Home » National News » Latest News » National » Know about Tripura BJP in charge Sunil Deodhar

ત્રિપુરામાં ભાજપના શિલ્પી સુનીલ દેવધર કોણ છે?

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 04:15 PM

૨૦૧૩માં દાહોદની કામગીરીથી મોદીની નજરમાં વસી ગયેલા દેવધરે જ વારાણસીની જવાબદારી પાર પાડી હતી

 • Know about Tripura BJP in charge Sunil Deodhar
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કફોડી સ્થિતિમાંથી ભવ્ય વિજય સુધી દોરી જનારા ચહેરાઓમાં મુખ્ય છે સુનીલ દેવધર. (ફાઇલ)

  અગરતલા: ડાબેરીઓનો અડીખમ ગઢ ગણાતાં ત્રિપુરામાં માણિક સરકારના ૨૦ વર્ષના શાસનનો અંત આણવામાં આખરે ભાજપને સફળતા મળી છે. ત્રિપુરા પૂર્વોત્તરનું ટચૂકડું રાજ્ય હોવા છતાં આ વિજયનું વ્યુહાત્મક અને મનોવૈજ્ઞાનિક મહત્વ અદકેરું છે. ચીન સાથે સરહદ ધરાવતા આ રાજ્યમાં દાયકાઓથી ડાબેરીઓનો દબદબો રહ્યો છે અને ભાજપને એકાદ બેઠક તો શું, ઓફિસ ખોલવાના ય ફાંફા હતા. એવી કફોડી સ્થિતિમાંથી ભવ્ય વિજય સુધી દોરી જનારા ચહેરાઓમાં મુખ્ય છે સુનીલ દેવધર.

  બે વર્ષથી ત્રિપુરામાં ધામા નાખ્યા

  દેવધર મૂળ તો મુંબઈના છે પરંતુ રા.સ્વ.સંઘના સ્વયંસેવક તરીકે લક્ષ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા એટલી મક્કમ છે કે છેલ્લાં બે વર્ષથી ત્રિપુરામાં ધામા નાંખીને પડ્યા છે. અગાઉ મેઘાલયમાં પણ રા.સ્વ.સંઘના પ્રાંત પ્રચારક તરીકે કાર્ય કરી ચૂકેલા દેવધર પૂર્વોત્તર રાજ્યોની સામાજિક, રાજકિય અને સાંસ્કૃતિક બાબતોથી સુપેરે પરિચિત છે.

  દાહોદ ટુ ત્રિપુરા વાયા બનારસ

  ૫૨ વર્ષિય દેવધરે અગાઉ ૨૦૧૩માં પંચમહાલ જિલ્લાના આદિવાસી બેલ્ટમાં ભાજપતરફી વાતાવરણ ઊભું કરવાની કામગીરી બજાવી હતી. ત્યારથી તેઓ મોદીની પારખું નજરમાં વસી ગયા હતા. આથી જ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ તેમને પોતાના મતવિસ્તાર વારાણસીની જવાબદારી સોંપી હતી. દેવધરે વારાણસીના અત્યંત પેચીદા કાસ્ટ ફેક્ટરનો સઘન અભ્યાસ કર્યો અને તેનું સંતુલન જાળવવાની આબાદ વ્યુહરચના બનાવી હતી.

  ત્રિપુરાની કપરી ફરજ

  બનારસની સફળતા પછી તરત ભાજપે પૂર્વોત્તર રાજ્યોનું લક્ષ્ય નક્કી કર્યું. દેવધર માટે આ બહુ મોટો પડકાર હતો. અહીં ડાબેરીઓની તાકાત એટલી પ્રચંડ હતી કે કોંગ્રેસ સહિત એકપણ પક્ષનું ખાસ કોઈ વજુદ ન હતું. ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપને તો માંડ દોઢ ટકા મત મળ્યા હતા. આવી કપરી સ્થિતિમાં દેવધરે કાર્યકર્તાઓનો જુસ્સો વધારવાનો હતો અને જનતાનો વિશ્વાસ જીતવાનો હતો.

  આગળની સ્લાઇડમાં વાંચો શું છે દેવધરનો ફોર્મ્યુલા

 • Know about Tripura BJP in charge Sunil Deodhar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દેવધર મૂળ તો મુંબઈના છે પરંતુ રા.સ્વ.સંઘના સ્વયંસેવક તરીકે લક્ષ્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા એટલી મક્કમ છે કે છેલ્લાં બે વર્ષથી ત્રિપુરામાં ધામા નાંખીને પડ્યા છે. (ફાઇલ)

  દેવધરની ફોર્મ્યુલાઃ મુદ્દા ઓળખો, મુદ્દા ઊઠાવો

   

  તેમણે ત્રિપુરાને જિલ્લા પ્રમાણે વહેંચીને દરેક જિલ્લાના કાસ્ટ ફેક્ટરને ધ્યાનમાં લીધું. ડાબેરીઓની વોટબેન્કમાં ફાચર મારવા માટે નાના જ્ઞાતિસમૂહને એકજૂટ કર્યા. ડાબેરીઓની માઓવાદી, નક્સલવાદીઓ સાથેની સાંઠગાંઠ, ચીનનો દોરીસંચાર સહિતના મુદ્દાઓને રાષ્ટ્રવાદી રંગ ચડાવીને તેમણે જોરશોરથી રજૂ કર્યા. સ્થાનિક કાર્યકર્તાઓ શરૂઆતમાં મોળા પડતાં હતા, તો દેવધરે મેઘાલય, નાગાલેન્ડથી કાર્યકર્તાઓ લાવવા માંડ્યા. એ તાલિમ સ્થાનિક સંગઠનને પણ કામ લાગી.

   

  આગળની સ્લાઇડમાં વાંચો દેવધરનું હવેનું લક્ષ્ય છે મણિપુર, મિઝોરમ

 • Know about Tripura BJP in charge Sunil Deodhar
  ૨ વર્ષિય દેવધરે અગાઉ ૨૦૧૩માં પંચમહાલ જિલ્લાના આદિવાસી બેલ્ટમાં ભાજપતરફી વાતાવરણ ઊભું કરવાની કામગીરી બજાવી હતી. (ફાઇલ)

  હવેનું લક્ષ્ય મણિપુર, મિઝોરમ

   

  ત્રિપુરામાં ભાજપને ફતેહ અપાવ્યા પછી દેવધરને હવે મણિપુર, મિઝોરમની જવાબદારી સોંપાય તેમ બને. આ બંને સરહદી રાજ્યોમાં પણ ભાજપને એકડો ઘૂંટવાનો બાકી છે. બંને રાજ્યો અલગતાવાદની ભયંકર સમસ્યાથી પીડાય છે. ત્રિપુરાના વિજય પછી દેવધર ભાજપ કેમ્પમાં "હર મર્ઝ કી દવા" તરીકે જાણીતા બની ચૂક્યા છે ત્યારે નવી જવાબદારી માટે પણ તેઓ તત્પર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ