Home » National News » Desh » Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP

મોડલિંગ પણ કરી ચૂક્યા છે આ રાષ્ટ્રીય સંત, 49ની ઉંમરે આ કારણથી કર્યા બીજા લગ્ન

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 12:51 PM

ભય્યુ મહારાજને મોડર્ન અને રાષ્ટ્રીય સંત માનવામાં આવે છે

 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ભય્યુજી મહારાજ અને તેમની પત્ની ડૉ. આયુષી

  ઇંદોર/ભોપાલ: મધ્યપ્રદેશમાં ગયા વર્ષે 2 જૂલાઇના રોજ 6.67 કરોડ છોડ લગાવવાના દાવાને મહાગોટાળો ગણાવીને 'નર્મદા ગોટાલા રથયાત્રા' કાઢવાનું એલાન કરનારા બાબાઓ (નર્મદાનંદજી, હરિહરાનંદજી, કોમ્પ્યુટર બાબા, ભય્યુ મહારાજ અન પં. યોગેન્દ્ર મહંત)ને રાજ્ય સરકારે રાજ્યમંત્રીના દરજ્જાથી નવાજ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમને 7500 રૂપિયા માસિક વેતન, ગાડી તેમજ 1000 કિમીનું ડીઝલ, 15,000 રૂપિયા મકાનનું ભાડું સહિત અનેક લાભો મળશે. તેમને સ્ટાફ મળશે. તેઓ પોતાનો પીએ પણ રાખી શકશે. તેમાં સામેલ ભય્યુ મહારાજને મોડર્ન અને રાષ્ટ્રીય સંત માનવામાં આવે છે. તેમણે આશરે 49 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા હતા. હકીકતમાં તેમણે પોતાની પહેલી પત્નીનું મૃત્યુ થયા બાદ દીકરી કુહુ અને પોતાની માનો ખ્યાલ રાખવા માટે જ આ લગ્ન કર્યા હતા.

  આવી છે તેમની પર્સનલ લાઇફ

  - 1968માં જન્મેલા ભય્યુ મહારાજનું અસલી નામ ઉદયસિંહ દેખમુખ છે. તેઓ શુજાલપુરના જમીનદાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

  - એક સમયે કપડાની એક બ્રાન્ડની એડ માટે મોડેલિંગ કરી ચૂકેલા ભય્યુ મહારાજ હવે ગૃહસ્થ સંત છે. સદ્ગુરૂ દત્ત ધાર્મિક ટ્રસ્ટ તેમની જ દેખરેખમાં ચાલે છે.
  - તેમનો મુખ્ય આશ્રમ ઇંદોરના બાપટ ચાર રસ્તા પર છે. તેમની પત્ની માધવીનું બે વર્ષ પહેલા અવસાન થઇ ચૂક્યું છે.
  - પહેલા લગ્નથી તેમને એક દીકરી કુહૂ છે, જે પુણેમાં રહીને ભણી રહી છે.
  - તેમણે 30 એપ્રિલ, 2017ના રોજ એમપીના શિવપુરીની ડૉ. આયુષી સાથે સાત ફેરા લીધા.
  - મર્સીડીઝ જેવી મોંઘી ગાડીઓમાં ફરતા ભય્યુજી રોલેક્સ બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે અને આલીશાન બિલ્ડીંગમાં રહે છે.

  પ્રોફાઇલ લોકો સાથે રહ્યો છે સંબંધ

  - તેઓ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે અન્ના હજારેના અનશનને ખતમ કરાવવા માટે તત્કાલીન કેન્દ્ર સરકારે પોતાના દૂત બનાવીને મોકલ્યા હતા. ત્યારબાદ અન્નાએ તેમના હાથથી જ્યુસ પીને ઉપવાસ તોડ્યા હતા.

  - પીએમ બનતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મોદી સદ્ભાવના ઉપવાસ પર બેઠા હતા. ત્યારે ઉપવાસ ખોલાવવા માટે તેમણે ભય્યુ મહારાજને આમંત્રિત કર્યા હતા.
  - પૂર્વ પ્રેસિડેન્ટ પ્રતિભા પાટિલ, પીએમ નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખ, શરદ પવાર, લતા મંગેશકર, ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ, ફિલ્મ એક્ટર મિલિંદ ગુણાજી પણ તેમના આશ્રણ આવી ચૂક્યા છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ ભૈય્યુજી મહારાજની અન્ય તસવીરો

 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે ભૈય્યુજી મહારાજ.
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈય્યુજી મહારાજને મોડર્ન અને રાષ્ટ્રીય સંત માનવામાં આવે છે.
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  શુજાલપુરના જમીનદાર પરિવાર સાથે સંબંધ ધરાવે છે ભૈય્યુજી મહારાજ.
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  લગ્નની વિધિ દરમિયાન ભૈય્યુજી મહારાજ અને તેમની દુલ્હન
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  બ્લેક અને વ્હાઇટ સૂટમાં દુલ્હા બનેલા ભય્યુ મહારાજ દુલ્હન આયુષી સાથે.
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભય્યુ મહારાજની પત્ની ડૉ. આયુષી શિવપુરીમાં રહે છે.
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદી સાથે ભૈય્યુજી મહારાજ.
 • Know about personal life of Bhaiyyuji Maharaj became minister of MP
  ભૈય્યુજી મહારાજનો કાફલો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ