક્ટ્રમ કેસમાં સરકાર તરફે રહેલા તુષાર મહેતાએ આધાર કાર્ડ લિન્કિંગ, રેલ્વે ભરતી કૌભાંડ, કોલ-ગેટ કૌભાંડ જેવા હાઈ-પ્રોફાઇલ કેસમાં સરકારને કાનૂની સહાય આપેલી છે. પૂર્વે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર ઉપરાંત 2002ના રમખાણો ના મહત્વપૂર્ણ કેસમાં સરકારને સલાહ આપનારા મહેતા વડાપ્રધાન મોદીના વિશ્વાસુ મનાય છે.

   અમિત શાહના દીકરાનો માનહાનિનો કેસ લડી શકે છે તુષાર મહેતા

   - ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહનો માનહાનિનો કેસ લડવાની તૈયારીમાં છે.

   - ન્યુઝ વેબસાઇટ 'ધ વાયર'એ તેના એક રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી અમિત શાહની કંપનીનો કારોબાર અનેકગણો વધી ગયો.
   - ત્યારબાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહે આવો રિપોર્ટ છાપનાર 'ધ વાયર'ની રિપોર્ટર રોહિણી સિંહ સહિત સાત લોકો પર અપરાધિક માનહાનિનો કેસ ફાઇલ કરી દીધો.
   - તુષાર મહેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ મામલે તેમની પાસેથી સલાહ લેવામાં આવી રહી છે અને તેઓ આ કેસ માટે કોર્ટમાં પણ આવી શકે છે. મહેતાએ કહ્યું કે 6 ઓક્ટોબર, 2017ના રોજ તેમણે કાયદા મંત્રાલય પાસે જય શાહનો કેસ લડવાની પરવાનગી પણ માંગી લીધી હતી.

  • મધરાતે સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલનો પક્ષ રજૂ કરનાર એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા અમદાવાદના વરિષ્ઠ કાનૂનવિદ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધરાતે સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલનો પક્ષ રજૂ કરનાર એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા અમદાવાદના વરિષ્ઠ કાનૂનવિદ છે. (ફાઇલ)

   નેશનલ ડેસ્ક: કર્ણાટક વિધાનસભાના પરિણામ પછી પેચીદા બનેલા ઘટનાક્રમમાં રાજ્યપાલ વજુભાઈ વાળા પછી વધુ એક ગુજરાતી નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. એ છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી તુષાર મહેતા. મધરાતે સર્વોચ્ચ અદાલતમાં રાજ્યપાલનો પક્ષ રજૂ કરનાર એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા અમદાવાદના વરિષ્ઠ કાનૂનવિદ છે. રાજ્ય સરકારના એડવોકેટ જનરલ પણ રહી ચૂક્યા છે. અગાઉ 2015માં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે 2જી સ્પેક્ટ્રમ કેસમાં સરકાર તરફે રહેલા તુષાર મહેતાએ આધાર કાર્ડ લિન્કિંગ, રેલ્વે ભરતી કૌભાંડ, કોલ-ગેટ કૌભાંડ જેવા હાઈ-પ્રોફાઇલ કેસમાં સરકારને કાનૂની સહાય આપેલી છે. પૂર્વે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર ઉપરાંત 2002ના રમખાણો ના મહત્વપૂર્ણ કેસમાં સરકારને સલાહ આપનારા મહેતા વડાપ્રધાન મોદીના વિશ્વાસુ મનાય છે.

   અમિત શાહના દીકરાનો માનહાનિનો કેસ લડી શકે છે તુષાર મહેતા

   - ભારતના એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહનો માનહાનિનો કેસ લડવાની તૈયારીમાં છે.

   - ન્યુઝ વેબસાઇટ 'ધ વાયર'એ તેના એક રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી અમિત શાહની કંપનીનો કારોબાર અનેકગણો વધી ગયો.
   - ત્યારબાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહે આવો રિપોર્ટ છાપનાર 'ધ વાયર'ની રિપોર્ટર રોહિણી સિંહ સહિત સાત લોકો પર અપરાધિક માનહાનિનો કેસ ફાઇલ કરી દીધો.
   - તુષાર મહેતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ મામલે તેમની પાસેથી સલાહ લેવામાં આવી રહી છે અને તેઓ આ કેસ માટે કોર્ટમાં પણ આવી શકે છે. મહેતાએ કહ્યું કે 6 ઓક્ટોબર, 2017ના રોજ તેમણે કાયદા મંત્રાલય પાસે જય શાહનો કેસ લડવાની પરવાનગી પણ માંગી લીધી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about Tushar Mehta who is 2nd imp personality after Vajubhai Wala in Karnataka Election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top